________________
બાડમેર-બીકાનેર
: ૩es :
[ જૈન તીર્થોને દક્ષિણમાં વિજાપુરમાં જૂનાં ખંડિયે બેદતાં એક ભેંયરામાંથી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની તેરમા સૈકાની પ્રતિમાજી નીકળી હતી, જે વિજાપુરમાં વિરાજમાન છે. શિખરજીમાં પણ સહસ્ત્રફણા પાર્શ્વનાથની મૂર્તિ છે.
દેવીકેટ જેસલમેર સ્ટેટનું એક પ્રાચીન ગામ છે. અહીં એક સુંદર જિનમંદિર છે જે ૧૮૬૦માં બનેલું છે. શ્રી ઋષભદેવજીની સુંદર પ્રતિમાં છે. શ્રાવકના પંદર ઘર છે. આ સિવાય બીજું એક જ જિનમંદિર પણ છે. ૧૮૭૪માં બનાવેલી દાદાવાડી પણ છે. અહીં સં. ૧૮૬૦થી ૧૮૯૭ના લેખો મળે છે. ઉપાશ્રય છે. અહીંથી જેસલમેર બાર ગાઉ દૂર છે.
- બ્રહ્મસર અહી એક પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. ચમત્કારી દાદાવાડી છે.
બાડમેર કરાંચી લાઈનમાં સ્ટેશન છે. અહીંથી જેસલમેર પણ જવાય છે. અહીં ૭૦૦ ઘર એસવાલ જૈનોનાં છે. સાત જિનમંદિર છે. ચાર મોટા ઉપાશ્રય છે અને બે ધર્મશાળાઓ છે. થપિ મંદિરે બહુ પ્રાચીન નથી પરંતુ એમાં પ્રાચીન મૂર્તિઓ છે. શ્રી રાષભદેવજીના મંદિરમાં ૧૬૭૮ને લેખ પણ છે. ચારે ઉપાશ્રયમાં વિદ્વાન યતિવર્યો રહે છે.
પકરણ જેના નામથી કિરણ ફલેધી કહેવાય છે તે આ પિકરણ છે. અહીં ત્રણ સુંદર શિખરબદ્ધ મંદિરો અને બે ઉપાશ્રયે છે. શ્રાવકેનાં ૮ ઘર છે. એકમાં શ્રી ઋષભદેવજીના મૂલનાયક છે અને બીજામાં શ્રી પાર્શ્વનાથજી મૂલનાયક છે.
પકરણ-ફલેધી જેને પરિચય પાછળ આપ્યો છે. ૫૦૦ થી વધારે ઘર વેતામ્બર મૂર્તિપૂજક જેનોનાં છે. ગામમાં છ જિનમંદિર તેમજ એક તલાવ ઉપર મન્દર છે. ચાર પાંચ ઉપાશ્રયે છે. ચાર દાદાવાડીઓ છે. અહીંના મંદિર વીસમી સદીનાં બનેલાં છે.
બીકાનેર પંદરમી સદીમાં રાવ વિકાજીએ આ નગર વસાવ્યું છે. અહી એક હજાર ઘર વેતાંબર મૂર્તિપૂજક નોનાં છે. લગભગ ૩૦ જિનમંદિર છે. તેમજ ૪-૫ જ્ઞાનભંડારે પણ છે. સ્ટેટ લાયબ્રેરી પણ સારી છે.
(૧) અજિતનાથ ભગવાનનું દહેરાસર–આ દેહરાસર પ્રાચીન છે. શ્રી હીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com