SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ કુષ્પાજી : ૪૧૪ : | [ જૈન તીર્થને જોતિ પ્રગટે છે. પ્રતિમાજીના સ્નાત્રજલથી ભીંજાયેલી માટી નૈત્રદેવી-આંધળ મનુષ્ય પોતાની આંખે ઉપર લગાવે તે દેખતે થાય છે. દેરાસરજીના મૂલ મંડપમાં કેસરના છાંટા વરસે છે, જેથી યાત્રીઓનાં કપડાં પણ ભીંજાય છે. જે માણસ ને સાપ કરડે હોય તે જે મંદિરમાં જઈને ઊભું રહે તે સાપનું ઝેર ઉતરી જાય છે. - આ પ્રતિમાજી બહુ જ પ્રાચીન છે. ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર ચોવીશ તીર્થકરોની દેહમાન પ્રમાણુવાળી પ્રતિમાઓ બનાવરાવી પરંતુ અષ્ટાપદ પર્વત' ઉપર હરેક મનુષ્ય જઈ શકે તેમ ન હેવાથી મનુષ્ય લેકના ઉપકાર માટે સ્વચ્છ મરકતમણિની શ્રી બાષભદેવ પ્રભુની મૂર્તિ બનાવરાવી અને જેની પ્રતિષ્ઠા શ્રી પુંડરીક ગણધરસ્વામીના હાથે કરાવી, વિનીતા નગરીમાં સ્થાપિત કરી હતી. ત્યારપછી ઘણો સમય એ પ્રતિમાજી વિનીતામાં જ પૂજાયાં. બાદ વિદ્યાધરે આ ચમત્કારી પ્રતિમાજીને વૈતાથ પર્વત ઉપર લઈ ગયા. ત્યાંથી આ પ્રતિમાજી ઈન્દ્ર લેકમાં લાવવામાં આવ્યાં અને દેવતાઓએ તેની પૂજા કરી. ત્યાંથી ઈન્દ્રને આર ધી રાવણે પ્રતિમાજી મંગાવી સતી મંદદરીને પૂજા કરવા આપ્યાં. બાદ શ્રી રામ અને રાવણના યુદ્ધ સમયે મંદદરીએ આ પ્રતિમાજી સમુદ્રમાં પધરાવ્યાં અને છેલે વિક્રમની સાતમી શતાબ્દિમાં કુલ્પાકજીમાં સ્થાપિત થયાં. આ પ્રતિમાજી પહેલાં ખૂબ જ ઉજવલ હતાં પરંતુ લાખો વર્ષ સમુદ્રમાં રહેવાથી કાળા (શ્યામ) થઈ ગયાં છે. દેવકમાંથી મનુષ્ય લેકમાં આ પ્રતિમાજીને આબે અગીયાર લાખ એંશી હજાર નવસો ને પાંચ વર્ષ થયાં છે. ઉપદેશતરંગીણિમાં પણ ઉપર્યુક્ત કથનનું જ સમર્થન કરે છે "श्रीभरतचक्रिणा स्वांगुलीयपाचिमणिमयी श्रीआदिनाथप्रतिमा कारिता साद्याऽपि देवगिरिदेशे कुल्यपाके माणिक्यस्वामीति प्रसिद्धा ॥ * આપણે પહેલાં જણાવી ગયા તેમ કર્ણાટક દેશના કલ્યાણના શંકર રાજાએ આ પ્રતિમાજીની કુપાકમાં સ્થાપના કરી. એ શંકરરાજાને જૈનેતર વિદ્વાન શંકર ગણ માને છે. એ શંકર ગણને પુત્ર ૬૪૮થી ૬૬૭ લગભગમ વિદ્યમાન હતું એમ ઈદુ માસિકમાં સાહિત્યાચાર્ય વિશ્વેશ્વરનાથ રેઉ શાસ્ત્રીને ઉલેખ છે. આ કાયાણી નગરી તેરમી શતાબ્દિ સુધી જૈન પુરી હતી. વિ. સં. ૧૨૦૮માં કલ્યાણી નગરીમાં બીજલરાજ* નામે જેન રાજા રાજ્ય કરતા હતા. આ વખતે * શ્રી જિનપ્રભસૂરિજીના સમય સુધીનો આ આંક છે. * સં. ૧૦૮ લમભાગમાં બિડનગર થી ચાલીશ ગાઉ દૂર કલ્લા નામની જેની રાજધાની હતી. તે મંડળમાં બિજલ નામને સાર્વભૌમ રાજા પરમ જૈન હતો, તેની સ્તુતિરૂપે જેનેએ બિજલકાવ્ય બનાવ્યું છે. (સિદ્ધાંતશિરોમણું) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy