________________
પટણ |ઃ ૪૪૬ :
[ જૈન તીર્યને નું સ્થાન રહ્યું છે. અને સમ્રાટ અશેકના સમયને બાદ કરતાં બાકીના સમયમાં તેણે જ પુરીનું ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આજે એ નગરીમાં મહાન પરિવર્તન થઈ રહ્યું છે. પટણા પાઘડીપને ૨૩ થી ૨૫ માઈલ લાંબું છે તેની બન્ને બાજુ નદી આવેલી છે. પટણથી પશ્ચિમમાં આઠ કાશ દૂર સેનભદ્રા નદી છે. તેમજ નજીકમાં જ સરયુ નદી વહે છે. તે બન્ને નદીઓ અહીં ગંગા નદીને મળે છે.
પટણામાં સાત પાંચ શ્વેતાંબર શ્રાવકોની વસ્તી છે. એક બજારમાં એક સુંદર ભવ્ય વેતાંબર જૈન મંદિર છે. (જો કે તેને બે મંદિર કહે છે પણ બને મંદિર સાથે લેવાથી અહીં એક જ લખેલ છે). તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂર્તિ છે. નજીકના મંદિરમાં પણ શ્રી પાર્શ્વનાથ પ્રભુ મૂલનાયક છે. અહીં અમે એક સુંદર વાધારી પત્થરમાંથી કતરેલ વસ્ત્રનાં આકારથી અને અલંકારોથી વિભૂષિત જિનમતિ જોઈ. જેઓ આભૂષણે અને વસ્ત્રાદિને વિરોધ કરે છે, તે મહાશયે એક વાર આ મૂતિ જુએ અને પછી જ પોતે અભિપ્રાય વ્યક્ત કરે તે ઉચિત છે. - મંદિરની નજીકમાં જ એક સુંદર વેતાંબર જૈન ધર્મશાલા છે. આ સિવાય ગામમાં એક બીજી પણ ધર્મશાળા છે. પટણથી પશ્ચિમમાં આપણા મંદિરથી છે માઈલ દૂર અને ગુલાબજાર સ્ટેશનની સામે જ તુલસીમડીમાં મહાત્મા સ્થૂલિભદ્રજીની ચરણપાદુકાની દેરી છે. નજીકમાં સુદર્શન શેઠનું ભૂલીના સિંહાસનનું સ્થાન છે. શ્રી સ્થૂલભદ્રજીની પાદુકાનું સ્થાન નીચાણમાં છે. ત્યાં એક મીઠા પાણીને ક, આંબાવાડીયું અને સામે જ સુંદર તળાવ છે જેમાં અંદર કમલ થાય છે.
સુદર્શન શેઠની દેરી ઉપર જવાની સીડી તદ્દન જીર્ણ થઈ ગઈ છે. રસ્તે પણ સારે નથી. જીર્ણોદ્ધારની ઘણી જ જરૂર છે. ગામથી ૧ માઈલ દૂર દાદાજીને બગીચે, મંદિર અને ધર્મશાળા છે.
આ સેનભદ્રા નદી એ જ છે કે જેનો જૈન સમાં સુવર્ણવાલુકા નામે ઉલેખ મળે છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુનું અધુ વસ્ત્ર અહીં જ પડી ગયું હતું. પ્રાચીન તીર્થ મળામાં કવિ શ્રી સૌભાગ્યવિજયજી આ પ્રમાણે લખે છે–
અનુક્રમે હે સોવન નહિ ઘાટકે વાટ વહે પટણાતણજી; છતાં વીરનો હે વલગે રહી વસ્ત્ર કે વર્ણવાલકા તે ભણી છે. ૧૫ વા વિસ્તારે હે નદીને પાટ કે ત્રિણ કેસથકી તદાજી; ગાક વાટે હે ગયા દિશિ નાયકે અટવિ સુખદાયક સદાઇ.” ૧૬
(પ્રાચીન તીર્થમાળા પૃ. ૭૯) આ સેનભતા નહી આ જ પણ બહુ જ લાંબી ચડી છે. સામે કાંઠે જતાં રેતીના ઢગના ટમ ખૂદવા પડતા, સાધુ સાધવીઓને આ નદી ઉતરતાં ભારે મુશ્કેલી પડતી હતી હમણાં તો મે પુલ થઈ ગયું છે એટલે એટલી બધી મુશ્કેલી પડતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com