________________
શ્રી શત્રુજય
* ૧૨ :
[ જૈન તીર્થને એક પવિત્ર સ્થાન અમનને પણ તે એ માને છે કે જેને પ્રલયકાલમાં પણ વિનાશ થતું નથી.
આ મહાન પવિત્ર તીર્થાધિરાજનું વિસ્તારથી વર્ણન કરતાં આખું પુસ્તક તૈયાર થઈ જાય છતાં યે સંક્ષેપમાત્રમાં તેનું વર્ણન જણાવું છું.
ત્રીજા આરાના અંતમાં વર્તમાન જૈનધર્મના આદ્યપ્રવર્તક શ્રી કષભદેવ ભગવાનને જન્મ થયો. આ અવસર્પિણું યુગમાં જેનધર્મમાં ચોવીશ તીર્થકર ભગવાન થયા છે તે બધામાં શ્રી ત્રાષભદેવજી પ્રથમ તીર્થકર હતા તેથી તેમને આદિનાથી પણ કહે છે.
- આ યુગમાં પ્રવર્તમાન માનવ ધર્મ, ધર્મ સંસ્કૃતિના આદ્ય પુરતા આ બાષભદેવજી જ છે. તેમણે પોતાના જીવનની ઉત્તરાર્ધ અવસ્થામાં સંસારત્યાગ કરી સાધુપણું સ્વીકાર્યું હતું. એક હજાર વર્ષ ઘેર તપશ્ચર્યા કંયા બાદ તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું.
શ્રી કષભદેવજી પિતાની સર્વજ્ઞાવસ્થામાં શ્રી શત્રુંજયગિરિ ઉપર અનેકાનેકવાર પધાર્યા હતા અને દેવરાજ દેવેન્દ્ર, નરેન્દ્ર, મનુષ્ય તથા પશુઓની સન્મુખ આ તીર્થની પૂજ્યતા, મહત્તા, પવિત્રતા તથા પ્રાચીનતાનું વર્ણન કર્યું હતું.
ભગવાન શ્રી રાષભદેવજીના પ્રથમ પુત્ર અને ભરતખંડના પ્રથમ ચક્રવર્તી ભરતરાજાએ આ ગિરિરાજ ઉપર બહુ જ વિશાલ ગગનચુંબી ભવ્ય સુવર્ણમય જિનાલય બંધાવ્યું અને તે જિનાલયમાં રનમય જિનબિંબની સ્થાપના કરી ત્યારથી તે આ તીર્થનું માહાસ્ય ઘણું જ વધ્યું.
બાદ શ્રી ઋષભદેવજીના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામીએ પાંચ કેડ મુનિમહાત્માઓની સાથે ચિત્રી પૂર્ણિમાને દિવસે આ ગિરિરાજ પર નિવાણપદ પ્રાપ્ત કર્યું. આજે પણ તે પવિત્ર દિવસની સ્મૃતિમાં હજારે જેન યાત્રીઓ યાત્રાર્થ આ ગિરિરાજ પર આવે છે.
આ સિવાય નમિ અને વિનમિ નામના વિદ્યાધર મુનિપંગ બે કોડ મુનિ મહાત્માઓની સાથે, દ્રાવિડ અને વારિખિલ નામના બંધુ મહર્ષિએ દશ કરોડ મુનિઓની સાથે, ચક્રવર્તી અને તેમના ઉત્તરાધિકારી અનેક રાજાઓ અનેક મુનિ મહાત્માઓની સાથે, શ્રી –રામચંદ્રજી, ભરત આદિ ત્રણ કરોડ મુનિઓની સાથે, શ્રી કૃષ્ણજીના સુપુત્ર પ્રદ્યુમ્ન અને શાખ આદિ સાડીઆઠ કુમારની સાથે, પાંચ પાંડે વિશ કરેડ મુનિ મહાત્માઓની સાથે, અને નારદઋષિ વગેરે એકાણું લાખ મુનિ મહષિઓ આ ગિરિરાજ પર મુક્તિ પામ્યા હતા. બીજા પણ અસંખ્ય મુનિ મહર્ષિએ આ પવિત્ર ગિરિરાજ ઉપર તપશ્ચર્યા કરી શાશ્વત સુખમક્ષસુખને પ્રાપ્ત
૧.તેમનાં પાંચ નામ છેઃ ઋષભદેવ, પ્રથમ રાજા, પ્રથમ ભિક્ષાચર, પ્રથમ તીર્થંકર અને આદિનાથ (યુગાદિનાથ)..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com