________________
સિંહપરી
: ૪૪ર :
[ જૈન તીર્થોને સિંહપુરી બનારસ(કાશી)થી ચાર માઈલ દૂર શ્રી સિંહપુરી તીર્થ છે, જ્યાં શ્રી એયાંસનાથ પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ચાર કલ્યાણક થયાં છે. સિંહપુરીના સ્થાને અત્યારે હીરાપુર-હીરાવનપુર નામે ગામ છે. સામાન્ય રીતે તે ગામ ઠીક છે. સિંહપુરીનું વેતાંબર જૈન મંદિર ગામથી એક માઈલ દૂર જંગલમાં છે, ત્યાં આંબાવાડીયું છે. સ્થાન એકાંતમાં ધ્યાન કરવા લાયક છે. ત્યાં એક સુંદર ધર્મશાલા છે અને તેની બાજુમાં જ સુંદર મંદિરનું વિશાલ કમ્પાઉન્ડ છે. કમ્પાઉન્ડના મધ્ય ભાગમાં એક સુંદર જિનમંદિર છે જેમાં શ્રી શ્રેયાંસ નાથ ભગવાનની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. તેની સામે જ સમવસરણના આકારનું એક મંદિર છે, જે શ્રેયાંસનાથ પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકનું સૂચન કરે છે. તેમાં પ્રભુની ચાર ચરણપાદુકા છે. અગ્નિ ખૂણામાં ઉપરના ભાગમાં નાનું મંદિર છે, જેમાં અધિષ્ઠાયક દેવની મૂર્તિ સ્થાપી છે. નૈઋત્ય ખૂણામાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુનાં માતા સૂતેલાં છે અને ચૌદ સુપન જુએ છે તે આરસમાં કતરેલાં છે. વાયવ્યા ખૂણામાં જન્મ કલ્યાણકની સ્થાપના છે અને ઈશાન ખૂણામાં પ્રભુના દીક્ષા કલ્યાણ કની સ્થાપના છે. તેમાં સુંદર અશોક વૃક્ષ આરસનું બનાવેલું છે. અને તેની નીચે પ્રભુ દીક્ષા લે છે એ દેખાવે છે. નીચેની છત્રીમાં પ્રભુના ચ્યવન કલ્યાણકની સ્થાપના છે અને બીજી એક છરીમાં મેરુપર્વતને આકાર, ઈન્દ્રાદિકનું આવાગમન અને પ્રભુને ન્હાવણ આદિનું દશ્ય આરસમાં આળેખેલ છે. તેમજ એક છત્રોમાં શ્રી યાંસનાથ પ્રભુની સુંદર પાદુકાઓ બિરાજમાન છે.
એક બાજુ આ તીર્થોદ્ધારક યતિવર્ય શ્રી કુશલાજી મહારાજની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. કહેવાય છે કે બનારસમાં બ્રાહ્મણેના પરિબળને લીધે ન મરની વ્યવસ્થા બરાબર ન હતી. તે વખતે યતિવર્ય શ્રી કુશવાજી મહારાજે જગ્યા મેળવી જૈનના મંદિર આદિ બધું સમરાવ્યું. જૂનું જે મંદિર હતું તેને પણ ઉદ્ધાર કરાવ્યું. પછી ધીમે ધીમે મંદિરે વધતાં ગયાં. તેમણે અને ત્યાંના
* શ્રી શ્રેયાંસનાથજી–તેમનું જન્મસ્થાન સિંહપુરી. પિતાનું નામ વિષ્ણુ રજા. માતાનું નામ વિષ્ણુ રા. કેઈ દેરાસરજીચ પરંપરાગત દેવતા અધિછિત સજાની પૂજા થતી હતી, તેના ઉપર ન કોઈ બેસતું કે સૂતું. તે સાજા ઉપર જે બેસે કે સૂવે તેને પકવ પતે. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા પછી માતાના મનમાં લાગ્યું કે-વગુરૂની પ્રતિમાની તે પૂજા થાય પરંતુ સજાની પૂજા કયાંયે સાંભળી નથી. એમ વિચારી ત્યાં શાળ કરનાર પુરૂષની મનાઈ છતાં, પ્રભુ માતા ત્યાં જઈ સૂતાં અને દેવતાએ ઉપદ્રવ ન છે. ત્યાર પછી એ સજજાને રાજા પ્રમુખે ઉપયોગ કર્યો. આવો ગર્ભને મહિમા જાણી રનું નામ શ્રેયાંસકુમાર રાખ્યું. એશી ધનુષપ્રમાણુ શરીર, ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય, સુવર્ણ વર્ષ અને લાંછન ગેંડાનું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com