________________
-
-
ફલોધી
૩૫૮:
[ મ તીન (શાહબુદ્ધીને ઘેરી સંભવે છે) મૂલ બિંબ ભાંગ્યું. પુનઃ અધિષ્ઠાયક દેવ સાવધાન થયે છતે પ્લેચ્છ રાજનું મિથ્યા કાર્ય જોઈને તેને આંધળો કર્યો, લેહીવમન વગેરે ચમત્કાર દેખાડ્યા, જેથી સુરત્રાણે ફરમાન કાઢયું કે-આ દેવમંદિરને કોઈએ ભંગ ન કરે (અર્થાત મંદિર અખંડિત જ રાખવું.) અધિષ્ઠાયક દેવમંદિરમાં ભૂલનાયક તરીકે અન્ય બિંબની સ્થાપનાને સહન નથી કરતા માટે શ્રીસંઘે બીજું બિંબ ન સ્થાપ્યું. ખંડિત અંગવાળા પ્રભુજીના મહાપ્રભાવે પ્રત્યક્ષ દેખાય છે, દરેક વર્ષે પોશ વદી દશમે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના જન્મકલ્યાણક દિવસે-ચારે દિશામાંથી શ્રાવક સંઘ આવે છે, અને હુવાણ, ગીત, નાટક, વાજિંત્ર, પાભરણ, ઈન્દ્રજ વગેરેથી મનહર યાત્રાત્સવ કરતાં શ્રી સંઘની પૂજાવડે શાસનપ્રભાવના કરતાં દુષમકાળનાં દુઃખ (વિલાસ) દૂર કરે છે અને ઘણે સુકૃત-સંભાર એકઠા કરે છે, પુન્ય સંચય કરે છે. આ ચિત્યમાં ધરણું, પદ્માવતી, ક્ષેત્ર અધિષ્ઠાયકદેવ વિદને દૂર કરે છે અને નમસ્કાર કરતાં ભક્તોના મનોરથ પૂરે છે.
અહીં જે ભાવિકજને સમાધિપૂર્વક રાત્રે રહે છે તે અહીં ચેત્યમાં હાથમાં સ્થિર દીકને ધરનાર અને હાલતાચાલતાં માણસો-આકૃતિને જુએ છે. જેમણે આ તીર્થની યાત્રા કરી છે તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મહાતીર્થભૂત કલિકુંડ, કુક્કડેસર, સિરપર્વત, સંખેસર, સેરીસા, મથુરા, વણારસી (બનારસ, અહિચ્છત્રા, થંભણ ( ખંભાત), અજાહર ( અજારા પાર્શ્વનાથ ), પવરનયર, દેવપટ્ટણ, કરેડા, નાગહદ, સિરિપુર, ( અંતરીક્ષ પાર્શ્વનાથ ), સમણિ ( સમી પાર્શ્વનાથ , ચારૂપ, ઢિપુરી, ઉજેણી, સુષ્પદંતી, હરીઝંખી, લિંબડીયા વગેરે તીર્થ સ્થાનની યાત્રા કરી છે એમ સંપ્રદાયના પુરુષ માને છે અર્થાત્ જે મહાનુભાવે ફલેધી પાર્શ્વનાથની યાત્રા કરી તે મહાનુભાવે ઉપરનાં બધાં તીર્થોની યાત્રા કરી એમ વૃદ્ધ પુરુષે માને છે. આ પ્રમાણે ફલેધીપુરમાં રહેલા શ્રી પાર્શ્વનાથજીને કલ્પ સાંભળનાર ભવિકેનું કલ્યાણ થાઓ.
इत्याप्तजनस्य मुखात् किमप्युपादाय संप्रदायलवम् । ।
व्यधितजिनप्रभसूरिः कल्पं फलवर्द्धिपाश्वविभोः ॥२॥ આ પ્રમાણે આપ્ત જનના મુખેથી સાંભળીને, સંપ્રદાયાનુસાર શોજિનપ્રભસૂરિજીએ આ કલ્પ બનાવ્યો [શ્રીજિનપ્રભસૂરિજીએ સં. ૧૩૮ પછી આ ગ્રંથ સમાપ્ત કર્યો છે. ]
* મુસલમાન બાદશાહે મૂલન યકજીની મૂર્તિ ખંડિત કરી કિડુ મંદિર ને તોડયું અને અધિષ્ઠાયક દેવના આગ્રહથી ખંડિત મૂર્તિ જ મૂલનાયક તરીકે બિરાજમાન કરી અર્થાત જિનપ્રભસૂરિજીના સમય સુધી શ્રી ધર્મઘોષસૂરિજીસ્થાપિત અને પાછળથી સસલમાને ખંડિત કરેલી મૂર્તિ જ મૂલનાયક તરીકે વિશ્વમાન હતી, જેના ચમત્કારો ગ્રંથકાર નજરે જોયા છે એમ લખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com