________________
ઇતિહાસ ] : ૪૫૫ :
રામગૃહી છે. અહીં પૂર્વાભિમુખ કિલામાં પશ્ચિમાભિમુખ મંદિર છે. મૂળનાયક શ્રી શામળીયા પાર્શ્વનાથજીની સુંદર મૂતિ છે. જમણી બાજુમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ તથા ડાબી બાજુમાં મુનિસુવ્રતસ્વામીની પાદુકાઓ છે. ચારે બાજુમાં જ દેવકુલિકાઓ છે, જેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ, શ્રી આદિનાથ પ્રભુ, શ્રી નેમિનાથજી તથા શ્રી પદ્મ નાથજીની પાદુકા છે. ઉદયગિરિથી ઉતરી નીચે આવતાં શ્વેતાંબર પેઢી તરફથી ભાતું અપાય છે. ગરમ પાણીની સગવડતા રહે છે. અહીં ભાતા તલાટીના મકાનની જરૂર છે, સગવડ થાય છે. જે શક્તિવાળા હોય છે તે અહીંથી ચોથા પહાડ તરફ જાય છે, અને નહીં તે સીધા ધર્મશાળાએ જાય છે. અહીંથી ધર્મશાળા માઈલ દૂર છે. ચોથા પહાડનું નામ સુવર્ણગિરિ છે.
સુવણગિરિઃ–પહાડને ચઢાવ ઠીક છે. ઉપર પૂર્વાભિમુખ મંદિર છે. શ્રોત્રાષભદેવ પ્રભુની મૂતિ મૂળનાય છે. અહીંથી ઉતરી વિમારગિરિ જવાય છે.
વૈભારગિરિ-આ પહાડને ચઢાવ બહુ સારે છે-રસ્તો પણ સારો છે. શ્વેતાં બર ધર્મશાળાથી મા માઈલ દૂર છે. અહીંથી પહાડ ઉપર ચઢવાને રસ્તે સરલ છે. પહાડની પાછળ શ્રેણિક ૨જાનો ભંડાર અને રોહિણીયા ચોરની ગુફા આવે છે અહીંથી પણ પહાડ ઉપર જવાનો માર્ગ છે પણ પૂરેપૂરો મુશ્કેલીભર્યો છે. અમે થોડું ચક્કર ટાળવા માટે અહીંથી જ ચઢયા પરતુ પાછળથી એમ લાગ્યું કે આ સાહસ કરવા જેવું નહોતું. પાંચે પહાડોમાં આ પહાડને રસ્તે બહુ જ સરલ અને સીધે છે. પહાડ પણ બહુ જ સારો છે. પૂર્વ દિશામાં શ્રી ગુણયાજીનું મંદિર તથા ઉત્તર તરફ શ્રી પાવાપુરીનું જલમંદિર આ પહાડ ઉપરથી જણાય છે. દશ્ય બહુ જ હદયંગમ અને ચિત્તાકર્ષક લાગે છે. (૧) પહાડ ઉપર પૂવૉભિમુખ મંદિરમાં જિનભૂતિ છે. જમણી બાજુ નેમિનાથ પ્રભુ અને ડાબી બાજુ શાન્તિનાથ પ્રભુની પાદુકા છે. (૨) ઉત્તરાભિમુખ ધનાશાલિભદ્રની મૂર્તિ હમણાં નવી થયેલી છે પ્રતિષ્ઠા થવાની છે. (પહેલાં જૂની મૂતિ હતી તે ખંડિત થઈ ગઈ છે.) (૩) પૂર્વાભિમુખ મંદિર છે. તેમાં વચમાં દેરીમાં શ્રી શાન્તિનાથ પ્રભુની પાદુકા છે. ચાર ખૂણાની ઘુમટીમાં શ્રી નેમિનાથ, શાન્તિનાથ, કુન્થનાથ તથા આદિનાથ પ્રભુના ચરણ છે. (૪) શ્રી મુનિસુવ્રતસ્વામીનું પૂર્વાભિમુખ સુંદર મંદિર છે. જમણી બાજુ શ્રી વીરપ્રભુની પાદુકા છે. ( પ્રભુની મૂતિ બેસારવાની છે.) ડાબી બાજુ શ્રી વીરભુનો મૂર્તિ છે. આ મંદિરની ડાબી બાજુ શ્રી જગતશેઠનું મંદિર છે અને જમણી બાજુમાં પુરણ જૈન મંદિરનું ખંડિએર છે.
અત્યારે આ સ્થાન P. W. D. ના તાબામાં છે. બૌદ્ધકાલીન શિલ્પને : અનુરૂપ પ્રાચીન વેતાંબરી જિનમૂર્તિઓ છે. લગભગ આને મળતી મૂતિઓ અમે નીચેના મંદિરમાં (રાજગૃહીના મંદિરમાં) અને પટણાના મંદિરમાં જોઈ હતી. આ મંદિરની નીચે બે ગુફાઓ છે, જેમાં અનેક સુવિહત મુનિપુંગવેએ અનશન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com