SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ બનારસ . = ૪૩૬ [ જૈન તીથી કલ્યાણજીની પેઢી, કલકત્તા, મુંબઈ શ્રી સંઘ વગેરેએ લક્ષ આપી શીધ્રાતિશીવ્ર જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર છે. વિવિધ તીર્થકલ્પકાર બે વારાણસીકલ્પમાં ” કાશીમાં બનેલી ઘટનાઓ આપે છે, જેને સારા નીચે મુજબ છે. “ દક્ષિણ ભરતાર્થના મધ્ય ખંડમાં કાશી નામની નગરી છે. વરણા અને અસિ નામની બે નદીઓ અહીં નજીકમાં જ ગંગા નદીને મળે છે તેથી બીજું નામ વારાણસી છે. અહીં સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથજી ઈફવાકુ કુલના રાજા મહિપતિની પટ્ટરાણે પૃથ્વીદેવીની કુક્ષીમાં જન્મ્યા હતા. અનુક્રમે રાજ્યલક્ષમી ભગવ્યા પછી સંવત્સરી દાન આપી દીક્ષા પણ ગ્રહણ કરી હતી. બાદમાં નવ મહીના છદ્મસ્થાવસ્થામાં વિચરી, કેવળજ્ઞાન પણ અહીં જ પ્રાપ્ત કર્યું હતું. આ રીતે શ્રી સુપાર્થ નાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલ એમ ચાર કલ્યાણક થયાં છે. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન પણ ઈફવાકુ વંશના અશ્વસેન રાજાની પટ્ટરાણ વામાદેવીની કુક્ષીથી અહીં જ જન્મ્યા હતા. તેમના પણ અવન, જન્મ, દીક્ષા અને કેવલ ચારે કલ્યાણક અહીં જ થયા છે. મકિણુકાના ઘાટ ઉપર પંચાગ્નિ તપશ્ચર્યા કરતા કમઠ નામના તાપસને શ્રી પાશ્વનાથ ભગવાને કુમારપણામાં જ તેની સામે બળતી ધૂણીના કાષ્ઠ (લાકડા)માંથી બળતા સાપને બહાર કઢાવી, જીવનદાન આપી નવકાર મહામંત્ર સંભળાવ્યો હતો અને કુપથ(મિથ્યાત્વમાગ)નું નિરસન કર્યું હતું. • આ નગરીમાં જ કાશ્યપ નેત્રવાળા ચાર વેદના જાણકાર વકર્મમાં કુશળ અને સમૃધશાલી અને સાથે જ જન્મ પામેલા જયઘોષ અને વિજયષ નામના બે ઉત્તમ બ્રાહ્મણે થયા હતા. એક વાર જયશેષ ગંગા નદીમાં સ્નાન કરવા ગયે ત્યાં સાપે પકડેલે દેડકો જે અને સાપને નળીઆએ પકડેલે જે. નેળીઓ સપને ખાઈ રહ્યો હતો અને સર્પ દેડકાનું ભક્ષણ કરી રહ્યો હતે. દેડકો ચિત્કાર શબ્દ કરી રહ્યો હતે. આ ભીષણ પ્રસંગ જોઈને જયશેષ પ્રતિબોધ પામે અને જૈનાચાર્ય પાસે સાધુપણું ગ્રહણ કર્યું. દીક્ષા લઈ એક રાત્રીની પ્રતિમા વહન કરી વિહાર કર્યો. ફરતા ફરતા જયશેષ મુનિ પુનઃ આજ નગરીમાં આવી પહોંચ્યા. માસખમણના પારણે બ્રાહ્મણના યજ્ઞના પાડામાં ગૌચરીએ ગયા. ત્યાં બ્રાહ્મણોએ આહાર ન આવે અને તે સ્થાનમાં આવવાને પણ નિષેધ કર્યો. જયઘોષ મુનિએ તેમને મુનિધમ સમજાવ્યું અને શાસ્ત્રાનુસાર સાધુઓના આહાર લેવાનો વિધિ સમજાવ્યો અને બ્રાહ્મણને પ્રતિબંધ આપે. વિશેષ વિરક્ત થયો અને ભાઈની પાસે જ દીક્ષા લીધી. અનુક્રમે બન્ને ભાઈઓ કમ ખપાવી મેક્ષે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy