________________
ચિત્તોડગઢ ': ૩૮૬ ઃ
[ જૈન તીર્થોને ગયાં છે. અત્યારે મુખ્ય જિનમંદિરે શુગારયંવરી, શતાવીશદેવરી, ગોમુખીવાલું જિનમંદિર, મહાવીરસ્વામીનું મંદિર, કીર્તિસ્તંભ, વગેરે કુલ ૨૭ જિનમંદિશ છે. અત્યારે તે મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે. શૃંગારચીરીનું મંદિર તથા તેનાં ભયરામાં હજારો જિનમૂર્તિઓ છે. શતવીસ દેવરીના મંદિરમાં તેની સુંદર કેરણી ખાસ દર્શનીય છે. તેની રચના અને અપૂર્વ વિશાળતા જોતાં તેમાં બે હજારથી વધુ પ્રતિમાઓ હશે. સાત માળને વિશાલ કીર્તિસ્થંભ જેની નીચે ઘેરા ૮૦ ઘન ફૂટના વિસ્તારમાં છે. અહીં જૈનધર્મની અપૂર્વ જાહોજલાલી હતી. ખાસ દર્શનીય સ્થાન છે, લાખની કિંમતનાં પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર કરાવી આવાં સ્થાનની રક્ષા કરવાની દરેક જૈનની ફરજ છે.
ચિત્તોડગઢમાં શ્રી જિનવલભસૂરિજીએ બે સુંદર વિધિ ચેત્યો કરાવ્યાં હતાં. ત્યાં શ્રાવકને ધર્મોપદેશ પણ સારે આપ્યો હતો. સં. ૧૧૬૭નો પ્રસંગ છે. તેમના ગ્રંથો અષ્ટસપ્તતિક, સંઘપટ્ટક, ધર્મ શિક્ષા ગ્રંથો ચિત્તોડના મંદિરમાં પ્રશરિતરૂપે કેતરાવ્યા હતાં.
ચિત્તોડ સૂર્યવંશી સિસોદીયા રાજાઓના હાથમાં કયારે ગયું તેને ઇતિહાસ મળે છે કે-વિક્રમનાં આઠમા સૈકાના અંતમાં મેવાડના ગુહિલવંશી રાજા બાપા રાવળે મૌર્ય વંશના છેલ્લા રાજા માનને હરાવી એ કિલે હાથ કર્યા પછી માળ, વાના પરમારના હાથમાં ગમે. બારમા સૈકામાં ગુજરાતના રાજા જયસિંહે આ કિલ્લે જીત્યા હતા. બાદમાં અજયપાલને મેવાડના રાજા સામન્તસિહે હરાવ્યું અને એની ઉપર ગુહિલ વંશનું સામ્રાજ્ય સ્થાપ્યું. વચમાં થોડો સમય મુસલમાનની સત્તા આવી. બાદમાં તે ગઢને સિસોદીયાઓએ છયે. છેલ્લે રાણા સંગ સાથે મેગલ સમ્રાટ બાબરે યુદ્ધ કરીને કિલે જીત્યા. ત્યાર પછી ઉદેપુર મેવાડની રાજગાદી બની. અકબરે ચિત્તોડને સર્વથા જીત્યા હતા. મુગલાઈ પછી ચિત્તોડ મેવાડના રાજાઓના હાથમાં ગયું જે અત્યારે પણ છે.
ચિત્તોડ કિલે સમુદ્રની સપાટીથી લગભગ ૧૮૫૦ ફૂટ ઊંચાઈએ છે.
ચિત્તોડગઢ ઉપરના સુપ્રસિદ્ધ કીતિર્થ મને બનાવનાર વેતાંબર જૈન શ્રાવક હતા. ત્યાંના એક શિલાલેખમાં લખ્યું છે કે “ આ કીતિસ્થંભ પ્રાગુવંશપરવાડ) સંઘવી કુમારપાલે આ મંદિરની દક્ષિણ બાજુએ કરાવ્યા. સ્થાની ઉત્તર તરફ શ્રી વર્ધમાન જિનના મંદિરનો જીર્ણોદ્ધાર શ્રી સોમસુંદરસૂરિજીના અનન્ય અનુરાગી શ્રાવક ગુણરાજે કરાવ્યું હતું અને તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૮૫માં શ્રી સેમસુંદર સૂરિજી મહારાજે કરી હતી. આ મંદિર ચિત્રકૂટના જ રહેવાસીઓ સવાલ તેજાના પુત્ર ચાચાએ કરાવ્યું હતું.
આ મંદિરની પ્રશસ્તિ ચારિત્રનગણિએ વિ. સં. ૧૪૯પમાં રચી હતી તે આખી પ્રશસ્તિ રો. એ. જ. પુ ૩૩ નં. ૬૩ સન. ૧૯૮ પૃ. ૪૦ થી ૬૦માં ડે. દેવધર ભાંડારકરે પ્રકાશિત કરાવી છે. જુએ જેન. સા. ઈ. પૂ. ૪૫૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com