________________
નાશીક
: ૪૨૪ :
[ જૈન તીર્થોને માતાજી અને શ્રી માણિભદ્ર યક્ષની મૂર્તિ છે. આ ડુંગર ઉપર ચઢવાને પાકે પગથિયાંના રસ્તે શ્રી શ્વેતાંબર જૈન સંઘે બંધા છે. ઉપર શેડો કા રસ્તા પણ છે. ઉપર વેતાંબર સુંદર ધર્મશાળાઓ પણ છે. બીજી બાજુ દિગંબર મંદિર અને ધર્મશાળા જુદા જ છે.
નીચે પણ ધર્મશાળા વગેરે છે. કુમ્ભ જ તીર્થથી કુમ્ભજ ગામ થોડું દૂર છે.
આ તીર્થ કેહાપુર સ્ટેટમાં આવેલું છે. આ તીર્થની વ્યવસ્થા કવેતાંબર સંઘ કમિટીવતી કેલ્હાપુરને તાંબર જૈન સંઘ કરે છે.
અહીં છેલો જીર્ણોધ્ધારની પ્રતિષ્ઠા સં. ૧૯૨૬ શાકે ૧૭૯૧ થયેલી છે અને તપાગચ્છીય શ્રી પૂજ્ય શ્રી વિજયાનંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. અહીં નજીક માં સાંગલી, કેલહાપુર વગેરે મોટા શહેરે છે જ્યાં સુંદર વેતાંબર જૈન મંદિર અને જૈન શ્રાવકેની વસ્તી ઠીક ઠીક છે.
દક્ષિણનાં કેટલાંક નાનાં તીર્થો સતારા જીલલામાં કુંતલગિરિ અને કુમ્ભોજ નામનાં બે તાર્યો છે. કંજ જેવા માટે M. S. M. ની M. C બ્રાંચ લાઈનમાં મેરજથી માઈલ ૧૭ પશ્ચિમમાં, કહાપુરથી માઈલ ૧૩ હાથ કલંગડા સ્ટેશન છે. ત્યાંથી બે માઈલ ઉત્તરમાં કંજ ગામ છે. પોસ્ટ ઓફીસ તથા તાર ઓફીસ છે, પાસે જ તીર્થક્ષેત્ર બાહુબલી પહાડ ઉપર જગવલલભ પાશ્વનાથજીનું તીર્થ છે. ત્યાં છે. ધર્મશાલા છે. કા, શુ. ૧૫, ચે. શુ. ૧૫ પુનમે મેળો ભરાય છે, તીર્થની વ્યવસ્થા મહારાષ્ટ્ર વે. જૈન પરિષદ કરે છે.
કોલ્હાપુરમાં ૧ મંદિર, સાંગલીમાં મંદિર છે, બેડીંગ છે, હુબલી પાસે હેલીપટ્ટનમાં સમ્રાટ સંમતિના ૧૦ મંદિર હતાં.
નાશીક નાશીક રોડ સ્ટેશનથી છ માઈલ દૂર ગેદાવરી નદીના કાંઠે નાશીક શહેર આવેલું છે. અહીં પૂર્વે પદ્મપ્રભુસ્વામીનું તીર્થ હતું, તેથી આ શહેર પદ્મપુર નામે પ્રસિદ્ધ હતું. ચંદ્રપ્રભુજીનું સુંદર મંદિર હતું. અહીં અત્યારે ત્રણ જિનમંદિર છે. શ્રાવકની વસ્તી થોડી છે.
અહી રામચંદ્રજીએ વનવાસનો અમુક સમય પસાર કર્યો હતે. વૈષ્ણનું યાત્રાનું ધામ છે. નદીમાં ન્હાવાનું ઘણું પુણ્ય મનાય છે. વૈષ્ણવ અને શિવ મંદિર પુષ્કળ છે. રામકુંડ, સીતાવન વગેરે જેવા જેવા છે. ચાર માઈલ દૂર ટેકરી ઉપર ગુફાઓમાં બૌદ્ધ સ્થાપત્યના નમૂના છે. તેની મૂતિઓ પણ છે, પરંતુ અત્યારે તે પાંડ તરીકે ઓળખાય છે. તેને પાંડવ ગુફા કહે છે.
આ સિવાય અહીંથી વિશ માઈલ દૂર થંબક વૈષ્ણવ તીર્થ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com