________________
ઇતિહાસ ] : ૩૬૫ ઃ
જેસલમેર ૨. તપાગચ્છીય ભંડાર–તપગચ્છના ગામના ઉપાશ્રયે છે. ૩. આચાયેગચછીય ભંડાર–આચાર્યગચ્છના મોટા ઉપાશ્રયમાં છે. ૪. બ્રહખરતરગચ્છીય ભંડાર–ભટ્ટારકગચ્છના ઉપાશ્રયમાં છે. આ ૫. લંકાછીય ભંડાર–લકાગચ્છના ઉપાશ્રયમાં છે. ૬. ડુંગરસી જ્ઞાનભંડાર–ડુંગરસીજીના ઉપાશ્રયમાં છે. ૭. થીરૂશાહ શેઠને જ્ઞાનભંડાર–થીરૂશાહ શેઠની હવેલીમાં છે.
જેસલમેર કિલ્લે બહુ મજબૂત છે અને તેમાં પ્રવેશમાર્ગની ઉપર ચાર પિળો-દરવાજા છે. હાથીપેળ, સૂરજ પળ, હવેલીપળ અને ભૂતાપોળ. કિલામાં બે કોટ છે. અંદરને કેટ અને રાજમહેલ સાંડાશાહ શેઠે બનાવ્યાનું કહેવાય છે.
મંદિરને પરિચય આ પ્રમાણે છે–
૧. શ્રી ચિન્તામણિ પાશ્વનાથજીનું મંદિર–૧૨૧૨ ના આષાઢ સુદી ૧ ને રવિવારે રાવ જેસલજીના હાથથી આ નગરનો પાયો નંખાયે ત્યારે તેમની સાથે આવેલા જેને દ્રવામાંથી શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીની ચમત્કારિક મૂતિ પણ સાથે જ લાવ્યા હતા, ત્યારપછી ઘણું વર્ષો સુધી આ પ્રતિમાજી પણ દાખલ જ રહ્યા છે. ૧૪૫૯માં જિનરાજસૂરિજીના ઉપદેશથી મંદિર બનવાની શરૂઆત થઈ. ચૌદ વર્ષે મંદિરનું કામ પૂરું થયું. રાંકા શેત્રના શેઠ સિંહ નરસિંહજીએ શ્રીજિનચંદ્રસૂરિજીના હાથે ૧૪૭૩માં પ્રતિષ્ઠા કરાવી. ચિન્તામણિ પાશ્વનાથજીની મૂર્તિની નીચે વિ. સં. ૨૦૦ને લેખ છે. શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીની મૂર્તિ વેળુની છે. મોતી સમાન વર્ણવાળી છે. પ્રતિમાજી સુંદર અને દર્શનીય છે. જેસલમેરના તીર્થનાયક આ જ માનવામાં આવે છે. બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. આ મંદિરનું બીજું નામ લક્ષમણુવિહાર છે. આ મંદિરમાં જિનસુખસૂરિજીકૃત ૧૭૭૧ ની ચિત્ય પરિપાટી. માં લખ્યું છે કે-૯૧૦ જિનપ્રતિમાઓ હતી. અને યતિ વૃધ્ધિચંદ્રજી રચિત ચિત્ય પરિપાટી અનુસાર આ મંદિરમાં ૧૫ર જિનપ્રતિમાઓ છે.
૨ સંભવનાથજીનું મંદિર–આ મંદિરમાં પ્રતિષ્ઠા ૧૪૯૭ માં જિનભદ્રારિ, જીના હાથે થઈ છે. આ મંદિર ચેપડા ગાત્રીય ઓસવાલ હેમરાજ પુના આદિએ બનાવરાવ્યું છે. આ મંદિરના ભોંયરામાં તાડપત્રીય માટે પુસ્તક ભંડાર છે તે ખાસ દર્શનીય છે. આ મંદિરની પ્રતિષ્ઠા વખતે શ્રી જિનભદ્રસૂરિજીએ ૩૦૦ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી હતી. પહેલાં ૫૫૩ મૂર્તિઓ હતી જ્યારે યતિવૃદ્ધિરાનજીના જણાવ્યા મુજબ ૬૦૪ મૂર્તિએ વિદ્યમાન છે.
૩-૪. શ્રી શાંતિનાથજી અને અષ્ટાપદનું મંદિર–આ બન્ને મંદિરે. એક સાથે ઉપર નીચે છે. નીચે અષ્ટાપદજીનું મંદિર અને ઉપર શ્રી શાન્તિનાથજીનું મંદિર છે. આ મંદિરોને સખવાલેચા ગાત્રના એ સવાલ ખેતાજીએ, અને ચેપડા ગેત્રીય ઓસવાળ પાંચએ બનાવેલ છે. આની પ્રતિષ્ઠા ૧૫૩૬ માં થઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com