SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ રતલામ-સાવલીજી : ૩૯૪ : [ જૈન તીર્થોના શ્રી ઋષભદેવજીના પ્રાચીન મંદિરના હુમણાં જીર્ણાધાર થયા છે અને શ્રી સિધ્ધચક્રજીના સુંદર પટ કરાવ્યેા છે. મુનિરાજ શ્રી ચ`દ્રસાગરજી વગેરેએ આ વિષયમાં સારે પ્રયત્ન ઉઠાવ્યા છે. કુલ ૧૫-૧૭ જિનમદિશ છે. શહેરથી ચાર માઈલ દૂર ભૈસેગઢમાં શ્રી પાર્શ્વનાથ પ્રભાવતીનું મદિર છે. તેમજ એ માઇલ દૂર જયસિંહ પરામાં અને આઠ માઈલ દૂર હસામપુરમાં પશુ જિનમદિર છે. શ્રાવકાની વસ્તી શહેરમાં સારી છે. તેરમા સૈકામાં ઉજ્જૈન મુસલમાનેાના હાથમાં ગયુ. ૧૫૬૨ માં મોગલસમ્રાટ અકબરે તેને જીત્યું અને ૧૭૫૦ માં સિંધીયા સરકારે જીત્યું. અહીં ભતૃડુરી ગુફા, સિધ્ધવડ વગેરે જોવા લાયક છે. મઢારાજા સવાઈ જયસિદ્ધ જ્યારે માળવાના સૂબા હતા ત્યારે તેમણે એક સુંદર વેધશાળા બનાવી હતી તે પણ ક્ષિપ્રાકિનારે આજ વિદ્યમાન છે. ઉન્નઐન ભારતવષ'નું ગ્રીનીચ ગણાય છે. ક્ષિપ્રાનદીની વચમાં રહેલ કાલીય દેઢુ મહેલ પણ જોવા લાયક છે. રતલામ. માળવામાં રતલામ મેટુ શહેર ગણાય છે. અહીં સુંદર દશ જિનમદિર છે. આમાં શ્રો શાંતિન થજીનું તપગચ્છનુ મંદિર કહેવાય છે તે ભગ્ય અને પ્રાચીન છે. મૂતિ' સંપ્રતિ મહારાજાના સમયની પ્રાચીન છે. મદિરા સુંદર અને દર્શનીય છે. વ્રુતાંબર જૈન ધર્મશાળા છે. જૈનેની વસ્તી પશુ સારા પ્રમાણમાં છે. રતલામના દરબાર સાહેબે મેટા મન્દિરના જીર્ણધાર સમયે સારી રહાયતા આપેલી અને મદિરખર્ચ પેટે એ ગામ આપ્યાં છે. સૈબલીયા રતલામથી પાંચ કેશ ક્રૂર અને નીમત્રીના સ્ટેશનથી એક કાશ દૂર સૈમાલીયા આવેલુ છે. અહી શ્રી શાંતિનાથજીનું પ્રાચીન ભવ્ય મંદિર છે. પ્રતિમાજી વેળુનાં છે. બહુ જ પ્રભાવિક અને ચમત્કારી છે. અહીની મૂર્તિ પૂર્વાચાર્યજી મહારાજે આકાશમાર્ગેથી લાવી સ્થાપન કરેલી છે. ભાદરવા શુદ્ધિ ખીજે પ્રભુજીના અંગમાંથી અમી ઝરે છે. દેરાસરજીની પાસે જ સુર ધમશાળા છે. સૈખાલીયાના ઠાકેારસાહેબે મહિરજી માટે બગીચે-વાવડી વગેરે આપેલ છે. સાવલીજી તી રતલામથી આગળ જતાં નીમલી સ્ટેશનથી ૪ માઇલ દૂર સાવલીયાજી તીર્થં આવેલુ છે. અહી કો પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. પ્રતિમાજી મનેાહર શ્યામ છે, અહા પણુ ભા. શુ, ખીજના અમી ઝરે છે. કેઇ મુસલમાને આ મૂર્તિ'ને ખંડન કરવા પ્રયત્ન કર્યાં હતા જેનુ નિશાન નજરે પડે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy