________________
શ્રી શત્રુંજય
[ જૈન તીર્થોને
શ્રી શત્રુંજય ગિરિરાજ (સિદ્ધાચલજી) સંસારમાં દરેક પ્રાચીન ધર્મમાં કોઈ ને કોઈ સ્થાન વિશેષ પૂજ્ય, પ્રતિષ્ઠિત અને પવિત્ર માનવાનાં ઉદાહરણે પ્રત્યક્ષ જ છે. મૂર્તિપૂજા માનનાર કે ન માનનાર દરેક વર્ગ, ઈશ્વરવાદી કે અનીશ્વરવાદી હરેક પોતાનાં પવિત્ર તીર્થસ્થાને માને છે. હિન્દુઓ કાશી હિમાલયાદિને, મુસલમાને મકકા તથા મદીનાને, કિયને જેરૂસલમ, બૌધ્ધો બુદ્ધગયા, બેધિવૃક્ષને હજારો વર્ષોથી તીર્થરૂપે માને છે. આ ધમાંવલમ્બીઓ પિતાનાં પવિત્ર તીર્થસ્થાની જિંદગીમાં ઓછામાં ઓછી એકાદ વાર યાત્રા અવશ્ય કરે છે અને પોતાના જીવનને પુનિત બનાવી પિતાને જન્મ સફલ થયાનું માને છે. આવી જ રીતે જૈનધર્મમાં આવાં કેટલાયે સ્થાને ઘણાં જ મહત્વનાં, પૂજનીય અને પવિત્ર માનવામાં આવ્યાં છે. આમાં શત્રુંજય, શિખરજી, ગિરનાર, પાવાપુરી, આબૂ વગેરે મુખ્ય મહત્વનાં તીર્થસ્થાને છે. આ બધાં તીર્થોમાં શત્રુંજય ગિરિરાજ શ્રેષ્ઠ, વધુ પવિત્ર અને પૂજનીય મનાય છે. દરેક તીર્થોમાં શિરતાજ સિધ્ધાચલજી મનાય છે.
જૈનનું આ પ્રસિદ્ધ તીર્થસ્થાન મુંબઈ ઇલાકાના કાઠિયાવાડ પ્રદેશના ગહેલવાડ પ્રાંતનાં પાલીતાણા નામના દેશી રાજ્યના પાટનગર પાલીતાણામાં આવેલું છે. મુંબઈથી વિરમગામ, વઢવાણું, બેટાદ થઈ ભાવનગર જતી બી. એસ. રેનું શીહોર જંકશન છે ત્યાંથી એક નાની (બ્રાંચ) લાઈન પાલીતાણ જાય છે. આ લાઈનનું આ છેલ્લે જ સ્ટેશન છે.
સ્ટેશનથી ગામ અધ માઈલ દૂર છે. ગામમાં જવા-આવવા માટે સ્ટેશન પર ઘોડાગાડી વગેરે વાહનોની સગવડ મળે છે. શહેરમાં પ્રવેશતા એક કસ્ટમથાણું છે
જ્યાં નવા માલ પર સ્ટેટ તરફથી જગાત લેવામાં આવે છે. - ભૂગલમાં પાલીતાણાનું સ્થાન ૨૧ અંશ, ૩૧ કલા, ૧૦ વિકલા ઉત્તર અક્ષાંશ અને ૭૧ અંશ, પ૩ કલા, ૨૦ વિકલા પૂર્વદેશાન્તર છે. પાલીતાણા એક શહેર છે અને તેની વસ્તી આશરે ૧૫૦૦૦ ની છે જેમાં ર૫૦૦ આશરે જેને છે.
શહેરમાં થતાં રાજકીય મકાનને બાદ કરતાં જેટલાં મેટાં મેટાં વિશાલ મકાને છે તે બધાં શ્વેતાંબર જૈન સમાજનાં જ છે. શહેરમાં બધી મળીને ૮૦ થી ૯૦ જૈન ધર્મશાળાઓ છે જેમાં લાખ જૈનયાત્રીઓ આનંદપૂર્વક ઉતરી શકે છે. આ ધર્મશાળાઓમાં કેટલીક તે લાખ્ખો રૂપિયાના ખર્ચે દાનવીર જેનેએ બંધાવી છે જે દેખાવમાં મેટા રાજમહેલ જેવી લાગે છે. યાત્રિકને ભેજન વગેરેની સગવડ મળે તે માટે જૈન સમાજ તરફથી બે જન ભેજનશાળા, એક જેન દવાખાનું અને નાની મોટી પાઠશાળાએ, સાહિત્યમંદિર વગેરેની સગવડ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com