________________
પૂર્વાચાર્યોનું પરિભ્રમણ : ૪૩ર :
[ જૈન તી ’ - ૬ માનદેવસૂરિજીએ તક્ષશિલાન જન સંઘની શાંતિ માટે લઘુશાન્તિસ્તોત્ર બનાવ્યું હતું - ૭ વાચક ઉમાસ્વાતિજી ઉચ્ચાનગરી શાખાના વાચનાચાર્ય હતા. તેમણે અહીંના વિદ્યાપીઠ માટે તત્વાર્થ સૂત્ર બનાવ્યું હતું
- ૮ ચીની યાત્રા એનસંગ લખે છે કે-સિંહપુરમાં ઘણું ન મળે અને જિન મંદિર એણે જોયાં હતાં - સર એલેકઝાન્ડર કનિંગહામ લખે છે કે સિંહપુરનું અર્વાચીન નામ કટાક્ષ તીર્થ છે અને સર ઓરલસ્ટાઈન લખે છે કે-સિંહપુરના જૈન મંદિરનાં ખંડિયેર કટાસથી બે માઇલ દુર “મૃતિ' ગામમાં વિદ્યમાન છે. પુરાત્તવ વિભાગે અહીંથી ૨૬ ગાડા ભરી પત્થર વગેરે લઈ જઈ લાહોરના મ્યુઝીયમમાં રાખેલ છે. - હ. આચાર્ય શ્રી હરિગુપ્તસૂરિજી અહીં પધાર્યા હતા અને અહીંના હુણ વંશીય રાજા તેરમાણને પ્રતિબધી જૈન બનાવ્યું હતું. એમના શિષ્ય આ. શ્રી પ્રદ્યોતનસૂરએ “કુવલયમાલા કથા'ની પ્રાકૃતમાં રચના કરી હતી.
૧૦. બા. શ્રી અમલચંદ્રસૂરિજી કે જેઓ રાજગચ્છના હતા, તેમણે અહીં વિચરી કાંગડામાં જૈનતીર્થ સ્થાપ્યું હતું.
૧૧. આ. શ્રી જિનદત્તસૂરિજી અહીં પધાર્યા ત્યારે પંજાબમાં જૈનધર્મની પૂરે પૂરી ઉન્નતિ-જાહોજલાલી હતી. તેમણે અહીં પાંચ નદીના સંગમસ્થાને પાંચ પીરાની સાધના કરી હતી. જિનકુશલસૂરિજી દેરાઉલમાં સ્વર્ગવાસી થયા હતા. દેવભદ્રસૂરિજી પણ અહીં વિચર્યા છે.
૧૨. ઉ. શ્રી જયસાગરસૂરિજીએ ફરીદપુરથી કાંગડાને સંઘ કઢાવ્યું હતું.
૧૩. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી (૧૬૪૦ થી ૧૬૪૩) સમ્રા અકબર ને પ્રતિબંધ આપવા ગુજરાતથી ફતેહપુરસીકી પધાર્યા હતા અને અહિંસાના અને તીર્થરક્ષાનાં ફરમાને મેળવ્યાં હતાં. આગરા, શૌરીપુર, ફતેહપુરમાં પ્રતિષ્ઠા કરાવી છે. મથુરાના પર૭ સ્તૂપનાં દર્શન કર્યા છે. શૌરીપુરને સંઘ કાઢયે હતું. - ૧૪. સૂરિજી પછી ઉ. શ્રી શાંતિચંદ્રજી, . શ્રી ભાનુચંદ્રજી, સિધ્ધિચંદ્રજી, આ. શ્રી જિનચંદ્રસૂરિજી, ઉ. શ્રી જયસોમ, ઉ. શ્રી સમયસુંદરજી, આ. શ્રી વિજયસેનરિજી, ૫, શ્રી નંદિવિજયજી વગેરે વગેરે જૈનશાસનના સમર્થ વિદ્વાને-- તિરો અહીં પધાર્યા હતા. મુગલ સમ્રાટ અકબરને અને જહાંગીરને ધર્મોપદેશ આપે હતે. મંદિર તથા ગ્રંથો બનાવ્યા હતા. મહાન પદવીઓ મેળવી હતી. શાઓમાં વિજયપતાકા ફરકાવી હતી. અનેક ધાર્મિક શુભ કાર્યો કરાવ્યાં હતાં. :
ઔરંગઝેબના જુલ્મી સમયમાં જૈન સાધુઓને વિહાર ઓછો થયો. શ્રીની ગાદી સ્થપાઈ અને અઢારની સદીમાં ઢંઢક મતને પ્રચાર થશે. મંદિરની માન્યતા ઓછી થઈ, અજ્ઞાનાંધકા૨ ફેલાયો. ગાઢ તિમિર છવાયું હતું ત્યાં ધર્મવીર શ્રી બુટેરાયજી-બુધિવિજયજી ગણિ પંજાબદેશેાધારક થયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com