________________
ઈતિહાસ ] : ૩૬૭ :
જેસલમેર દસે મન્દિરની મૂર્તિઓ ૭૨૮૧ છે. આઠ મનિોમાં ૬૦૮૧ મૂર્તિઓ છે અને બે મદિરોમાં નાની મોટી મૂતિએ ૧૨૦૦ લગભગ છે, એટલે કુલ ૭૨૮૧ થાય છે.
જેસલમેરમાં મહાન ક્રિયાદ્ધારક તપસ્વી શ્રી આણંદવિમલસૂરિજીના વિદ્વાન શિષ્ય બાલબ્રહ્મચારી, આજીવન છની તપસ્યા કરી પારણે આયંબિલ તપ કરનાર મહાતપસ્વી મહેપાધ્યાયજી શ્રી વિદ્યા સાગરજી પધાર્યા હતા. એ ઉલ્લેખ મળે છે કે-બી સોમપ્રભસૂરિજીએ આ પ્રદેશને વિહાર અતિશય કઠણ ધારી સાધુઓને વિહાર બંધ કરવાની આજ્ઞા ફરમાવી હતી. ઘણું વર્ષો વિહાર બંધ રહ્યો પણ
ખો. બાદમાં શ્રી આણંદવિમલસરિજીને જેસલમેર આદિના સંઘોએ આગ્રહભરી વિનંતિ કરી સાધુઓને વિહાર ખુલે કરાવ્યો હતો. ઉપાધ્યાયજી શ્રી વિદ્યાસાગરજીએ આ પ્રદેશમાં વિહરી ઘણુ કષ્ટો સહી ધમને મહાન પ્રચાર કર્યો હતો. શ્રાવકેને ધર્મમાં સ્થિર કર્યા હતા અને શુદ્ધ માગ બતાવી સન્માર્ગે વાળ્યા હતા. જેસલમેર ત્યારપછી સારી રીતે ધર્મમાં આગળ વધ્યું હતું. આ પ્રસંગ વિ. સં. ૧૫૮૨ પછીને છે. ( પટ્ટાવલી સમુચ્ચય-તપગચ્છ પટ્ટાવલી. )
(૧) કઠારી પાડામાં કી સુપાર્શ્વનાથજીનું શિખરબંધી દેરાસર આવેલું છે. આ દેરાસરમાં બીજા ત્રણ ગભારામાં જુદા જુદા મૂળનાયકો પણ છે. નીચેના ભાગમાં શ્રી સુપાર્શ્વનાથજી તથા શ્રી સીમ ધરસ્વામી તથા મેડા ઉપર ગેડીપાર્શ્વનાથજી તથા સંકટહારા પાર્શ્વનાથજી મૂળનાયક તરીકે બિરા માત છે. જેલમેર શહેરના દહેરાસરમાં મેટામાં મોટું આ જ દેરાસર છે અને તપાગચ્છવાળાઓએ બંધાવેલું દેરાસર પણ આ એક જ છે.
(૨) આચાર્ય ગચ્છના ઉપાશ્રયમાં શ્રી વિમળનાથજીનું દેરાસર આવેલું છે, આ દેરાસરને વહીવટ શ્રીયુત પ્યારેલાલજી જન્દાણી કરે છે.
(૩) પટાંકી હવેલીમાં શેઠ હિંમતરામજી બાફયાએ બંધાવેલું ઘર દેરાસર આવેલું છે. આ દેરાસરને વહીવટ શેઠ આઈદાનજી બાફણ કરે છે.
(૪) પટકી હવેલીમાં શેઠ અખયસિંહજીએ બંધાવેલું ઘરદેરાસર આવેલું હતું તે હાલ જેઠમલજી સેવક પટાંકી હવેલીની પાસેની બીજી હવેલી માં રહે છે ત્યાં ત્રીજે માળે લઈ જવામાં આવેલું છે. આ દેરાસરનો વહીવટ શેઠ વિજયસિંહજી કરે છે.
(૫) મૈયા પાડામાં શેઠ ચાંદમલજીની હવેલીમાં ત્રીજે માળે ઘર દેરાસર આવેલું છે. દેરાસરને વહીવટ શેઠ સીરેમલજી બાફણ કરે છે.
(૬) મહેતા પાડામાં શેઠ રામસિંહજી મુતાનું ઘરદેરાસર તેમના રહેવાના મકાનમાં બીજે માળે આવેલું છે તેને વહીવટ શેઠ રામસિંહજી મુતા પોતે જ કરે છે.
(૭) મહેતા પાડામાં શેઠ ધનરાજજી મુતાનું ઘરદેરાસર તેમના રહેવાના મકાનમાં બીજે માળે આવેલું છે, તેનો વહીવટ બાઈ લાભુબાઈ કરે છે.
(૮) ધીરૂશાહની હવેલીમાં બીજે માળે શેઠ ધીરૂ શાહનું ઘર દેરાસર આવેલું છે, જેને વહીવટ શેઠ જવાહરમલજી ભણશાલી કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com