SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ બનારસ [ જૈન તીર્થને મંદિરમાં, ઝાડ નીચે અને બ્રાહણેના ઘરના આંગણામાં પણ જિનપ્રતિમાઓ છે. આ વાંચી હૃદય દ્રવે છે. જુઓ તેમના શબ્દ “પરતષિ અલકાપુરી જીસીએ દિઈ જહાં બહુ ચિત્રતઉ ૧૨ છે એણે નયરિં દેય છનવરૂએ જનમ્યા પાસ સુપાસ તઉ તિષ્ઠિ કામઈ દેઈ જીણહરૂએ પહવિ કરઈ પ્રકાસ ત છે ૧૩ છે પ્રથમ ચતુર્મુખ ચર્ચઈ એ પગલા કરીને પ્રણામ તઉ . સુરનર જસ સેવા કરઈએ ભવિજણ મન વિશ્રામ તક છે ૧૪ છે મૂરતિ મેહનવેલડીએ બઈઠા પાસ જિર્ણોદ તક કેસર ચંદન કુસમસ્યએ પૂજઈ પરમાણંદ તક છે ૧૫ . જઈ સુપાસનઈ દેહઈ એ પૂજ પ્રભુ જયકાર ત નયરમાં હિતવ નિરપીઈએ પ્રતિમાસંષ ન પરત છે ૧૬ કેઈ દી સઈ રૂદ્ર ભવનમાં એ કઈ થાપી તરૂ છાહિ તર. કેઈ દીસઈ વિપ્ર આંગણુઈએ કેઈ માંડી મઠમાહિ તક” છે ૧૭ ત્રણસો વરસ પહેલાં કાશીમાં આ સ્થિતિ હતી. વર્તમાન બનારસને પરિચય બનારસમાં અત્યારે નવ જિનમંદિરે છે. ૧. ઠઠેરબજારમાં શ્રી યશોવિજ્યજી જૈન પાઠશાળાના મકાનમાં શ્રી પાર્શ્વ નાથનું મંદિર-સુંદર સફેદ ત્રણ વિશાળ મૂર્તિઓ છે. ૨. ચિન્તામણી પાર્શ્વનાથજીનું-રામઘાટનું મંદિર. આ મંદિર મોટું છે. આ મંદિરમાં ચાર જુદા જુદા ભાગમાં ચારે દેરીઓમાં પાર્શ્વનાથ ભગવાન મૂલનાયક છે. બીજી પણ ઘણું મૂર્તિ છે. ભંડારમાં બીજી પણ પ્રતિમાઓ છે. જેમાં પાનાની લીલી, પરવાળાની લાલ તથા કસેટીની શયામ પ્રતિમાઓ છે. ભેંયરામાં પણ ત્રણે લાઈનમાં મૂર્તિઓ છે. વચમાં શ્રી પાર્શ્વનાથજીની મોટી મૂર્તિ છે. ૩. આદિ ભગવાનનું. ૪. ગોડી પાર્શ્વનાથજીનું. ૫. કેશરીયાજી પાશ્વનાથજીનું. આ પ્રતિમાજી સંપ્રતિ મહારાજના સમયનાં પ્રાચીન કહેવાય છે. ૬. શામળીયા પાર્શ્વનાથજીનું. યરામાં પાર્શ્વનાથજીની શ્યામ પ્રતિમાજી છે. માળ ઉપર પણ ચામુખજીની ચાર શ્યામ પ્રતિમાઓ છે. ૭. આદિનાથજીનું. ૮. શાંતિનાથજીનું. ૯, આદિનાથજીનું. ઝવેરીના ઘરમંદિરમાં સુંદર સફેદ હીરાની શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે. પ્રતિમાજમાં અંદર આભૂષણે-લંગેટ વગેરેની રચના બહુ જ બારીકાઈથી સુંદર રીતે આલેખેલ છે. ખાસ દર્શનીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy