SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૩૮૫ ૨ ચિત્તોડગઢ શ્રી નેમિનાથજીના મંદિરનું નામ શીતવિજયજી અને જિનતિલકસૂરિજીએ પિતાની તીથમાળાઓમાં પણ લીધું છે. શ્રી સંમતિલકસૂરિજીએ બનાવેલા એક તેત્રમાં અહિંનું નેમિનાથનું મંદિર પેથડશાહે બનાવ્યાનો ઉલ્લેખ છે. ચિત્તોડગઢ મેવાડની પ્રાચીન રાજધાની વિરપ્રસુ ચીત્તોડથી ભાગ્યે જ કોઈ ભારતીય વિદ્વાન અનભિજ્ઞ હશે. ઈતિહાસમાં આ વીર ભૂમિ અદ્વિતીય ગણાય છે. ચિત્તોડ ગામ ચિત્તોડ જંકશનથી સ્ટેશનથી બે માઈલ દૂર છે અને ગામની તલાટીથી પાંચ ફીટની ઊંચાઈ પર ચિત્તોડગઢ છે. ગઢ ઉપર જતાં ફેર ખાતા સાત દરવાજા વટાવવા પડે છે. ગઢની લંબાઈ સવત્રણ માઈલ અને પહોળાઈ અધી માઈલ જેટલી છે. ગઢ ઘણે જ પ્રાચીન છે. પાંચ પાંડમાંના સુપ્રસિદ્ધ બલવાન ચેષ્ઠા ભીમે બનાવેલ આ ગઢ છે. અહીં ભીમના નામથી ભીમગોડી, ભીમતલ આદિ સ્થાને વિદ્યમાન છે. ત્યારબાદ આ ગઢને મૌર્યવંશી રાજા ચિત્રાંગદે ઉધાર કરાવ્યું તેથી ગઢનું નામ ચિત્રકૂટ પ્રસિદ્ધ થયું. અમારી પાસેના એક હસ્તલિખિત પાનામાં કે જેમાં હિન્દનાં ઘણું નગર વસાવ્યાનું સંવત વાર જણાવ્યું છે તેમાં લખ્યું છે કે સંવત ૯૦ર વર્ષે ચિત્રોડ-ચિત્તોડગઢ અમરસિંહ રાણે વસાવ્યું અને કિલે કરા.” સુપ્રસિદ્ધ ક. કા. સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિજી મહારાજ સકલાર્વતસ્તવમાં ચિત્તોડને યાદ કરતાં જણાવે છે– वैभारः कनकाचलोऽर्बुदगिरिः श्रीचित्रकूटादयस्तत्र श्रीऋषभादयो जिनवरा कुर्वतु वो मंगलम् ॥ ३३ ॥ અર્થાત્ ચિત્તોડ એક પ્રાચીન જૈનતીર્થ છે. સુપ્રસિદ્ધ ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીનું જન્મસ્થાન ચિતોડ જ હતું. તેમને ઉપાશ્રય અને પુસ્તક ભંડાર અહીં કહેવાય છે. સિદ્ધસેનદિવાકર પણ અહીં વિદ્યા સિદ્ધ કરવા પધારેલા. અહી ૧૪૩૯માં વીસલ શ્રાવકે પ્રતિષ્ઠા કરાવી હતી. બાદમાં ૧૪૪૪માં જિનરાજસૂરિજીએ આદિનાથબિંબની, ૧૪૮૯માં શ્રો સેમસુંદરસૂરિજીએ પંચતીથી ની પ્રતિષ્ઠા કરાવી હતી. આ સિવાય મહારાણા મેકલજીના સમયમાં તેમના મુખ્ય પ્રધાન સરકૃપાલજીએ પુષ્કળ દ્રવ્ય ખચી ઘણાં જિનમંદિર બંધાવ્યાં હતાં. આજે તે ઘણાં જૈન મંદિરનાં ખંડિયેર પડયાં છે તેનાં નામ પણ બદલાઈ * અત્યારે તે શ્રી પાર્શ્વનાથજી કે નેમિનાથજીનું મંદિર નથી. ગુર્નાવલીમાં શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ પણ લખે છે કે-પેથડશાહે નાગહદમાં મંદિર બંધાવ્યું હતું. “નાના છોગેનિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy