________________
-
ઈતિહાસ ]
અહીં ચોરાશી વાદશાળાઓ હતી અને ગંગા નદી પણ અહીં જ વહે છે.
કલ્કી રાજા, પ્રાતિપદાચાર્ય પ્રમુખ શ્રી સંઘ પાણીમાં ડુબતા બચી જશે. તે જ નગરમાં પુનઃ બીજે કકી થશે. તેના વંશમાં ધમદત્ત, જીતશત્રુ અને એવષ આદિ રાજાઓ થશે.
આ નગરીમાં નંદરાજાએ નવાણું કરાડ દ્રવ્ય દાટયું હતું. તેના ઉપર પાંચ સ્તૂપ હતા. આ દ્રવ્ય મેળવવાની લાલસાથી લક્ષણાવતીના સૂરત્રાણે અનેક ઉપાય કર્યો પણ કાંઈ મળ્યું નહિં.
અહી શ્રી ભદ્રબાહસ્વામી, આર્ય સુહસ્તિસૂરિ, અને વારવામી વગેરે મોટા યુગપ્રધાન આચાર્યો વિચયા છે. પ્રાતિપદાચાર્ય પ્રમુખ આચાર્યો વિચરશે.
આ જ નગરમાં ધન શેઠની પુત્રી રૂકમણિ ક્રોડે સેનામહે સાથે શ્રી વજ. સ્વામીને પરણવા ચાહતી હતી. વાસ્વામીએ તેને ત્યાગ કરી, તેને ઉપદેશ આપી દીક્ષા આપી હતી.
મહામાં સુદર્શન શેઠ દીક્ષા લઈ અહીં પધાર્યા ત્યારે મરીને વ્યંતરી થયેલી અભયા રાણીએ બહુ ઉપયગો કર્યા હતાં છતાં સુદર્શન શેઠ અચલ રહ્યા હતા.
અહીં બાર વર્ષને દુકાળ પડવાથી સુસ્થિતાચા પિતાને સાધુસમૂહ કેશાન્તર મોકલે. માત્ર બે નાના શિષ્યોને રાખ્યા હતા. તેમને ભિક્ષા સુલભતાથી ન મળતી તેથી અંજનબળે રાજા ચંદ્રગુપ્તની થાળીમાંથી ભેજન લઈ જતા. પછી ચાણકયે યુક્તિથી તેમને ઓળખ્યા. ગુરૂએ ચાણક્યને ઠપકો આપ્યો કે તારા જે જૈન મંત્રી હોવા છતાં સાધુને આહાર ન મલે ? એટલે ચાણક્ય બધી વ્યવસ્થા કરી.
આ નગરીમાં મહાપ્રભાવિક શ્રી વાસ્વામીએ પોતાના રૂ૫-પરાવર્તનને ચમત્કાર બતાવ્યા હતા.
આ નગરમાં માતૃ દેવતા નામની દેવીનું ચમત્કારી સ્થાન હતું. તેના પ્રભાવથી નગર છતાતું ન હતું. ચાણકયે યુક્તિથી નગરજનો દ્વારા જ તે સ્થાન ઉખેડી નંખાવ્યું અને પછી ચંદ્રગુપ્ત તથા પર્વત રાજાએ તે નગર જીતી લીધું.
આ નગરમાં ચૌદ વિલા, સ્મૃતિ, અઢાર પુરાણ અને પુરુષની બહેતર કલામાં નિપુણ ભરત, વાત્સાયન અને ચાણકયરૂપ ત્રણ રને થયાં છે. તેમજ અનેક વિદ્યાઓના પારગામી વિધાને પણ અહીં થયા છે.
પ્રાતઃસ્મણીય શ્રી આરક્ષિતસૂરિ ચૌદ વિદ્યા ભણીને અહીંથી દશપુર પધાર્યા હતા.
અહીં અનેક ધનાઢયે ધનકુબેરે, ધનભંડારીઓ થયા છે.
પટણા નગરી સેંકડો વર્ષ સુધી ભારતની રાજધાની અને જેનપુરી રહી હતી. મહારાજ ઉદાયીન સમયથી લઈને ઠેઠ સમ્રા સંપ્રતિ સુધી પટણું મુખ્ય રાજધાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com