________________
દેલવાડા-દેવકુલપાટક
: ૩૮૨ :
[ રૈન તીર્થ આ નગરી પ્રાચીન સમયમાં ઘણું જ ભવ્ય અને વિશાલ હતી. પંદરમી, સલમી અને સત્તરમી શતાબ્દિ સુધી આ શહેર પૂરી જાહોજલાલી જોગવતું હતું. અહીં પ્રાચીન જૈન મંદિરો ઘણાં હતાં અને શ્રાવકની વસ્તી પણ પુષ્કળ હતી. કહેવાય છે કે-અહીં ત્રણસો ઘટેના નાદ સંભળાતા હતા
આચાર્ય સોમસુંદરસુરિજી અને તેમનો પરિવાર અહીં અનેક વાર પધારેલ અને તેઓની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠા આદિ ઉત્સવ પણ ઘણા થયેલા. તેઓ એક વાર પિતાને વાચક પદવી મળ્યા પછી સં. ૧૪૫૦ આવેલા તે વખતે તેમની ઉમર માત્ર ૨૦ વર્ષની જ હતી. તે વખતે મહારાણા લાખાના માનીતા મંત્રી રામદેવ અને ચુંડ વગેરે મહામાન્ય અને ધનાઢ્ય પુરૂષો સામે ગયા હતા. આ સંબંધી વિગતવાર ઉલ્લેખ સોમસૌભાગ્યકાવ્યમાં મળે છે. આ સિવાય જિનવનસૂરિ, જિનસાગરસૂરિ, જિનચંદ્રસૂરિ, સર્વાનંદસૂરિજી વગેરે પણ અહીં પધાર્યા છે અને પ્રતિષ્ઠા કરાવી છે. - હાલમાં જે ત્રણ મંદિરો છે તે પણ ઘણાં વિશાલ અને બાવન જિનાલયનાં છે. તેમાં ભેંયરાં પણ છે, વિશાલ જિનમતિ ઉપરાન્ત ગુરુમૂતિઓ પણ છે. ૧૯૫૪ ના અહીંના જીર્ણોદ્ધાર પ્રસંગે ૧૨૪ મૂતિએ જમીનમાંથી નીકળી હતી. ત્રણ મંદિરમાં બે અષભદેવ ભગવાનનાં અને એક પાર્શ્વનાથ ભગવાનનું છે. એક ચોથું મંદિર યતિજીનું મંદિર છે. અહી શત્રુંજય અને ગિરનારની સ્થાપનાને ઉલલેખ મળે છે.
દેલવાડિ છિ દેવજ ઘણું બહુ જિનમંદિર રળીયામણું; દઈ ડુંગર ત્યાં થાયા સાર શ્રી શત્રુંજે ને ગિરનાર.”
(શી વિજયકૃત તીર્થમાલા, સં. ૧૭૪૬ રચના) આ સ્થાન તીર્થરૂપ હતું તેને માટે જુઓ શ્રીમાન્ મેઘ પિતાનો તીર્થ માલામાં પણ જણાવે છે.
દેઉલવાડા નાકાહા ચિત્રોડ, “આહડ કરહેડઉ વઘણેર;
જારિ જાઉર ને સાદડી, જિનવરના મન મુકઉં ઘડી. વાચનાચાર્ય શ્રીમાન કીર્તિમેરૂએ પિતાની શાશ્વત તીર્થમાલામાં દેલવાડાનું નામ આપ્યું છે.
નગર કોટ નઈ દેઉલવાડઈ, ચિત્રકૂટ નઈ;
સિરિતલ વાડઈ જે છઈ જહા જીનરાજ (પંદરમી શતાબ્દિ ). તેમજ અહીં નીંબ, વીસલ, મેઘ, કેહલ, ભીમ તથા કટુક વગેરે શ્રીમાન અને ધીમાન શ્રાવકોએ શ્રી ઋષભદેવ ભગવાનનું વિશાળ મંદિર બનાવ્યાને ઉલેખ મુનિસુંદરસૂરિજી મહારાજ ગુવાવલીમાં નીચે પ્રમાણે આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com