________________
ઈતિહાસ].
: ૩૭૫ :
મેવાડની પંચતીથી મેવાડાધીશ રાણા ત્રિસિંહ વીર નિર્વાણ સં. ૧૭૫૫માં, વિ. સં. ૧૨૮૫માં આચાર્ય શ્રી જગતચંદ્રસૂરિજીને તપની પદવીથી અલંકૃત કર્યા. ત્યારથી તેઓને શિષ્યપરિવાર “તપગણ” નામથી પ્રસિદ્ધિ પામે.”
અઘાટપુરમાં સાંડેરક ગચ્છના શ્રી યશોભદ્રસૂરિજીના હાથે અલ્લટસ (અલૂએ) શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી.
આજ અઘાટપુરમાં જેત્રસિંહના રાજ્યકાલમાં હેમચંદ્ર નામના શ્રેષ્ઠીએ બધાં આગમ તાડપત્ર ઉપર લખાવ્યાં હતાં જેમાંથી દશવૈકાલિકસૂત્ર, પાક્ષિકસૂત્ર અને એઘનિર્યુક્તિની તાડપત્રીય પ્રતે ખંભાતના શ્રી શાંતિનાથજીના ભંડારમાં છે.
આ જૈસિંહને રાજ્યકાલ ૧૨૭થી૧૩૦૯ સુધી હતે.
આ આઘાટપુર એક પ્રકારનું તપ તીર્થ છે. સુપ્રસિધ વડગચ્છમાં જગચંદ્રસૂરિજીના શિષ્યાનું તપગચ્છ નામ પડયું. અઘાટમાં પ્રાચીન ચાર જિનમંદિરો છે. તેમાં એક તે મહારાજા સંપ્રતિના સમયનું છે. તેમાં રા હાથ મટી શ્રો બાષભદેવ ભગવાનની પ્રાચીન પ્રતિમા છે. આ સિવાય શ્રી શાંતિનાથજી, શંખેશ્વર પાર્શ્વનાથજી, અને સુપાર્શ્વનાથજીનાં ભવ્ય મંદિરો છે. સુપાર્શ્વનાથજીની મૂર્તિ પણ રાજા સંપ્રતિના સમયની છે. આ મંદિરમાં રંગમંડપમાં ત્રણ ચરણપાદુકાઓ છે તેના ઉપર ૧૬૯રમાં ભટ્ટારક શ્રી હીરાવજયસૂરિજીના સમુદાયના સુપ્રસિદ્ધ ભાનુચ કે ઉ. નું નામ છે. ઉદેપુર આવનાર દરેક યાત્રી આ તપસ્તીથી નાં અવશ્ય દર્શન કરે. કવિ હેમ અઘાટપુરનાં મંદિરોનું વર્ણન આ પ્રમાણે આપે છે–
“આઘાટ ગામ હે પ્રસિદ્ધ તપબિરૂદ હી નિહાં કીધ, દેહરા પંચકા મંડાણ શિખરબંધ હે પહિચાન; પાર્શ્વપ્રમુછ જિનાલય પડ્યાં પરમહે દયાલ, શ્રી ભીમરાણું કે મુકામ તિસ કહત હે અબ કામ. ”
મેવાડની પંચતીથી મેવાડમાં અત્યારે લગભગ પણે લાખ જેનોની વસ્તી છે, પરંતુ નાગદા, આહ, કુંભલગઢ, જાવર, ચિત્તોડ, દેલવાડા, ઝીલવાડા, કેલવા અને કેલવાડા આદિનાં અનેક વિશાલ પ્રાચીન મંદિરો, અને પ્રાચીન મંદિરનાં ખંડેર જોતાં એ કલ્પના કરવી અસ્થાને નથી કે એક સમયે મેવાડમાં લાખો જેનોની વસ્તી હોવી જોઈએ. કહેવાય છે કે એક સમયે સાડા ત્રણસે મંદિરે હતાં તેવી જ રીત કુંભલગઢમાં લગભગ તેટલાં જ મંદિરે હતાં. ઉજજડ થએલી જાવર નગરીનાં
* મેવાડના રાણા જૈત્રસિંહના સં. ૧૨૭૦થી૧૩૦૯ના શિલાલેખે મળે છે. સૂરિજીના ઉપદેશથી મેવાડ રાજ્યમાં જ્યાં કિલ્લે બને ત્યાં પ્રથમ ઋષભદેવજીનું મંદિર બને તેવી રીતે પ્રથા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com