________________
ઈતિહાસ]
: ૩૯૩ :
અવતી પાર્શ્વનાથ
આખરમાં બનને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુધમાં ચંડપ્રદ્યોત હાર્યો અને કે પકડાયો. ઉદાયી રાજા તેમને પકડીને વિતભયપત્તન લઈ જતો હતો. રસ્તામાં ચાતુર્માસ આવવાથી રાજા ઉદાયીએ દશ રાજાઓ સહિત વચ્ચે જ પડાવ નાંખ્યો જેથી દશપુર નગર વસ્યું. બાદમાં પર્યુષણ પર્વના દિવસોમાં ઉદાયી સાથે ચંડપ્રદ્યોતે પણ ઉપવાસ કર્યો હતો જેથી ઉદાયો રાજાએ તેને પિતાને વધમી સમજી ક્ષમાપના કરી અને તેને છૂટે કર્યો. ચંડપ્રદ્યોત અવનિત આવ્યો અને ઉદાયી વિતભયપત્તન ગયે.
રોહા નામને બુદ્ધિશાલી નટપુત્ર અહી ને જ રહેવાસી હતો. ઠેકાસ નામના ગૃહસ્થ અહીં ધન કમાઈ ધમરાધન કર્યું હતું. અટનમહલ નામને પ્રસિદ્ધ પહેલવાન અહીંને હતે. ચંડરૂદ્રાચાર્ય અહીં પધાર્યા હતા. આ ઉલ્લેખ નંદી સૂર, આવશ્યક ટકા અને ઉત્તરાધ્યયનમાં છે.
ભગવાન મહાવીર સ્વામી પછી ર૦ વર્ષે સમ્રાટ સ પ્રતિએ આર્ય સુહસ્તિસૂરિજીનો ઉપદેશથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો. તેઓ અહીં જ થયાં હતા.
અતિસુકમાલે આર્યસહસ્તસૂરિજીના ઉપદેશથી નલીનીગુલ્મ વિમાનની ઈચ્છાથી અહીં જ દીક્ષા લીધી હતી. તેઓ અહીંના નિવાસી હતા. તેમનું વર્ગગમન અહીં ક્ષીપ્રા કાંઠે થયેલું અને જેમની સ્મૃતિરૂપે તેમના પુત્રે અતિ પાર્શ્વનાથજીની સ્થાપના કરી હતી. બાદ આ સ્થાન બ્રાહ્મણના હાથમાં ગયું. તેમણે જિનબિંબ આચ્છાદિત કરી મહાદેવજીનું લિંગ સ્થાપ્યું પરંતુ સુપ્રસિધ્ધ દાનવીર પરદુઃખભંજન રાજા વિક્રમાદિત્ય અહી રાજ્ય કરતા હતા ત્યારે વૃધવાદી સૂરિજીના શિષ્ય પ્રખર વૈયાયિક તાકિકશિરોમણી શ્રી સિદ્ધસેન દિવાકરે અહીં આવી, જ્ઞાનથી અહીંનું સ્વરૂપ જાણી, મંદિરમાં જઈ, કલ્યાણુમંદિર સ્તોત્ર બનાવ્યું. સત્તરમી ગાથાએ લિંગ ફાટયું અને શ્રીઅવનિત પાનાથજીની મૂર્તિ નીકળી. એ ભૂતિ એક ઘોડેસ્વાર જાય એટલી ઊંચે ગઈ. પછી સ્થિર થઈ અને કલ્યાણ મંદિર તેત્ર સમાપ્ત થયું. આજ તે ક્ષીપ્રાકાંઠે નજીકમાં અનંત પૅઠમાં અવતિ પાર્શ્વનાથજીનું મંદિર છે, તેમાં એ મૂર્તિ ગાદી ઉપર બિરાજમાન છે. પાસે જ સુંદર વેતાંબર જૈન ધર્મશાળા છે, ક્ષી પ્રાકાંઠે અનેક ઘાટે બનેલા છે, બીજા ઉજજૈનમાં મહામંત્રી પેથડકુમારે મંદિર બંધાવ્યું હતું. જુઓ, વાસુવિકુરે નિશિr ( ગુર્નાવલી ).
ઉજજયિનીમાં યતિને પ્રાચીન ગ્રંથભંડાર છે. ગામમાં શરાફામાં શ્રીશાન્તિનાથજી તથા મંડીમાં વાસુપૂજ્ય સ્વામિ, ખારાકુવા શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી તથા સહસફણા પાર્શ્વનાથજી, તથા દેર ખડકી અને નયાપુરીમાં સુંદર મંદિરે છે. રાખડકીમાં ૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com