________________
માંડવગઢ
: ૪૦૨ :
[ જૈન તીર્થોને સેળમી સદી પછી મુસલમાનોના આક્રમણે આ નગરીને પતનના ગર્તમાં ધકેલી દીધી. ભવ્ય આયેશાન જિનમંદિર, બંગલા અને બગીચાઓ, મેટાં મોટાં ભેયર, ગુફાઓ જમીનદોસ્ત થયાં, મજીદે બન્યાં, મકબરા બન્યા. માત્ર આજે તે જૂના ખંડિયેરે ટીંબા અને ટેકરા ખાડારૂપે દેખાય છે.
જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પ્રશિષ્યરત્ન શ્રી વિજયદેવસૂરિપુંગવ, સમ્રાટુ જહાંગીરની વિનંતિથી અહીં પધાર્યા હતા અને તેમના સત્સંગથી બાદશાહ ખૂબ જ પ્રસન્ન થયા અને સૂરિજીને મહાતપાતુ” માનવંતું બિરુદ આપ્યું હતું. આ મુલાકાત ૧૬૭૪ માં થઈ હતી. શ્રી નેમિસાગરજીને જગદીપક' નું બિરુદ આપ્યું હતું.
ઉપાધ્યાયજી શ્રી ભાનુચંદ્રજી પણ સમ્રાટ જહાંગીરની વિનંતિથી માંડવગઢ પધાયા હતા. સમ્રાટ અકબરની માફક જહાંગીરની પણ ભાનુચંદ્રજી ઉપર બહુ શ્રધ્ધા હતી. જ્યારે જહાંગીર માંડવગઢ હતું ત્યારે તેણે ગુજરાતમાં માણસ મોકલી ભાનુચંદ્રજીને પિતાની પાસે તેડાવ્યા હતા. અહીં તેણે પિતાના પુત્ર શહરયારને ભાનુચંદ્રજી પાસે ભણવા મૂક્યા હતા. ભાનુચંદ્રજી જ્યારે માંડવગઢમાં આવ્યા ત્યારે બાદશાહ જહાંગીરે શું કહ્યું હતું તે વાંચ
મિલ્યા ભૂપનઈ, ભૂપ આનંદ પાયા, ભલઈ તમે ભલઈ અહીં બાણચંદ આયા. સહરિઆર ભણવા તુમ વાટ જોવઈ, પઢાઓ અહિ પૂતર્ક ધર્મ વાત.
ઉ' અવલ સુણતા તુમ્હ પાસિતાત ભાણચંદ! કદી ન તમે હે હમારે, સબહી થકી તુમ્હ હે હમ હિ પ્યારે. ”
સૂરીશ્વર ને સમ્રાટ પૃ, ર૩૯ (એ. જે. સં. ભા. ૪, પૃ.૧૦૯ ) જે શહેરના કિલ્લામાં ત્રણ લાખ જેનો રહેતા અને સેંકડે જિનમંદિર હતાં ત્યાં આજે માત્ર નાનું ગામડું જ છે.
માંડવગઢમાં અત્યારે શ્રી શાંતિનાથજી ભગવાનનું મંદિર છે. મૂલનાયક શ્રી શાંતિનાથજીની મૂર્તિની પાછળ આ પ્રમાણે લેખ છે.
"संवत् १५४७ वर्षे महाशुदि १३ रखौ श्रीमंडणसोनीज्ञातीय श्रेष्ठी अर्जुन सुत श्रे. गोबलभार्या हर्षु-सुतपारिष मांडणभार्या श्राविकातीलासो... मांदराजमार्या दृत्वा विह्वादे द्वि. लाललतादे पुत्र २ सो. टोडरमल्लसोनी कृष्णदास पुत्री बाइ हर्षाई परिवारस."
આ સિવાય તાલનપુરના મંદિરમાં મૂલનાયકની જમણું બાજુની શ્રી ચંદ્ર પ્રભુજીની પ્રતિમાજી ઉપર પ્રાચીન લેખ છે, જે આ પ્રમાણે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com