________________
દયાળ શાહનો કિલ્લો : ૩૮૪ :
[[ જૈન તીર્થને કે “સં. ૧૭૩૨ ના વશાખ શુદિ ૭ ને ગુરૂવારે મહારાણા રાજસિંહના રાજ્યમાં સંઘવી દયાળદાસે ચતુર્મુખ પ્રાસાદ કરાવ્યું, અને વિજયગચ્છીય વિનયસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. શિલાલેખમાં દયાળશાહના પૂર્વજોનાન મ તેજા, તેને પૌત્ર ગજૂ, તેને પૌત્ર રાજૂ, તેને ચાર પુત્ર હતા. તેમાં સૌથી નાને દયાળશાહ હતા. આ મંદિર, ચકી અને તળાવના ખર્ચને દૂહે આ પ્રમાણે પ્રસિધ્ધ છે.
નવ ચેક નવ લાખકી, ક્રોડ રૂપિયાં રે કામ, રાણે બંધાયો રાજસિહ રાજનગર હે ગામ; વો હી રાણું રાજસિંહ વ હી શાહ દયાળ,
વણે બંધાયો દેહરા, વણે બંધાઈ પાળ. મેવાડની યાત્રા કરનારે આ સ્થળની યાત્રાને લાભ લેવું જરૂરી છે.
નાગદા-અદબદજી ઉદયપુરથી લગભગ ૧૩-૧૪ માઈલ ઉત્તરમાં વૈષ્ણવના એકલિંગજી તીર્થની પાસે લગભગ એક માઈલ દૂર પહાડની વચમાં અદબદજીનું તીર્થ છે. આ સ્થાને પ્રાચીન કાળમાં એક મોટું નગર હતું જેનું નામ નાગહદ-નાગદા હતું. આ નગર મેવાડના રાજાઓની રાજધાની થવાનું માન પામ્યું હતું અને પ્રસિદ્ધ જૈન તીર્થ રૂપે પણ આ રથાનની ઘણી ખ્યાતિ હતી. આ નગરમાં કેટલાં જૈન મંદિરો હતાં એનું અનુમાન તે એક માઈલના વિરતારમાં રહેલા જૈન મંદિરના ખંડિયેરથી જ થઈ જાય છે. હાલમાં મદિર વિદ્યમાન છે, અને તે શાંતિનાથજીનું છે. મૂલનાયક શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ઉપર લેખ છે જેમાં સં. ૧૪૯૪માં માઘ શુદ-૧૧ ગુરૂવારે જિનસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે. એ લેખમાં “નિરુપમ મદૂભૂત” શબ્દોથી આ સ્થાન-મૂતિ અદ્દભૂત-અદબદજી રૂપે પ્રસિદ્ધ છે.
શાંતિનાથ ભગવાનના મંદિરની પાસે એક વિશાલ મંદિર ટુટીફૂટી હાલતમાં પડયું છે. આમાં એક પણ મૂર્તિ નથી. આ મંદિર પાર્શ્વનાથ યા નમિનાથજીનું હોય એમ સ ભવે છે. પ્રાચીન-તીર્થમાલા અને ગુર્વાવલી વગેરેમાં પાર્શ્વનાથ અને નેમિનાથજીના મંદિર છેવાને ઉલ્લેખ મળે છે. મુનિસુંદરસૂરિ મહારાજ લખે છે કે
खेमाणभूभृत्कुलजस्ततोऽभूत् ‘समुद्रमूरिः । २७ स्ववशं गुरुर्यः चकार नागहृदपार्श्वतीर्थ विद्याम्बुधिदिग्वसनान् विजित्य ॥३९॥
ખેમાણરાજાના કુલમાં થયેલા સમુદ્રસૂરિજીએ દિગમ્બને છતી નાગહર પાવનાથનું તીર્થ પિતાને સ્વાધીન કર્યું હતું. શ્રી મુનિસુંદરસૂરિજીએ બનાવેલા અહીંના શ્રી પાર્શ્વનાથજીના તેત્ર ઉપરથી જણાય છે કે-શ્રી પાર્શ્વનાથજીનું મંદિર સંપ્રતિ રાજાએ બનાવ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com