________________
મહાવીરજી
: ૩૯૮
[ જૈન તીર્થોને પ્રતિમા બનાવ્યાં. તેમના શિયલના પ્રભાવે પ્રતિમાજી વજીમય થઈ ગયાં. પતિ પની દર્શન પૂજન કરીને ગયાં અને પ્રતિમાજી ત્યાં જ રહ્યા. બાદ અહીં મંદિર બન્યું અને રાવણ પાર્શ્વનાથજીના નામથી તીર્થ પ્રસિદ્ધ થયું, અત્યારે પણ મંદિર વિશાલ અને ભવ્ય છે એમ તેનાં ખંડિયેરો પરથી જણ્ય છે. મંદિર ખાલી પડયું છે. વિચ્છેદ તીર્થ છે.
અલવરના કિલ્લાને ભાગ ખોદતાં ત્યાંથી પ્રાચીન મંદિર, ઉપાશ્રયનું સ્થાન નીકળ્યું છે. લેખ ૧૯૨૩ને છે.
મહાવીરજી. આ તીર્થસ્થાન જયપુર સ્ટેટમાં આવેલું છે. ચંદનગાંવ સ્ટેશનથી થોડે દૂર છે. આ તીર્થ , પલીવાલેનું સ્થાપિત છે. વિ. સં. ૧૮૨૬માં દિવાન જેધરાજજી પલ્લીવાલે અહીં મંદિર બંધાવ્યું. મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ છે. જો કે હાલના જયપુર ૨જ્યના કેટલાક દિગંબર જૈનેએ સત્તાધીશ બની આ તીર્થ દિગંબર બનાવવા કેશીશ કરી છે, પૂજનવિધિ વેતાંબરી ચાલે છે.”
આ તીર્થને જૈન જનેતરે બધાય માને છે. દિવાન નેધરાજજીએ બનાવેલાં બીજા મંદિરે અત્યારે પણ શ્વેતાંબરી છે. (૧) ભરતપુરના મંદિરમાં મૂલનાયક તેમના બનાવેલા છે. તે શ્વેતાંબરી છે. (૨) હિંગનું મંદિર અને કરમપુરાનું મંદિર પણ તાંબરી જ છે તેમજ દિવાન જેઘરાજજીની વિ. સં. ૧૮૨૬ની બનાવેલી મૂર્તિ મથુરાના અજાયબવરમાં છે તે પણ શ્વેતાંબરી છે. દિવાન જેરાજજી શ્વેતાંબર મૂર્તિપૂજક પલ્લીવાલ જેન હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com