________________
અંતરીક્ષ પાર્શ્વનાથજી : ૪૧૮ઃ
[ જૈન તીર્થોને આ બધી પ્રતિમાઓ અપદ્માસન, પ્રાચીન, ભવ્ય અને મને હર છે. આખા દક્ષિણ પ્રાંતમાં ખાના જેવું પ્રાચીન તીર્થ નથી.
અહીં મુનિમજી સિવાય શ્રાવકનું ઘર નથી. માત્ર ૪૦૦ થી ૫૦૦ ઘરનાં ઝુંપડાની વસ્તી છે. T આપણું ભવ્ય મંદિરની સામે ૧ ફર્લોગ દૂર મોટું શિવાલય છે. કહે છે કેપહેલાં આ જૈન મંદિર હતું. બસવ મંત્રીએ રજુમથી આ મંદિરને મહાદેવ જીનું મંદિર બનાવ્યું. જૈનમંદિર વસ્ત કર્યું. અત્યારે થોડે દૂર નદીમાંથી પણ ન મૂતિઓ નીકળે છે. મંદિરની સામે મેટ બગીચો છે. અંદર વાવ છે. ચારે બાજુ વાવ-કૂવા ઘણું છે. મંદિર અને ધર્મશાળા ૫ણ પાકા કિલાથી સુરક્ષિત છે.
શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજી
શ્રી અંતરીખ વરકાણે પાસ દક્ષિણમાં વરાડમાં આકોલાથી ૪૭ માઈલ દૂર શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથનું તીર્થ આવ્યું છે. આ તીર્થની સ્થાપના તેરમી શતાબ્દિમાં માલધારી શ્રી અભયદેવસૂરિજીના હાથે થયાના ઉલેખો મળે છે; કિન્તુ શ્રી જિનપ્રભસૂરિજી પિતાના વિવિધ તીર્થક૯૫માં આ સંબંધી કાંઈ જ ઉલ્લેખ નથી કરતા, તીર્થને ઈતિહાસ તેઓશ્રી નીચે પ્રમાણે આપે છે.
લંકા નગરીમાં પ્રતિવાસુદેવ રાવણ રાજ રાજ્ય કરતા હતા. એક વાર તેમણે માલી અને સુમાલી નામના પોતાના બે નાકને કંઈક કાર્યપ્રસંગે બહાર મોકલ્યા. પિતાના વિમાન ઉપર બેસીને ઘણે દૂર જતાં જનનો સમય થયું. તે વખતે તેમના સેવકને યાદ આવ્યું કે જિનપ્રભુની પૂજા કરંડીઓ તે ઘેર ભૂલી આ છું. દેવપૂજા કર્યા સિવાય તે બંને ભેજન કરતા નથી, અને જિનપ્રતિમાને કરંડી નહિં જુવે તે મારા ઉપર ક્રોધિત થશે તેથી તેણે વિદ્યાના બલથી શુહ વેળુની ભાવી જિન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બનાવ્યાં. માલી અને સુમાલીએ ભક્તિથી પ્રભુપૂજા કરી. પછી જમ્યા. સેવકે કોઈ આશાતના ન કરે તેવી રીતે પ્રતિમાજીને લઈને સરોવરમાં પધરાવ્યાં. દેવના પ્રભાવથી સરોવરમાં એ પ્રતિમાજી વજ સરખાં થયાં. સરોવર જલથી સંપૂર્ણ ભરાઈ ગયું.
ત્યારપછી ઘણાં વર્ષો બાદ ‘ચિં(પિંગઉલ્લશમાં (જેને અત્યારે વરાડ-સી. પી. કહે છે) સિરપાલ (શ્રીપાલ) નામનો રાજા થયે. તેને શરીરે ભયંકર કેહને રોગ થયું હતું જેથી રાજ્ય છોડી અંતઃપુર સહિત જંગલમાં ચાલી નીકળ્યો. એક વાર બહ કર ગયા પછી તેણે એક નાના સરોવરમાં હાથ પગ ધોયા અને પાણી પણ
૧. બીજા ગ્રંથમાં ખરદૂષણનું નામ મળે છે.
૨. ઇતિહાસમાં જણાવ્યું છે કે-એલચપુરનો રાજા શ્રીપાલ હતો. આ એલચપુર અમરાવતી(ઉમરાવતી)થી ૨૨ માઈલ દૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com