________________
ઇતિહાસ ] * ૩૬૯ :
લોકવા અને પ્રાસાદાર હોય છે. આ પત્થરેમાં એક ખૂબી છે કે જેમ જેમ એના ઉપર પાણી પડે તેમ તેમ આ પત્થર મજબૂત બને છે. અહીંથી પથરે બહુ દૂર દૂર સ્થામાં પણ જાય છે.
અમર સાગરથી ૪ કેશ અને જેસલમેરથી પાંચ કેશ દૂર લદ્રવા-લેપ્રવા છે. અહીં પહેલાં લેધ યા લૌ જાતિનાં રાજપુતનું રાજ્ય હતું પરંતુ વિ. સં. ૧૦૮૨માં દેવરાજ ભાટીએ લેડુ સરદારને હરાવી લેદ્રવામાં પોતાની રાજધાની બનાવી, પરંતુ ૧૨૧૨ લગભગમાં જેસલ ભાટીએ મહંમદ ઘોરીની સહાયતાથી લેદ્રવા ઉપર ચઢાઈ કરી, ભેજદેવ રાવલને હરાવી પિતે રાજ્ય મેળવ્યું અને પછી લેવાને બદલે જેસલમેરમાં રાજગાદી સ્થાપી. ત્યારપછી લોઢવાની પડતી દશા થઈ. અત્યારે આ નગરના ખંડિયેરો ચારે તરફ દેખાય છે. આ લડાઈમાં શ્રી ચિન્તામણી પાર્શ્વ નાથજીના મંદિરને પણ ખૂબ હાનિ પહોંચી, પરંતુ ૧૬૭૫માં ભણશાલી ગેત્રીય શેઠ થીરૂ શાહે આ મંદિર બનાવ્યું. અહીં પાંચ અનુત્તર વિમાનના આકારનાં પાંચ મંદિર બનાવ્યાં. વચમાં પાશ્વનાથજીનું મોટું મંદિર છે. બાકીનાં ચારે દિશામાં એક એક મંદિર છે. મુખ્ય મંદિરની ડાબી બાજુ એક સમવસરણની ઉપર અષ્ટાપદ તથા તેની ઉપર કલ્પવૃક્ષ બહુ સરસ બનેલ છે.
આ તીર્થના મૂલનાયક શ્રી પાર્શ્વનાથજીની શ્યામ મૂર્તિ એક હજાર ફણાવાળી છે. કહેવાય છે કે શેઠ થીરૂ શાહે ૧૬૯૩માં સિદ્ધાચલજીને મોટે સંઘ કાઢ્યો હતું. તે વખતે પાછા વળતાં પાટણથી મૂર્તિના તેલનું સોનું આપીને પાર્શ્વનાથ ભગવાનની બે મૂર્તિએ લાવ્યા હતા. જેમાંની એક તો શ્રી ભૂલનાયકજી તરીકે સ્થાપી અને બીજી મૂર્તિ ઉત્તર-પૂર્વના નાના મંદિરમાં સ્થાપી છે. શેઠ થીરૂશાહ જે રથ સંઘમાં લઈ ગયા હતા તે રથ પણ અદ્યાવધિ સાચવી રાખેલ છે.
અહીં ત્રણ ઉપાશ્રય છે, ધર્મશાળા છે. અહીં પૂજારી અને મારી કેનાં પાંચ સાત ઘર સિવાય બીજી વસ્તુ નથી.
સહસ્ત્રફણા પાર્શ્વનાથ ઉપર સિવાય નીચેનાં સ્થાનમાં પણ પ્રસિદ્ધ છે. ૧. ઉદયપુરમાં ૨. રાધનપુરમાં, સહસ્ત્રફણા પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. ૩. સણવાસમાં વિ. સં. ૧૭૦૦નું સુંદર મંદિર છે. ૪. પાટમાં સહસ્ત્રફણાજીનું મંદિર છે. ૫. અમદાવાદમાં દેવશાને પાડે તથા શાંતિનાથજીની પિળમાં એક મૂર્તિ છે.
૬. જુનાગઢમાં સગરામ સોનીની ટુંકમાં મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી છે.
૭. કરાંચીમાં સહસ્ત્રફણાજીનું સુંદર મંદિર છે.
૮. કારછમાં સહસ્ત્રફણાજીનું મંદિર હતું. ૪૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com