SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ કેસરગંજ-જયપુર : ૩૯૬ : [ જેને તીર્થોને મુસલમાની પણ ખાજાપીરની ચીસ્તી પ્રસિધ્ધ સ્થાન છે સમ્રા અકબરે આ તીર્થની પગે ચાલતાં યાત્રા કરી હતી. મોટી કબર છે અને ભાવિક મુસલમાને ધૂપ-દીપ-ફૂલની માળા વગેરે ધરે છે-નમે છે. ઓસવાલ જૈન હાઈસ્કુલ પણ ચાલે છે, કેસરગંજ અહીં શ્રી વિમલનાથજીનું સુંદર ઘરમંદિર છે. પૂ. પા. મુનિ મહારાજ શ્રી દશનવિજયજી આદિ ત્રિપુટી મુનિ મહાત્માઓના ઉપદેશથી આ મંદિર સ્થપાયું છે. વેતાંબર પલીવાલ જૈન મંદિર છે. મહારાજ મીના ઉપદેશથી ૩૫-૪૦ પલીવાલ.શ્રાવકેએ આ મંદિર સ્થાપ્યું છે. આગળ ઉપર ભરતપુર, હીંડેન વગેરે પલ્લીવાલ પ્રાંતમાં ત્રિપુટી મહારાજના ઉપદેશથી શ્વેતાંબર જૈન મંદિરના જીર્ણોદ્ધાર, હીંડેન શ્વેતાંબર પહલીવાલ જેન બેડીંગ વગેરે ચાલે છે. આ પ્રદેશમાં શેઠ જવાહરલાલજી નાહટાજી સુંદર પ્રચારકાર્ય કરે છે. - અજમેરથી કિશનગઢ થઈ જયપુર જાય છે. ગામ બહાર સુંદર દાદાવાડી છે અને બીજું એક મંદિર છે. શ્રાવકેનું ઘર અને ઉપાશ્રય છે. અજમેરથી ૩ ગાઉ પુષ્કર તીર્થ વિષ્ણુનું છે. આમાં બ્રહ્માજીનું મંદિર જૈન મંદિર જેવું લાગે છે. - કલ્પસૂત્રની સુબાધિકા ટીકામાં આઠમા વ્યાખ્યાનમાં અજમેરૂ દુર્ગ (અજમેર) નજીક હર્ષપુરનગરની પ્રશંસા આવે છે તે હષપુર અત્યારે હાંસેટીયા તરીકે પ્રસિદ્ધ છે. પુષ્કરથી પાંચ ગાઉ દૂર છે. ચારે તરફ નગરનાં ખંડિયેર પડ્યાં છે. પ્રાચીન નગરીને ભાસ કરાવે છે. જયપુર રાજપુતાનામાં જયપુર બહુ જ પ્રસિદ્ધ શહેર છે. એની બાંધણીથી એ Indian Paris કહેવાય છે. અહીને બજાર, રાજમહેલ, બગીચે, અજાયબઘર, એક્ઝર્વવેટરી-તિષી યંત્રાલય (વેધશાળા) વગેરે વગેરે ઘણું ઘણું જોવા લાયક છે. અહી જેનેનાં ૩૦૦ ઘર છે. નવ મંદિર છે. આમાં શ્રીષભદેવજીનું કેસરીયાજીનું, સુમતિનાથજીનું, સુપાર્શ્વનાથજીનું, મહાવીર ભગવાનનું વગેરે પ્રસિદ્ધ છે. એક શેઠ ગુલાબચંદજીનું શ્રીત્રાષભદેવજીનું ભવ્ય મંદિર પુરાણાઘાટમાં છે. ખરતરગચ્છના મંદિરમાં, શેઠ ગુલાબચંદજી ઠઠ્ઠાને ત્યાં તથા વેતાંબર પાઠશાળામાં ઘરમંદિર છે. - જયપુરથી ત્રણેક માઈલ દૂર છે ગામમાં સુંદર પ્રાચીન રાષભદેવજીનું મંદિર છે. જયપુરથી આમેર પાંચ માઈલ દૂર છે. તથા અહીં શ્રી ચંદ્રપ્રભુજીનું મંદિર છે. ધમ શાળા છે. પહાડ ઉપર શહેર વસેલું. જયપુર વસ્યા પહેલાંનું જયપુર સ્ટેટની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy