________________
ઇતિહાસ ]
: ૩૮૩ :
દયાલ શાહને કિ " मेदपाटपतिलक्षभूमिभृद्रक्ष्यदेवकुलपाटकपुरे ।। મેઘ-વીસ--મ-પ-મીન-નિંગ જેવાશુપાણી રૂપરા श्रीतपागुरुगुरुबुधिभिः कारितं तदुपदेशसंश्रुतेः ।
तैः प्रतिष्ठितमथाऽऽदिमाऽर्हता मंदिरं हरनगापमं श्रिया ॥३५४॥ युग्मम्॥ અહીં અત્યારે મૂર્તિપૂજક શ્રાવકનાં ઘર ડાં છે. મહાત્મા શ્રી લાલજી અને મહાતા રામલાલજી વગેરે મહાત્માઓ સજજન છે. અહીં ૧૦-૧૨ પષાલો છે, ઉદેપુર આવનાર દરેક યાત્રી અહીં દર્શન કરવા જરૂર આવે.
દયાળ શાહનો કિલ્લો અઢારમી શતાબ્દીમાં ઉદયપુરના મહારાણા રાજસિંહના મંત્રી દયાળશાહે એક કરોડ રૂપિયાના ખર્ચે કાંકરેલી અને રાજસાગરની વચ્ચે રાજસાગરની પાસેના પહાડ ઉપર ગગનચુંબી ભવ્ય જિનાલય બંધાવ્યું છે. આ મંદિર નવ માળનું હતું પરંતુ બાદશાહ ઔરંગજેબે એક મેટો કિલે ધારી આ મંદિર તેડાવ્યું. અત્યારે આ મંદિર બે માળનું છે.
દયાળ શાહ સંઘવી ગોત્રના સરૂપર્યા ઓસવાલ હતા. તેમણે તે વખતના મેવાડના રાણું રાજસિંહની વફાદારીભરી રાજસેવા બજાવી હતી. તેમજ પ્રસંગ આવ્યું મુસલમાન બાદશાહ ઔરંગજેબ સામે બહાદૂરીથી લડી વિજય પતાકા મેળવી હતી.
દયાળશાહે બંધાવેલા મંદિર માટે એક કિંવદન્તિ છે કે-રાણા રાજસિંહે રાજસાગર તળાવની પાળ બંધાવવી શરૂ કરી પણ તે ટકતી ન હતી. છેવટે એવી દેવી વાણી થઈ કે કઈ સાચી સતી સ્ત્રીના હાથે પાયો નખાવવામાં આવે તે કાર્ય ચાલે. ત્યાર પછી શેઠ દયાળ શાહની પુત્રવધૂએ બીડું ઝડપ્યું. તેના હાથે પાયો નાંખી કાર્ય શરૂ કરાવ્યું જેથી કામ બરાબર ચાલ્યું. આના બદલામાં દયાલ શાહને પહાડ ઉપર મંદિર બંધાવવાની મંજૂરી મળી.
પહાડ ઉપર એક કરોડ રૂપિયા ખર્ચે નવ માળનું આ વિશાલ મંદિર બંધાવ્યું એની વજાની છાયા છ કેસ ( બાર માઈલ) ઉપર પડતી હતી. આ કાંઈ કિલો નથી, એક વિશાલ મંદિર છે. આ મંદિરની પાસે નવ ચોકી નામનું એક સ્થાન છે જેની કારીગરી ઘણું જ સુંદર છે. અબૂદેલવાડાના મંદિરે ની કારીગરીના નમૂનારૂપ છે. નવ ચોકીમાં પચીસ સર્ગના શિલાલેખરૂપ એક પ્રશસ્તિ કાવ્ય છે. તેમાં રાણુઓથી પ્રશંસા છે. આ પ્રશસ્તિમાં દયાળશાહનું પણ નામ છે. યાત્રિકોએ કરેડા સ્ટેશને ઉતરવું. ત્યાં એક નાની ધર્મશાલા છે. ત્યાંથી બે અઢી માઈલ આ મંદિર છે. કિલ્લાની તલેટીમાં ધર્મશાલા છે. મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન છે તે બધી ઉપર એક જ જાતને લેખ છે. તેમાં લખ્યું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com