________________
ગઃ ૪૧૬ :
[ જૈન તીર્થોને વર્ષાસન આપતા હતા. ખુદ્દે નીઝામ સરકારે પણ અહીં આવતી દરેક ચીજ ઉપરની જકાત માફ કરી છે.
અહીં શિલાલેખે પણ વિપુલ સંખ્યામાં વિદ્યમાન છે.
વિક્રમની ચૌદમી સદીથી લઈને અઢારમી સદી સુધીના લેખો વિદ્યમાન છે. ૧૪૮૩માં તપાગચ્છાધિરાજ શ્રી સમસુંદરજીને સમુદાય તેમના શિષ્ય શાંતિ ગણી સાથે પધારેલ હતા. મંગલસમ્રાટુ અકબરપ્રતિબોધક જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરશિષ્યરત્ન શ્રી વિજયસેનસૂરિજી અાદિ સં. ૧૯૬૭માં અહીં પધાર્યા હતા. શ્રી વિજયદેવસૂરિજી તથા ૫. ભાવવિજયજી ગણિવર આદિ પણ પધાર્યા હતા.
શ્રી કલ્યાજી તીર્થને છેલ્લે જીર્ણોદ્ધાર શક સં. ૧૬૩૩ માં થયેલ હતું જે નીચેને શિલાલેખ જેવાથી ખાત્રી થશે. '
स्वस्तिश्रीयत्पदांभोजभेजुषासन्मुखी सदा
तस्मै देवाधिदेवाय श्रीआदिप्रभवे नमः ____ संवत्(१७६७)वर्षे चैत्रशुद्धदशम्यां पुष्यार्कदिने विजयमुहूर्त्तश्रीमाणिक्यस्वामिनाम्नः आदीश्वरभगवतो विवरत्नं प्रतिष्ठित-दील्लीश्वरवादशाह औरंगजेब, आलमगीर पुत्र बादशाह श्रीबहादूरशाहविजयराज्ये सुबेदार नवाब मुहम्मद युसुफखानबहादूर सहाय्यात् तपागच्छे भट्टारक श्रीविजयप्रभसूरिशिष्य भ. श्रीविजयरत्नरिवरे सति पंडित श्रीधर्मकुशलगणिशिष्य पंडित केशरकुशलेन चैत्योद्धारः कृतः...केन प्राकारः कारितः शाके १६३३ प्रवर्तमाने इति श्रेयः॥
હૈદ્રાબાદની દાદાવાડી માટે પણ આ જ વિદ્વાન ગણિવરને બાદશાહના સૂબાએ જમીન ભેટ આપ્યાના શિલાલેખ મળે છે.
આ ઉપરથી એમ સૂચન થાય છે કે એક વાર આ પ્રદેશમાં તપાગચ્છીય આચાર્યોનું સામ્રાજ્ય હશે. તેમજ આ પ્રદેશના મંદિરોમાં મણિભદ્રની સ્થાપના હોય જ છે. આ પણ મારા કથનની પુષ્ટિ કરે છે.
આ સિવાય સં. ૧૪૬૫ લગભગના ચાર શિલાલેખ છે. ૧૪૮૧ અને ૧૪૮૭ ના પણ શિલાલેખ છે. ૧૪૮૭ના એક શિલાલેખમાં મલધારગછીય શ્રી વિદ્યાસાગરસૂરિજીનું નામ છે. ૧૪૮૧ના એક લેખમાં શ્રી રનસિંહસૂરિજી ખંભાતથી સંઘ સહિત આવ્યાને ઉલ્લેખ છે. તેમજ ૧૪૬૫-૧૪૬૧ અને ૧૪૭૫ના શિલાલેખ પણ છે. ૧૪૭૫ના લેખમાં તપાગચ્છીય વિદ્વાન શ્રી સમસુંદરસૂરિજીના શિષ્ય- " પરિવારનું અને “સાવીજી જયરાત્નિમણુ” નું નામ લેવામાં આવે છે.
ઉપરના શિલાલેખમાં કેટલાક ત્રુટિત છે અને કેટલાકમાં આચાર્યોનાં નામ નથી. ખાસ કરીને મલધારગચ્છ અને તપગચ્છનાં આચાર્યોનાં નામે જ મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com