________________
ઈતિહાસ ]
': ૪૬૯ :
સમેતશિખરજી શાશ્વતજિનની ૪ દેરીઓ; ગૌતમાદિ ગણધરની ૧ દેરી, શુભ ગણધરની ૧ દેરી, અને એક જલમંદિર છે. જલમંદિરની પાસે જ વેતાંબર ધર્મશાલા, વેતાંબર કેઠીના નેકરે, પૂજારીઓ આદિને રહેવાની એક બીજી સ્વતંત્ર ધર્મશાળા છે. અને પાસે જ એક મીઠા પાણીનો સુંદર ઝરો છે. આખા પહાડમાં ઉપરના ભાગમાં અહીં જ બારે માસ પાણી રહે છે. છે. જૈન યાત્રિકને પૂજા અર્થે નહાવા વગેરેની સગવડ અહીં સુંદર રીતે મળે છે. ધર્મશાળામાં બેસી બાળકે વગેરે જલપાન, નાસ્તો વગેરે કરે છે.
ઉપર બધે પ્રદક્ષિણા કરનારા શ્રી ગૌતમસ્વામીની દેરીથી જ તેની શરૂઆત કરે છે. અનુક્રમે શ્રી કુંથુનાથજી, શ્રી કષભ પ્રભુજી, શ્રી ચંદ્રાનન પ્રભુજી, શ્રી નેમિનાથ પ્રભુજી, શ્રી અરનાથ પ્રભુજી, શ્રી મહિલનાથ પ્રભુજી, શ્રી શ્રેયાંસનાથ પ્રભુજી, શ્રી સુવિધિનાથ પ્રભુજી, શ્રીપદ્મ પ્રભુજી, શ્રી મુનિસુવ્રતરવામિ, શ્રી ચંદ્ર. પ્રભુજી (બધાયથી દૂર અને કઠિણ માર્ગ આ દેરીએ જવાને છે ), શ્રી ઋષભદેવજી, શ્રી અનંતનાથ પ્રભુજી, શ્રી શીતલનાથ પ્રભુજી, શ્રી સંભવનાથ પ્રભુજી, શ્રી વાસુપૂજ્ય પ્રભુજી, શ્રી અભિનંદન સ્વામિ અને ત્યાંથી વાસુપૂજ્ય પ્રભુજીની દેરી પાસે થઈ જલમંદિર જવું.
જલમંદિર આખા પહાડ ઉપર અહીંના મંદિરમાં જ મૂતિઓ છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની ચમત્કારિક મૂર્તિ છે. મંદિર બહુ જ સુંદર અને રળીયામણું છે. હમણાં સુંદર રંગથી વિવિધ પ્રકારનું ચિત્રલેખન ઝરીયાના ધર્મનિષ્ઠ શેઠ કાલીદાસ જશરાજ તરફથી કરાવવામાં આવેલ છે. બીજી મૂતિઓ પણ સુંદર અને પ્રભાવશાલી છે. મંદિરને ફરતે કિલે છે, જેથી વ્યવસ્થા સારી રહે છે. આ સ્થાન સ્પે. દિ. ઝઘડાથી મુક્ત છે. અહીં એકલા વેતાંબર જેને જ દર્શને આવે છે.
જલમંદિરની સામે જ શ્રી શુભ ગણધરની દેરી છે. મંદિરની સામેથી જ રસ્તે નીકળે છે. રસ્તે વિકટ છે અને દેરી ખંડિત થયેલી હોવાથી ત્યાંથી પાદુકાઓ લઈને જલમંદિરમાં બિરાજમાન કરવામાં આવેલ છે. દેરીના જીર્ણોદ્ધારની જરૂર છે. પહેલાં પહાડ ઉપર આવવાને સરલ માર્ગ અહીંથી હશે. શુભ ગણધરની ફરીથી પુનઃ જલમંદિર આવી ત્યાંથી અનુક્રમે, શ્રી ધર્મનાથ પ્રભુ, શ્રી સુમતિનાથ પ્રભુ, શ્રી શાંતિનાથ પ્રભુ શ્રી મહાવીરસ્વામી, શ્રી સુપાર્શ્વનાથજી, શ્રી વિમલનાથ પ્રભુજી અને શ્રી નેમનાથ પ્રભુજી, સૌથી છેલ્લે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની દેરીએ જવું. જલમંદિરથી ૧ માઈલ દૂર મેઘાડંબર ટુંક ઉપર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની સુંદર દેશ છે. આને શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની ટુંક પણ કહે છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર આખા પહાડમાં ઊંચી ટેકરી ઉપર આવેલ છે. ઉપર મંદિરમાં જવા માટે ૮૦ પગથિયાં ચઢવાં પડે છે. એક તો શિખરજીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com