________________
ઈતિહાસ ]
- ૩ઃા :
એશિયા उपकेशे चकोरं हेतुलयं श्रीवीरबिम्बयोः ।
प्रतिष्ठा निर्मिता शक्त्या श्रीरत्नप्रभसूरिभिः ॥२॥ આવી રીતે અહીં ૨૪૦૦ વર્ષ પૂર્વેનું મંદિર છે.
બાદ ચૌદમી પાટે થયેલા શ્રી કસૂરિજીના ઉપદેશથી જીર્ણોદ્ધાર પણ થયે હતું. અહીં એક લેખ ૧૦૩૫ ને છે જેમાં તેર બનાવ્યાને ઉલલેખ છે. આ સિવાય એક સ્તંભ પર ૧૨૧૩ માગશર શુદિ ૫ ને લેખ છે. ૧૨૫૯ એ શ્રીકક્કસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થયાને ૨૪ માતના પટ્ટ પર લેખ છે, ૧૦૮૮ ફાગણ વદિ ૪ નાગૅદ્રગચ્છ શ્રી વાસદેવસૂરિ પ્રતિષ્ઠિત મૂતિ છે.
આવી જ રીતે વિ. સં. ૧૨૩૪, ૧૨૩૪, ૧૪૩૮, ૧૪૨, ૧૫૧૨, ૧૫૩૪, ૧૫૪૯, ૧૬૧૨, ૧૬૮૩ અને ૧૭૫૮ ના લેખે છે અર્થાત લગભગ હજાર વર્ષના તે લેખ પ્રાપ્ત થાય છે.
મંદિરના પાયાના ખોદાણમાંથી એક ખંડિત ચરણપાદુકા નીકળ્યાં તેની ચેકી ઉપર સં, ૧૧૦૦ નો લેખ છે.
તેમજ સચ્ચિયા(સચ્ચિકા) માતાના મંદિરમાં સં. ૧૨૩૬, ૧૨૩૪, ૧૨૪૫ ના લેખે છે. (બા. પુ. ના. પ્ર. લે. સં. ભા. ૧).
આ જૂનું મંદિર ભવ્ય અને દર્શનીય છે. મહાવીર ભગવાનની પ્રાચીન પ્રતિમા રા ફૂટની છે તે પણ સુંદર અને દર્શનીય છે. રંગમંડપમાં શ્રીષભદેવજી ભગવાનની બે પ્રતિમા ૩ ફૂટ ઊંચી બને બાજુના બે ગોખલામાં છે. મુખ્ય મંદિરના સામેના ઝરૂખામાં શ્રી ગૌતમસ્વામીની સુંદર આરસની મૂર્તિ છે. મુખ્ય મંદિરની બહારની ભમતિમાં બન્ને બાજુ ચાર ચાર દેરીઓ છે, જેમાં એકમાં આચાર્ય પ્રતિમા, એકમાં અધિષ્ઠાયક દેવી, એકમાં નાગદેવની મૂર્તિ અને બાકીની દેરીઓમાં જિનેશ્વર પ્રભુની મૂર્તિઓ છે,
એશીયાજીને પૂર્વોત્તર ખૂણામાં એક નાની ટેકરી ઉપર શ્રી “સચાઈયા માતાનું મંદિર છે. ઓશવાલેની ઉત્પત્તિનું મૂળ સ્થાન આ એશીયાનગરી છે અને આ તેમની કુલદેવી છે, ચારે બાજુ ચાર નાની નાની દેરીઓ છે. રાજા ઉપલદેવે અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ બિરાજમાન કરી હતી અને પાછળથી આ મૂતિ ઉઠાવરાવી સચ્ચાઈયા દેવીની મૂર્તિની સ્થાપના કરવામાં આવ્યાનું કહેવાય છે. દેવીના મંદિર પાસે ના ઉપાશ્રય છે. આની પાસેના એક મંદિરમાં દેરીમાં) ભગવાનની મૂતિનાં ચિહન દેખાય છે. પહેલાં તો ભૂલનાયક શ્રી પાર્શ્વનાથજીના મંદિરની પાસેની દેરીમાં આ કુલદેવી હતી પરંતુ પાછળથી જેનોની વસ્તીના અભાવે ઉપરનું પરિવર્તન થયું છે. એશિયામાં અત્યારે બે ત્રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com