________________
ઇતિહાસ ]
:૩૫૩ :
કાપરડાજી તી
અનાવરાવ્યું હતું. ભંડારીજીએ અહીં મ ંદિર કેવી રીતે મનાવ્યું તેની ચમત્કારપૂર્ણ કથા આ પ્રમાણે મળે છે—
"6
ભાણુજી ભડારી જોધપુર રાજ્ય તરફથી જૈતારછુના રાજકમ ચારી તરીકે નિયુક્ત થયા હતા. સારી રીતે વ્યવસ્થા ચાલતી પરંતુ એક ચુગલખારે જઇને જોધપુર ફરિયાદ કરી. ત્યાંથી હુકમ આવ્યે ભડારીજીને હાજર કરો. હુકમ મળતાં જ ભંડારીજી જૈતારણથી નીકળી ચૂકયા. રસ્તામાં કાપરડા આવ્યુ. ત્યાં નોકરીએ સેાઈ મનાવી. ભેાજનના સમય થતાં નાકરે કહ્યું-જમવા પધારો. ભંડારીજીએ કહ્યું-હું નહીં જમ્મુ, તમે બધા જમી લ્યા. નાકરે પૂછ્યું-કારણ શું છે? ભંડારીજીએ કહ્યુ-મારે નિયમ છે કે જિનેશ્વરદેવનાં દર્શન કર્યા સિવાય જમવું નહિ, આખરે ગામમાં તપાસ કરતાં એક યતિજીને ત્યાં મૂર્તિ હાવાના સમાચાર મળતાં ભંડારીજી દર્શન કરવા ગયા. દર્શન, પૂજન પછી યતિજીએ પૂછ્યું “કેમ ઉદાસ છે ? ભંડારીજીએ સ્ટેટનેા હુકમ જણાવ્યા. યતિજીએ કહ્યું-તમે સાચા છે, ગભરાશે નહિં. નિર્દેષ છૂટશે, ભડારીજી જોધપુર ગયા. નિર્દોષ થઈને આવ્યા પછી યતિએ કહ્યુંભડારીજી અહીં એક મદિર બંધાવેા. ભડારીજીએ કહ્યું-ખુશીથી મનાવું પર ંતુ મારી શક્તિ એટલી નથી. તિજીએ જણાવ્યુ–શે ખર્ચ કરશે ? ભડારીએ કહ્યુ–પાંચસા રૂપીયા. યતિજી-ઠીક લાવ્ા પાંચસેા. પાંચસા લઇ યતિજીએ એક વાસણમાં ભરી ઢાંકી દીધા અને કહ્યું આમાંથી ખચજો પણ અંદર જોશેા નહિં કે કેટલા ખાકી છે. ભડારીજીએ કામ શરૂ કર્યું. ૧૯૭૫ માં મંદિર બનાવવાનુ શરૂ થયું અને ૧૯૭૮ માં પ્રતિષ્ઠા થઇ. મંદિરનું ભાંયરૂ, ઉપરના માળ, પાંચ ખંડ, ચાર મ’ડપ વગેરે બન્યું હતું ત્યાં એક વાર ભંડારીજીએ રૂપિયાવાળું વાસણું ઊંધું કરી રૂપિયા ગણી જોયા, પરંતુ ત્યારથી રૂપીયા નવા ન નીકળ્યા. પાંચસે રૂપીઆ ખર્ચાઈ ગયા. શેઠને પાછળથી ઘણા પશ્ચાત્તાપ થયે પણ હવે શું થાય ? ચારે માળમાં ચામુખજી છે. પરમ દર્શનીય અને ભવ્ય સ્થાન છે. મૂલનાયકજીની પ્રતિષ્ઠાના લેખ આ પ્રમાણે છે–
" संवत १६७८ वर्षे वैशाख सित १५ तिथौ सोमवारे स्वातौं महाराजाधिराज महाराजश्री गजसिंहविजयराज्ये उकेशवंशे राय लाखणसन्ताने भंडारीगोत्रे अमरापुत्र भानाकेन भार्या भक्ता है: पुत्ररत्न नारायण नरसिंह सोढा पौत्र ताराचंद खंगार नेमिदासादि परिवारसहितेन श्रीकर्पटहेट स्वयंभूपार्श्वनाथचैत्ये श्रीपार्श्वनाथ...इत्यादि."
આ પ્રતિમાજીના પરિકરમાં નીચે પ્રમાણે લેખ છે-
संवत १६८८ वर्षे श्रीकापडहेडा स्वयंभू पार्श्वनाथस्य परिकरः कारितः प्रतिष्ठितः श्रीजिनचंद्रसूरिभिः ॥
૪૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com