________________
ઇતિહાસ]
અંતરીક્ષ પાર્શ્વનાથ પીધું. તંબુમાં જઈ રાત્રે સૂત. સવારમાં રાણીએ જોયું કે રાજાને કઢને રાગ મટી ગવે છે. તેણે રાજાને પૂછ્યું-નાથ! આ આશ્ચર્યજનક ફેરફાર કેવી રીતે થયે? રાજાએ જણાવ્યું કે–સરોવરમાં હાથ પગ ધોઈ જલ પીધું હતું. બીજે દિવસે આખું શરીર ધાયું. રાજાને તેથી વધારે આરામ થયે. પછી રાણીએ ધૂપદીપપૂર્વક વિનયથી પૂછ્યું કે-અહી કયા દેવ છે? રાત્રે રાણીને સ્વપ્ન આવ્યું કે અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા છે. તેના પ્રભાવથી રાજા નિરેગી થઈ છે. આ પ્રતિમાજીને ગાડામાં બેસાડીને સાત દિવસના તાજા જન્મેલા વાછડા જોડવા, કાચા સુતરના તાંતણાના દેરડાથી લગામ બનાવી સારથી વિના જ રથ ચાલશે. પરંતુ પાછા વળીને જોવું નહિં કે શંકા કરવી નહિં. જ્યાં પાછું વાળીને જેશે કે રથ ત્યાં જ સ્થિર થઈ જશે.” પછી રાજાએ પ્રતિમાજી મેળવ્યા અને દેવતાના કથન મુજબ રથ તૈયાર કરી પ્રતિમાજી બિરાજમાન કર્યા. રથ ચાલ્યા. થોડે દૂર ગયા પછી રાજાએ પાછું વાળીને જોયું કે પ્રતિમાજી આવે છે કે નહિં? બસ, પ્રતિમાજી ત્યાં જ અધૂર-આકાશમાં સ્થિત થઈ ગયાં. રથ આગળ નીકળી ગયા. રાજાએ તે જોયું. બાદ ત્યાં જ પિતાના નામથી સિરિપુર નગર વસાવ્યું. ત્યાં જ જિનમંદિર બનાવ્યું અને ત્રિકાલ પૂજા કરવા લાગ્યો. ગ્રંથકાર કહે છે કે-પ્રતિમાજી પહેલાં તે ઘણાં અધર હતાં, હેલ ભરીને બાઈ પ્રતિમાજી નીચેથી નીકળી જાય તેટલી અધર પ્રતિમાજી હતાં, કાલસંગે જગીન ઊંચી થઈ અથવા તે મિઠાવના કારણેથી પ્રતિમાજી નીચે ઉતરતાં ગયા તેમ દેખાય છે. અત્યારે તે પ્રતિમાજી નીચેથી ઉત્તરાસન ચાલ્યું જાય છે અથવા દીપકનો પ્રકાશ પ્રતિમાજીની નીચેથી નીકળે છે એટલી અધધર પ્રતિમાજી છે. (અત્યારે પણ આટલી જ છે.) આ પ્રસંગ તેરમી શતાબ્દિને છે. “હરાડચા ઈતિહાસ” માં પણ ઉલલેખ મળે છે કે-તેરમી શતાબ્દિમાં એલચપુરમાં શ્રીપાળ રાજા હતા.*
અનુકમિ એલચરાયનો રોગ દૂર ગયે તે જલ સંગ; અંતરીક પ્રભુ પ્રગટયા જામ સ્વામિ મહીમા વા તામ. ૧૮ આગે તે જાતે અસવાર એવડે અંતર હું તે સાર; એક દેરાનું અંતર આજ દિન દિન દીપીએ મહારાજ. ૧૮
| ( પ્રાચીન તીર્થમાલા, પૃ. ૧૧૪, શીતવિજયજી) * અન્ય ગ્રંથમાં ઉલ્લેખ મળે છે કે-રાજાએ પિતાના દ્રશ્યથી વિશાલ મંદિર બનાવ્યું તેથી તેને અભિમાન થઈ ગયું જેથી અધિષ્ઠાયક દેવે કહ્યું કે-પ્રભુજી સંઘે બનાવેલા મંદિરમાં બિરાજશે. સંઘે પુનઃ જિનમંદિર બનાવ્યું અને તે વખતે દક્ષિણમાં વિચસ્તા શ્રી મલવારી શ્રી અભયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી, તે વખતે પણ પ્રતિમાજી અહાર જ હતાં. ૧૧૪૨ મહાસુદ ૫ ને રવિવારે માલધારી શ્રી અભયદેવસરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. આ સમયે પ્રતિમાજી સાત આંગલ અદ્ધર હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com