________________
ઈતિહાસ છે. :૩૫૯ :
ફલાધી. વર્તમાન ફોધી. મારવાડ જંકશનથી નીકળતી જોધપુર રેલવેની જોધપુરથી મેટા (મેહતા) રિડ લાઈનમાં મેડતા રોડ જંકશન છે. સ્ટેશનથી માત્ર બે ફલાંગ દૂર આ ફલેથી તીર્થ આવેલું છે. અહીં બે જિનમંદિર, ધર્મશાળા, દાદાવાડી વગેરે છે.
ફલેધી પાર્શ્વનાથજીનું પ્રાચીન મંદિર વિદ્યમાન છે. મૂલનાયકની શ્યામવણું સુંદર પ્રાચીન પ્રતિમા પરમ દર્શનીય છે. આ મોટું મંદિર છે. અંદર સુંદર મીનાકારી કામ પણ જોવાલાયક છે. અાપદજી તથા નંદીશ્વર દ્વીપના પટ બહુ જ આકર્ષક અને મનોહર છે. રંગમંડપમાં ત્રણ મોટી મૂતિઓ છે, જેના ઉપર સંવત ૧૬૫૩માં જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય વિજયસેનસૂરિજીના શિષ્ય વિનયસુંદર ગણિએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. આ ત્રણે મૂતિએ શ્રી પાર્શ્વનાથજી, શીતલનાથજી તથા અરનાથજીની છે. ચારે બાજુ સુંદર વીશી દેરીઓ છે.
બીજું દેરાસર શ્રી શાંતિનાથ પ્રભુજીનું છે. આમાં પણ પંચકલ્યાકના ભાવ સારા છે.
મૂલમંદિરના ભારવટીયામાં પ્રાચીન બે લે છે.
" संवत् १२२१ मार्गसिर सुदी ६ फलवद्धिकायां देवाधिदेवश्रीपार्श्वनाथचैत्ये श्रीपागवटवसीय "रोपी" मुणिमं दसाढायो आत्मश्रेषार्थ श्रीचित्रकूटीय सिलफटसहितं चंद्रको प्रदत्तः शुभं भवत् "
(બાબુ પુ. ના, સં. પ્રા. લે. સં. ભા. ૧-ખાં ૮૭૦ ) બીજા લેખમાં સંવતું નથી એટલે નથી આપતે, પરંતુ ઉત્તાન પટ કરાવ્યાની સૂચના છે.
અહીં દર વર્ષે આ શુદિ દશમે મોટો મેળો ભરાય છે તેમજ પોષ દશમે પણ ૯-૧૦ ને મેળો ભરાય છે. મંદિર મોટું અને ભવ્ય છે. ૫૦૦ માણસ સમાઈ જાય એવડું છે. અહીં એક પણે જૈનનું ઘર નથી. અને મંદિરને ફરતા
એક બીજું લોધી પણ છે જેને પોકણ ફલેધી કહે છે, જેમાં સવાલ જેનોનાં ૭૦૦ ઘર છે. છ જિનમંદિરો છે તેમજ ઉપાશ્રય છે. દાદાવાડી છે. એક મંદિર ગામ બહાર તળાવ ઉપર છે. જિનમંદિરો આ પ્રમાણે છે. ગોડી પાર્શ્વનાથજી, અષભદેવજી, શીતલનાથ, શાંતિનાથજી, ખાદિતાથજી; મહાવીર પ્રભુ અને ચિંતામણિ પાર્શ્વનાથજી. દરેક મરિના અનુક્રમે બા મૂળનાયકછ છે. ગામ બહારના તળાવ ઉપર ગાડી પાર્શ્વનાથનું મંદિર છે જેમાં ગે ડીપાર્શ્વનાથજી આદિ ત્રશુલી ચરણપાદુકાઓ છે. બધાં મંદિર વીસમી સદીનાં છે, પરંતુ રંગ-મીનાકારી કામ વગેરેથી સુરક્ષિત અને દર્શનીય છે. જોધપુરથી આ ખવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com