________________
અંતરીક્ષ પાર્શ્વનાથજી : ૪૨૦ :
[ જૈન તીર્થોને આ કવિરાજના લખવા મુજબ અઢારમી સદીમાં અંતરીક્ષ પાર્શ્વનાથનાં પ્રતિમાજી એક દેરા જેટલા અધ્ધર હતાં.
બાદ અઢારમી સદીની શરૂઆતમાં જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી પ્રશિષ્ય શ્રી વિજયદેવસૂરિજીના ભાવવિજ્યજી ગણી નામે શિષ્ય હતા. પૂર્વ કર્મના ઉદયથી તેઓ આંખોથી અપંગ (આંધળા) થયા. એક વાર દેવીએ સ્વપ્નમાં આવી, અંતરીક્ષ પાર્શ્વનાથજીનાં દર્શન કરાવી, ઈતિહાસ જણાવી ત્યાં આવવા જણાવ્યું. શ્રી ભાવવિયજીએ બીજે દિવસે બધી વાત સંઘને જણાવી. પાટણના શ્રીસંઘે (બીજે ખંભાતનું નામ મળે છે.) અંતરીક્ષજીનો નાને સંઘ કાલ્યો. શ્રીભાવવિજયજી મહારાજ સંઘ સહિત અંતરીક્ષજી પધાર્યા. ખૂબ જ ભકિતભાવથી પ્રભુસ્તુતિ કરી. હૃદયના ઉલ્લાસથી કરેલી ભકિતના પ્રતાપે નેત્રપડલ ખુલી ગયાં અને પ્રભુજીની પ્રતિમાનાં દર્શન થયાં. તેમણે બનાવેલ પ્રભુસ્તુતિરૂપ રતાત્ર પણ અવાવધિ વિદ્યમાન છે.*
પૂર્વ મંદિર છણ થઈ ગયું હતું. શ્રીભાવવિજયજી મહારાજને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં આવી નૂતન મંદિર બંધાવવાનું જણાવ્યું. ગણિજી મહારાજે શ્રીસંઘને ઉપદેશ આપી નૂતન મંદિર બનાવવાને જણાવ્યું. નૂતન મંદિરનું કાર્ય શરૂ થયું. અનુક્રમે ૧૭૧૫ માં ચિત્ર શુ. ૬ ને રવિવારે નૂતન મંદિરજીમાં પ્રતિષ્ઠા કરી ત્યારે પણ પ્રતિમાજી સિંહાસનથી અવર જ હતાં. આજે પણ એ જ પ્રતિષ્ઠા વિદ્યમાન છે. સુંદર ભેંયરામાં સૂરક્ષિત સ્થાનમાં પ્રભુજી બિરાજમાન છે. તેમજ શ્રી વિજયદેવસૂરિજીની તથા પં. શ્રી ભાવવિજયજી ગણીની પાદુકાઓ પણ છે. પ્રાચીન મહાચમત્કારી શ્રી મણીભદ્રજીની સ્થાપના પણ છે. મૂલનાયકની બસો અઢીસો વર્ષ ની જૂની ચાંદીની આંગી મળે છે.
આ સ્થાનમાં દિગંબરેએ ઘણા ઝઘડા કર્યા હતા પરંતુ તેઓ ક્યાંય ફાવ્યા નથી. અત્યારે શ્વેતાંબર શ્રી સંઘ બાલાપુરની વ્યવસ્થા છે. શેઠ હવસીલાલ પાનાચંદ અને તેમના સુપુત્રે શેઠ સુખલાલભાઈ શેઠ હરખચંદભાઈ વગેરે મુખ્ય વ્યવસ્થાપકે છે. વેતાંબર શ્રી સંઘ તરફથી સુંદર ધર્મશાળાઓ છે. મુનીમ રહે છે, હમણાં જીર્ણોદ્ધાર પશુ વેતાંબર સંઘ તરફથી ચાલે છે. મંદિરના નાના દ્વારમાંથી
* શ્રી ભાવવ થજી ગણીવર (મારવાડ) સાચરનગરમાં જમા હતા. તેમના પિતાજીનું નામ રાજમલજી હતું. તેઓ ઓ વાલ હતા. તેમની પત્નીનું નામ મૂળીન્હન હતું. તેમની કુક્ષીથી ભાનુરામ નામે પુત્ર થયો. તે વખતે મહાપ્રતાપી શ્રી વિજયદેવસૂરિજી ત્યાં પધાર્યા અને તેમના ઉપદેશથી વૈરાગ્યવાસિત બની ભાનુરામજી એ દીક્ષા લીધી. તેમનું નામ ભાવવિજ્યજી રાખ્યું. ટૂંક સમયમાં શાસ્ત્રબોધ પ્રાપ્ત ક0; ગ9િપદવી પણ પ્રાપ્ત કરી. તેઓશ્રીએ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર સુંદર, સરલ અને સંક્ષિત ટીકા બનાવી છે જે આજ ઘણી જ પ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com