________________
સમેતશિખરજી
: ૪૭૦ :
[ જૈન તીર્થોને પહાડ જ ઊચો છે, તેમાં વળી આ ઊંચામાં ઊંચું શિખર છે. તેની ઉપર કરથી દેખાતું અને જાણે આકાશની સાથે વાત કરતું હોય તેવું મંદિરનું સફેદ-ઉજવલ શિખર ખરેખર બહુ જ હૃદયાકર્ષક લાગે છે. જેને ઉચ્ચ દશા પ્રાપ્ત કરવી હોય તે અહીંથી જઈ શકે છે એમ કહેતું હોય તેમ એ સ્થાન બહુ જ ભવ્ય અને પવિત્ર છે. અહીંથી આખા પહાડને દેખાવ બહુ જ રળીયામણું લાગે છે. આખા પહાડની લગભગ ઘણીખી દેરીઓનાં અહીંથી દર્શન થાય છે. નીચે તરફ ઢીલીછમ હરીયાળી ભૂમિ નજરે પડે છે. દૂર દૂર ચાના બગીચા દેખાય છે. દક્ષિણમાં દૂર સુદૂર દામદર નદી દેખાય છે. ઉત્તરે ત્રાજુવાલુકા દેખાય છે. પૂર્વમાં સામે જ શ્રી ચંદ્રપ્રભુની તેરી દેખાય છે. આખા પહાડ ઉપર ફરતાં કુલ છ માઈલ થાય છે. આ મંદિરજીનો જીર્ણોદ્ધાર કલકત્તાના પ્રસિદ્ધ દાનવીર રાય બદ્રીદાસ મુકીમ ઝવેરીએ કરાવેલ છે. મંદિરની બાજુમાં નીચે એક ઓરડીમાં છે. પેઢીને પૂજારી તથા સિપાઈ રહે છે
આ પ્રદેશમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની માનતા બહુ જબરી છે. અહીંની પ્રજા શ્રી પાર્શ્વનાથજીને વિવિધ નામે પૂજે છે અને શ્રદ્ધાથી નમે છે. “પારસનાથમણિ મહાદેવ, પારસમણિ મહાદેવ, પારસનાથ મહાદેવ, પારસનાથ બાબા, ભયહરપાનાથ, કાળીયાબાબા આદિ અનેક ઉપનામોથી અહીંની અજેન જનતા પ્રભુજીને રેજ સંભારે છે, ભકિતથી નમે છે અને ચરણ ભેટે છે. આ તીર્થ માટે ત્યાં સુધી સાંભળ્યું છે કે, “જે પારસનાથ નથી ગમે તે માતાના પેટે જન્મ્ય જ નથી ” અર્થાત્ તેને જન્મ વ્યર્થ ગયો છે.
શિખરજી ગિરિરાજ ઉપર શ્રી આદિનાથ પ્રભુ, શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી નેમનાથ પ્રભુ અને પરમાત્મા શ્રી મહાવીરદેવ સિવાયના વીશ તીર્થંકર અહીં જ આખરી અણસણ કરી મુક્તિ પામ્યા છે. આ સિવાય અનેક ગણધરે, સુરપંગ અને સ્થવિર મહાત્માઓ અણુસણ કરી અહી નિર્વાણ પામ્યા છે. છેલ્લે છેલે બી પાર્શ્વનાથ પ્રભુજી અને તેમને શિષ્યસમૂહ અહીં નિવાણ પામ્યા હોવાથી પહાડનું નામ પારસનાથ પહાડ કહેવાય છે. શિખરજીને શ્રી શત્રુંજય-- સિદ્ધાચલની સમાન ગ છે.
* આ વસ્તુ નીચેની સ્તુતિમાંથી સરલતાથી સમજાશે
“અષ્ટાપ શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરૂ વાસુપૂજ્ય ચંપાનયર સિદ્ધા, જેમ રેવા મિરિવરૂ સમેતશિખરે વીશ નિવર મુક્તિ પહાંગ્યા મુનિવરૂ ચોવીશ જિતને નિત્ય વંદુ સયલ સંવ સુહંક?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com