________________
ઇતિહાસ ]
શ્રી સંજય થયા હતા. અનાદિકાલથી અસંખ્ય તીથ કરે અને સુનિ મહાત્માઓ અહીં મુક્તિ ગયા છે અને ભવિષ્યમાં પણ જશે. વર્તમાન વીશીના બાવીશમાં તીર્થકર શ્રી નેમનાથજી સિવાય બધા તીર્થકરોએ આ ગિરિરાજની સ્પર્શના (ફરસના) કરી છે. આ કારણેથી સંસારભરમાં જ નહિં કિન્તુ ત્રણ લેકમાં આ સ્થાન સૌથી વધારે પવિત્ર અને પૂજનીય છે. જે મનુષ્ય ભાવપૂર્વક એક વાર પણ આ સિધ્યક્ષેત્રની ફરસના કરે છે તે ત્રણ જન્મમાં અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. આ તીર્થમાં રહેનાર પશુ પક્ષી પણ જન્માન્તરમાં મુક્તિ પામે છે એમ લખ્યું છે. આ તીર્થનું મહત્વ જણાવતાં શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજ લખે છે કે
“ મજૂરણસિંહા fat ma uત્ત, सिद्धाः सिध्यन्ति सेत्स्यन्ति प्राणिनो जिनदर्शनात् । बाल्येऽपि यौवने वाध्ये तिर्यग्जातौ च यत्कृतम्,
तत्पापं विलयं याति सिद्धाः स्पर्शनादपि ॥ १ ॥ " આવી રીતે આ ગિરિરાજનું માહાભ્ય છે. ચક્રવતી ભરતરાજે આ ગિરિરાજ પર સુવર્ણમય જિનમંદિર બંધાવ્યું હતું. બાદ તે મંદિરને અનેક દેવેંદ્રો અને નરેન્દ્રોએ પુનરુધ્ધાર કરાવ્યો છે. ભરતાદિ રાજાઓએ રત્નમય અને પાછળના ઉદ્ધારકેએ સુવર્ણમય યા રજતમય જિનપ્રતિમાઓની સ્થાપના કરી હતી. તે પ્રતિમાઓને પાછળ પાછળના ઉદ્ધારકેએ ભાવી કાલની નિકૃષ્ટતાને ખ્યાલ રાખી તે મૂર્તિઓ પર્વતની ગુફાઓમાં પધરાવી દીધી છે જ્યાં આજે પણ દેવતાઓ પ્રતિમાઓની પૂજા કરે છે. આ તીર્થ થયેલા ઉધ્ધારાની સંક્ષિપ્ત યાદી નીચે મુજબ છે.
૧ ભગવાન શ્રી અષભદેવજીના સમયને ભરતચકીએ કરાવેલો ઉધ્ધાર, ૨ ભરતરાજાના આઠમા વંશજ દંડવીર્ય રાજાએ કરાવેલો ઉદ્ધાર. ૩ શ્રી સીમંધર તીર્થકરના ઉપદેશથી ઈશાનેં કરાવેલે ઉધ્ધાર. ૪ મહેન્દ્ર દેવેન્દ્ર કરાવેલે ઉધ્ધાર. ૫ પાંચમા બ્રક્ષેદ્ કરાવેલે ઉધ્ધાર. ૬ ચમરેન્દ્ર કરાવેલે ઉધ્ધાર. ૭ શ્રી અજિતનાથ તીર્થકરના સમયમાં સગર ચક્રવર્તીએ કરાવેલ ઉદ્ધાર. ૮ વ્યન્તરેન્દ્ર કરાવેલ ઉદ્ધાર. ૯ શ્રી ચન્દ્રપ્રભુ તીર્થકરના સમયમાં શ્રી ચંદ્રયશા રાજાએ કરાવેલ ઉદ્ધાર. ૧૦ શ્રી શાન્તિનાથ પ્રભુના પુત્ર ચકાયુદ્ધ રાજાએ કરાવેલે ઉધ્ધાર. ૧૧ શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાલમાં શ્રી રામચંદ્રજીએ કરાવેલ ઉધ્ધાર. ૧૨૪શ્રી નેમિનાથ તીર્થકરની વિદ્યમાનતામાં પાંડેએ કરાવેલ ઉદ્ધાર.
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com