________________
ઇતિહાસ ]
: ૩પ૭ : ત્યારપછી બરાબર એકસાઈથી જોતાં એક વાર તેણે જણાવ્યું કે ટીંબા ઉપર બેરડીના ઝાડ નીચે ગાયનું ચારે સ્તનમાંથી દૂધ ઝરે છે. આમ રાજ જતાં તેણે ધંધલને પણ આ દ્રષ્ય બતાવ્યું. તેણે (ધંધલે) મનમાં ચિંતવ્યું કે-નક્કી આ ભૂમિમાં કેઈ જક્ષ યા તે કઈ દેવતાવિશેષ હશે-હોવો જોઈએ.
ત્યારપછી ઘેર આવીને નિરાંતે સૂતે ત્યાં તેને સ્વપ્ન આવ્યું તેમાં એક પુરુષે આ પ્રમાણે કહ્યું કે-આ સ્થાનમાં ભૂમિગભ ઘરમાં દેરીમાં શ્રી પાર્વનાથ ભગવાન બિરાજમાન છે. તેને બહાર કાઢીને પૂજા કરે. ત્યારબાદ સવારમાં ધંધલે જાગીને શિવંકરને પિતાના રવપ્નનું વૃત્તાંત-સમાચાર કહ્યા.
ત્યારપછી કુતુહલ મનવાળા તે બન્ને જણાએ બલિપૂજાપૂર્વક ટેકરાની ભૂમિ ખાદાવી અને ગર્ભગૃહની દેવલિકા-દેરી સહિત સાત ફણાથી શોભતા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને બહાર કાઢી. પછી બંને જણ રેજ સવપૂર્વક પ્રભુપૂજા કરે છે. આવી રીતે ત્રિલોકનાથની પૂજા કરતા એક વાર પુન: અધિષ્ઠાયકદેવે સ્વપ્નમાં આવીને કહ્યું કે તે સ્થાને જ મંદિર બનાવે ( અર્થાત્ જે સ્થાને પ્રતિમાજી છે ત્યાં જ મંદિર બનાવે છે. આ સાંભળી ખુશી થયેલા બન્ને જણાએ પિતાની શક્તિ અનુસાર ચૈત્ય કરાવવું શરૂ કર્યું. કુશલ સૂત્રધારે-કારીગરે તે કાર્ય માટે નિયુક્ત કર્યા. જ્યારે અગમંડપ તૈયાર થયો ત્યાર પછી અલ્પ ધનના કારણે (કારીગરે) પગાર આપવાની શક્તિ ન રહેવાથી કારીગરે ચાલયા ગયા. આથી બન્ને શ્રાવકો ખેદ પામ્યા-અધીર થયા.
: - ત્યારપછી એક વાર રાત્રિમાં પુનઃ સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે કહ્યું-આજથી તમે સવારમાં કાગડા બેલે તે પહેલાં પ્રભુજીની આગળ જ દ્રમ્મ(સેનામહેરો)ને સાથીઓ જેશે. તેનું દ્રવ્ય મંદિરના કાર્યમાં વાપરજે. તેમણે તે દ્રવ્યથી મંદિરનું કામ આગળ શરૂ કરાવ્યું. યાવત્ પાંચ મંડપ પૂરા થયા અને નાના મંડપો પણ ત્રણ ભુવનના મનુષ્યોને ચમત્કાર પમાડે તેવા તૈયાર થયા. મંદિર ઘણું તૈયાર થઈ ગયું ત્યારે તેમના પુત્રોએ વિચાર્યું કે-આટલું દ્રવ્ય કયાંથી આવે છે? જેથી અખંડપણે કામ ચાલ્યા જ કરે છે. એક વાર ખૂબ વહેલી સવારમાં મંદિરજીના ખંભાની પાછળ છુપાઈને જોવા લાગ્યા. તે દિવસે દેએ દ્રા સાથીઓ ન પૂર્યો. થોડા સમયમાં મિથ્યાત્વીઓનું રાજ્ય થશે એમ જાણીને પ્રયત્નથી આરાધેલા દે પણ દ્રવ્યને ન પૂરે એટલે તે અવરથામાં જ મંદિર રહ્યું.
અનુક્રમે વિક્રમનાં વર્ષ ૧૧૮૧ જતાં રાજગચ્છના મંડનરૂપ શ્રીશીલ(સીલ) ભદ્રસૂરિજીના પાટ ઉપર આવેલા મહાવાદી દિગંબર ગુણચંદ્રના વિજેતા શ્રીધર્મ ઘેષસૂરિજીએ ચતુવિધ સંઘ સમક્ષ મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચૈત્યશિખરની પ્રતિષ્ઠા કરી. - કાલાંતરે કલિકાલના માહામ્યથી વ્યંતરે કેલીપ્રિય અને અસ્થિર ચિત્તવાલા હેય છે તેથી અધિષ્ઠાયક દેવ પ્રમાદી બન્યા હતા ત્યારે સુરત્રાણ સાહવાહીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com