________________
પટણા
[ જેને તીર્થને ચંદ્રાવતી તીર્થને પરિચય પં. શ્રી વિજ્યસાગરજી મહારાજ પિતાની સમેતશિખર તીર્થમાળામાં નીચે પ્રમાણે આપે છે
ચંદ્રપુરિ ચાર કોશ ચંદ્રપ્રભ જનમ ચંદનંઈ ચરચિવું ચઓત્તારૂ એ, પૂજું પગલાં પુલિત ચંદ્ર માધવ હવડાં પ્રથમ ગુણઠાણું આ એ ? શ્રી જયવિજયજી પિતાની સમેતશિખર તીર્થમાલામાં જ જણાવે છે કેચંદ્રપ્રભ જિન અવતર્યાએ ચંદ્રપુરી સુવિસાલ તઉ. શ્રી ચંદ્રપ્રભ પાદુકાએ નિત નમીઈ ત્રિણ કાલ ત૭ (૨૦)
૫ટણ મગધસમ્રાટું શ્રેણિકના પૌત્ર ઉદાયીએ આ નગર વસાવ્યું છે. ગંગાને કિનારે અર્ણિકાપુત્રના હાડકાં (પરી) પર પાટલી વૃક્ષ ઊગેલું હતું તે સ્થાને નગર વસાવ્યું છે. પાટલી વૃક્ષ ઉપર નગર થપાયું હોવાથી નગરનું નામ પાટલીપુત્ર પડયું. તેમજ ત્યાં ફૂલે ઘણાં થતાં હોવાથી તેનું નામ કુસુમપુર પડયું. રાજાએ દરેક સામગ્રી સહિત તેમજ જિનમંદિરથી વિભૂષિત ચાર ખૂણાવાળું નગર વસાવ્યું હતું.
ઉદાયીરાજાએ અહી શ્રી નેમિનાથ પ્રભુજીના સુંદર મંદિરની સ્થાપના કરી હતી. તેમજ હસ્તિશાળા, અશ્વશાળા, રથશાળા, પ્રાસાદ, મહેલ, કિટલે, દાનશાળા, પૌષધશાળા વગેરે બનાવ્યું. રાજા પરમ આતપાસક જૈન હતા. એક વાર રાજા પૌષધ લઈને સુતા હતા ત્યારે તેના દુશમને તેમને મારી નાંખ્યા. શુભ ભાવનાએ મરી રાજા સ્વર્ગે ગયા. - શ્રી વીર ભગવાનના નિર્વાણ પછી સાઠ વર્ષ અને મહારાજા ઉદાયી પછી હજામ અને વેશ્યાને પુત્ર નંદ ગાદીએ બેઠે. આ વંશમાં બીજા આઠ રાજાઓ થયા અને નંદ વંશ ચાલ્યો. નવમા નંદના વખતમાં પરમ શ્રાવકના કલ્પકના વંશમાં થયેલા શકડાલમંત્રી હતા. તેને થૂલભદ્રજી અને સિરીયક બે પુત્રો, યક્ષ, યક્ષદરા, ભૂતા, ભૂતદત્તા, એણ(સેણું ),વેણુ, રણ આ નામની સાત કન્યાઓ હતી. તેઓ અનુક્રમે એક એક વાર સાંભળે તે સર્વ તેમને યાદ રહી જતું. આ નગરમાં કેશા અને તેની બહેન ઉપકેશા નામની વેશ્યાઓ હતી.
આ નગરમાં ચાણકય મંત્રી રહેતું. તેણે નંદરાજાના વંશને મૂળથી ઉખેડી મૌર્ય વંશની સ્થાપના કરી, ચંદ્રગુપ્તને ગાદી પર બેસાડે તેની પછી તેના વંશના બિંદુ સાર, અશેક અને કુણાલ નામના રાજાઓ થયા. પછી કુણાલપુત્ર સંપ્રતિ રાજા થયા તે ત્રણ ખંડ ભરતક્ષેત્રના સ્વામી હતા. પરમ શ્રાવક થયા. અનાર્ય દેશમાં પણ સાધુઓને વિહાર કરાવી જૈન શાસનની પ્રભાવના કરી હતી.
સુપ્રસિદ્ધ વાચક ઉમાસ્વાતિજી મહારાજે સભાગ્ય તત્ત્વર્થાધિગમસૂત્ર અહીં જ બનાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com