________________
ઇતિહાસ ]
: ૩૯૭ :
અલવર-(રાવણ પાનાથજી)
પ્રાચીન રાજધાનીનું સ્થાન છે. પહેલાં જેનોની વસ્તી ઘણી હતી. અહીંની વ્યવસ્થા જયપુર શ્રી સંઘ જાળવે છે.
જયપુરથી સાંગાનેર છ માઈલ દૂર છે. અહી બે મંદિરો છે. દાદાવાડી છે. ધર્મ શાળા છે, ઉપાશ્રય છે. જયપુરથી પચીશ માઈલ દૂર “બર છે. અહીં શ્રી ઋષભદેવજીનું પ્રાચીન ભવ્ય મંદિર છે. મૂળનાયક શ્રી અષભદેવજીની પ્રાચીન ભવ્ય મૂર્તિ છે. જયપુરથી અમે બર' ને સંઘ કઢાવ્યા હતા. જયપુરના સુપ્રસિદ્ધ ગુચ્છા ધીમુલાલજી સંઘપતિ થયા હતા. જયપુર વસ્યા પછી આ પહેલે જ આ મટે છરી પાળા સંઘ નીકળે હતે.
જયપુરથી માલપુર ઘેડે દર છે. અહીં વાચક સિધિચંદ્રજીના ઉપદેશથી ભવ્ય મંદિર બન્યું છે. ચંદ્રપ્રભુજી મૂલનાયક છે. આ સિવાય બીજું એક વિજય ગચ્છનું મંદિર પણ છે. અહીં દાદાવાડી પણ ભવ્ય અને ચમત્કારી છે.
જ્યપુરથી સાંભર કર માઈલ દૂર છે. અહીં શ્રી કેસરીયાજીનું ભવ્ય મંદિર છે. - જયપુરથી પચાસ માઈલ દૂર વૈરાટનગર છે. અહીં ગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ઉપદેશથી ઈન્દ્રમલજીએ સુંદર મંદિર બંધાવ્યું હતુ. અને વિ. સં. ૧૬૪૪ માં જગદ્ગુરુના શિષ્ય પં. શ્રી કલ્યાણવિજયજીએ પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિરનું નામ ઈન્દ્રવિહાર અને બીજું નામ મહદયપ્રાસાદ હતું–છે.
આ મંદિર મુસલમાની જમાનામાં વસ્ત થયું છે પરંતુ એને શિલાલેખ મંદિરની દિવાલ ઉપર જ રહી ગયો છે. આવું જ એક બીજું મંદિર પણ ત્યાં છે. વિરાટ જયપુરરટેટનો અન્તિમ સરહદ પર આવ્યું છે. અહીંથી બે માઈલ પછી અલવરની. સરહદ શરૂ થાય છે.
અલ્વર(રાવણ પાર્શ્વનાથજી) હ મેવાત દેશ વિખ્યાતા, અલવરગઢ કહેવાયજી; રાવણ પાસ જુહારે રે, રગે સેવે સુર નર પાયજી.
બી. બી. એન્ડ સી. આઈ રેલવે દિલ્હીથી જયપુર જતાં અલવર સ્ટેશન છે. અલવર સ્ટેશનથી અલવર શહેર બે માઈલ દૂર છે. શહેરમાં એક સુંદર જિનમંદિર છે જેમાં પ્રાચીન પ્રતિમાઓ છે. નીચે ભેંયરું છે તેમાં પણ પ્રતિમાઓ છે. મંદિરમાં પ્રતિમાઓ ભવ્ય અને વિશાલ છે.
શહેરથી ૪ માઈલ દૂર પહાડની નીચે રાવણા પાર્શ્વનાથજી”નું સુંદર જિન. મંદિર ખંડિયેર રૂપે છે. સુપ્રસિદ્ધ લંકેશ રાવણ અને તેમની સતીશિરોમણી મદેદરીદેવી વિમાનમાં બેસી આકાશમાર્ગે જતાં હતાં ત્યાં અલવરની નજીક ઉતર્યા. તેમને નિયમ હતો કે જિનવરદેવની પ્રતિમાનાં દર્શન કરીને જમવું. મોદીને યાદ આવ્યું કે પ્રતિમાજી લેવાનું ભૂલી ગયા છીએ એટલે ત્યાં જ વેળુની સુંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com