________________
કપડાજી તીર્થ
: ૩૫૨ :
[ જેન તીર્થોને મારવાડમાં જોધપુર, બિકાનેર, જેસલમેર, નાગોર, સીરેહી, મેડતા, કિશનગઢ, માલપુરા આદિ મેટાં શહેરે છે તેમજ આ શહેરો પાસે જન તીર્થભૂમિઓ જેવાં પ્રાચીન સ્થાન પણ છે. બિકાનેરમાં ભાંડાસર, જેસરમેરમાં લેવ, નાગરમાં ચિતામણી પાર્શ્વનાથ, સીરેહીમાં એક જ લાઈનમાં ૧૪ મંદિરો, સીરેહીની આજુબાજુ નાણા, બેડા, નાંદીયા, બામણવાડા આદિ જૈન તીર્થો છે. આ સ્થાને એ નગરોથી પ્રાચીન છે.
ઐતિહાસિક ઘટનાઓથી સમજાય છે કે ૧૫૪૧ માં . શુ ૩ શનિવાર રેહણી નક્ષત્રમાં બીકાજીએ બીકાનેર વસાવ્યું, ૧૨૧૨ ના શ્રા. શુ ૧ (આષાઢ શુ. ૧) એ રાવલ જેસાજીએ જેસલમેર વસાવ્યું, ૧૫૧૫ માં જેઠ શુ. ૧૧ રાઉ જોધાજીએ જોધપુર વસાવ્યું. ૧૩૦૦ માં જાહેર વસ્યું, ૧૬૧૯ માં માલપુરા અને ૧૬૬૯ માં કિશનગઢ વસ્યું.
જોધપુર તે વર્યું ૧૫૧૫ માં કિન્તુ આ સ્ટેટમાં આવેલાં ઓસિયા, ફલેથી વગેરે તો જોધપુર પહેલાંનાં સ્થપાયેલા છે. જેનસાહિત્યમાં ઉલલેખ મળે છે કે આજથી ર૪૭૩ વર્ષ પહેલાં શ્રી રત્નપ્રભસૂરિજીએ એસીયાનગરીમાં એસવાલ વંશની સ્થાપના કરી શ્રી મહાવીર પ્રભુનું મંદિર સ્થાપ્યું, તેમણે પ્રતિષ્ઠા કરી –જે મંદિર અદ્યાવધિ વિદ્યમાન છે. આ નગર જોધપુરથી ચાલીસ માઈલ દૂર છે.
ફલેધી પાર્શ્વનાથ તીર્થની સ્થાપના શ્રી વાદિદેવસૂરિજીએ ૧૧૮૧ માં કરી છેસૂરિજીના હાથથી પ્રતિષ્ઠા થઈ છે. સાંડેરાવમાં એક પ્રાચીન જૈન મંદિર છે જેની સ્થાપના વિક્રમાદિત્યના પિતા ગંધર્વસેનના હાથે થઈ છે, જે મંદિરને આધાર ૧૦૧૦ માં સડેરગીય શ્રી ઇશ્વરસૂરિજી શિષ્ય શ્રી યશોભદ્રસૂરિજીએ કરી છે. એ સૂરિજી રોજ આંબિલની તપસ્યા કરતા અને આહારમાં માત્ર આઠ કવલ જ આહાર લેતા હતા.
આવા તપસ્વી સૂરિપુગલના હાથે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે. શ્રી યશેભદ્રસૂરિજી નાડલાઈમાં ચોમાસું રહ્યા હતા, એ વખતે આ સ્થાન(નાડલાઈ) તીર્થરૂપે પ્રસિદ્ધ જ હતું. જોધપુર સ્ટેટમાં એસીયા, ધી, મેડતા રડે) રાણકપુર, વકાણુ, નાડોલ, નાડલાઈ, મુછાળા મહાવીર (ઘારાવ), રાતા મહાવીર (બીજાપુર, બાલીની પાસેનું સેસલી, સાંડેરાવ આદિ જૈન તીર્થો પ્રસિદ્ધ છે, તેવી જ રીતે જોધપુર બીકાનેર રેલવે લાઈનના પીપાડ રેડ જંકશનથી બીલાડા જતી. રેલ્વેના શલારી સ્ટેશનથી ચાર માઈલ દૂર કાપરડા નામનું ગામ છે. અહીં એક સુંદર જૈન મંદિર તીર્થરૂપ છે. અહીં અત્યારે તે મામુલી વસ્તી છે, પરંતુ સારી રીતે જેનારને એમ જરૂર સમજાય એમ છે કે આ સ્થાન એક વાર સારી આબાદીવાળું શહેર હશે. | ગામમાં શ્રી રવયંભૂ પાર્શ્વનાથજીનું ચાર માળનું વિશાળ ગગનચુખી ભવ્ય મંદિર છે. આ મંદિર ૧૬૭૫ માં જૈતારણવાસી ઓસવાલ ભાણજી ભંડારીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com