________________
રાજગૃહી
[ જૈન તીર્થોને રાજગૃડી લાઇનનું છેલ્વે સ્ટેશન છે, અહી પિસ્ટ અને તાર એફિસ છે. સ્ટેશન થી ૦ માઈલ દૂર જૈન શ્વેતાંબર વિશાલ ધર્મશાળા છે. તેની નજીકમાં કિલેબંધીમાં બે જિનમંદિર છે. એકમાં શ્રી મુનિસુવ્રતસ્વામી મૂળનાયક છે. બીજામાં શ્રી પાર્શ્વનાથજી પ્રભુ મૂળનાયક છે. આમાં બુદ્ધકાલીન શિપકળાના નમૂનારૂપ જન મૂર્તિ ખાસ દર્શનીય છે. બોધકાલીન શિપના ઉદય વખતે તેનું અનુસરણ જૈન શિલ્પીએ પણ કર્યું છે. આવા પ્રદેશમાં તેના ઘણા નમૂના મળે છે. આ વિષય તરફ જન વિદ્વાનોએ ખાસ લક્ષ આપવાની જરૂર છે, ત્રીજું મંદિર અત્યારે ખાલી છે. ઉપર પણ નેમનાથ પ્રભુનું મંદિર છે. નીચે મંદિરની બાજુમાં દાદાજીની દેરી છે. અને અંદરના દરવાજામાં પેસતાં જ એક મોટે શિલાલેખ નજરે પડે છે. આમાં મંદિરના ઉધારનું વર્ણન છે. તેની બાજુમાં જ વેતાંબર પેઢી છે. છવ્વારની ખાસ આવશ્યકતા છે. સામે જ ધર્મશાળા છે. ગામ બહાર પહાડની નજીકમાં નહાર બિડીંગ છે, જે કલકત્તાના પ્રસિધ્ધ ઇતિહાસગ્ન બાબુ પુરણચંદ્રજી નહારે બંધાવેલ છે.
ધર્મશાળાથી એક માઈલ વિપુલગિરિ પહાડ છે. રસ્તામાં જતાં દિગંબરી ધર્મશાળા તથા મંદિર તેમજ સરકારી ડાક બંગલે આવે છે. ત્યાર પછી ગરમ પાણુંના પાંચ કુંડ આવે છે. પહાડને રસ્તે વાંકેચુકે અને ચઢાવ સામાન્ય રીતે કઠણ છે મેટા મેટા પથરે વચમાં પડયા છે એટલે રસ્તે કઠણ લાગે છે, અહીં પ્રાચીન કાલીન નાની દેરીએ -નાનાં દેરાં છે, જેમાં એકમાં અઈમુત્તા મુનિની મનહર પાદુકા છે. ત્યાર પછી અનુક્રમે કમળપત્ર પર પધરાવેલ શ્રી વીર. પ્રભુની પાદુકાઓ છે. ( જે ચૌક ચોમાસાના સ્મરણરૂપે છે ) ઉત્તરાભિમુખ શ્રી મુનિસુવ્રત સ્વામીનું મંદિર (ચાર કલ્યાણકનું) ચંદ્રપ્રભુનુ મંદિર, સમવસરણની રચનાવાળું શ્રી વીર પ્રભુનું અને રાષભદેવનું મંદિર છે. વિપુલગિરિથી ઉતરી રત્નગ૨ જવું.
રત્નગિરિ–અહિં ઉત્તરાભિમુખ શ્રી શાન્તિનાથનું મંદિર છે. તેમજ વચ માંના રતૂપમાંના ગોખમાં શાન્તિનાથ, પાર્શ્વનાથ, વાસુપૂજ્ય અને તેમનાથ પ્રભુની ચરણપાદુકાઓ છે. ત્યાંથી ઉદયગિરિ જવાય છે.
ઉદયગિરિ–પહાડને ચઢાવ કઠણ છે. મૂળ સીધે પહાડ હેવાથી કઠણ લાગે
* શ્રી મુનિસુવ્રતસ્વામીનો રાજગૃહનગરમાં જન્મ થયો હતો. તેમના પિતા સુમિત્ર રાજા, અને પદ્મારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આગ્યા પછી માતાપિતા મુનિરાજની પેઠે શ્રાવકના ભલા વ્રત સાચવવા લાગ્યાં : એ ગર્ભને પ્રભાવ જાણી મુનિસુવ્રત નામ દીધું. તેમનું વીશ ધનુષ્ય શરીરમાન, અને ત્રીસ હજાર વર્ષનું આયુષ્ય જાણવું. કૃષ્ણ વર્ણ તથા લાંછન કાચબાનું જાણવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com