________________
નાકોડાજી
: ૩૪૮ :
[ જેન તીર્થોને વર્તમાનમાં નાકેડાજીમાં સુંદર કારીગરીવાળા વિશાલ ભવ્ય અને ઉન્નત ત્રણ જિનમંદિરમાંથી શ્રી નાકેડા પાશ્વનાથજીનું મંદિર મોટું, ભવ્ય અને સુંદર કલાના નમૂનારૂપ છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમા લગભગ બે ફુટની છે અને બન્ને બાજુની બે પ્રતિમાઓ પણ દેઢ પણ બે પુટની છે. પ્રતિમાઓ સુંદર, દર્શનીય અને પ્રાચીન છે. સંપ્રતિ રાજાના સમયની આ મૂતિઓ કહેવાય છે. આ પ્રતિમાઓ, ઉપર કહેવાયું તેમ, અહીંથી દશ કેશ દૂર રહેવાના કેડા ગામના કાલીદ્રહ(નાગ)થી લાવીને અહીં પ્રતિષ્ટિતા કરવામાં આવેલ છે. આ પાપહરણી મનહર મૂતિઓનાં દર્શન કરીને કવિવર શ્રી સમયસુંદરજીએ ભક્તિવશ ગાયું છે કે
જાગંતા તીર્થ પાર્શ્વપહ, જહાં યાં વિઆવે જગત સહ,
મુઝને ભવદુઃખથકી છડો, નિત નામ જપ કીના કેડે.” મંદિરના દક્ષિણ ભાગર તરફ બે મોટાં ભેંયરાં છે, જેમાં વિક્રમની બારમી સદીથી તે સત્તરમી સદી સુધીની મૂતિઓ છે. એક કાઉસ્સગ્ગીયા ઉપર વિ. સં. ૧૩૦૩ ને લેખ છે. આ તીર્થ શ્વેતાંબર મૂર્તિપૂજક પહલીવાલ સંઘનું અને
વેતાંબરીય પલિવાલ ગચ્છના આચાર્યોના ઉપદેશથી બન્યું હોય એમ અહીંના શિલાલેખે ઉપરથી જણાય છે. - આ તીર્થનાં દર્શન કરી નિર્વિવાદ એટલું તે સિદ્ધ થાય જ છે કે પલ્લીવાલે વેતાંબર જેને હતા. આ તીર્થમાં લેખે તે ઘણા છે, પરંતુ લંબાણના ભયથી માત્ર બે જ લેખે આપું છું –
"स्वस्ति श्रीजयोमंगलाभ्युदयश्च संवत १६७८ वर्षे शाके १५४४ प्रवर्तमाने द्वितीय आषाढसुदि २ दिने रविवारे राउल श्रीजुगमालजि विजयराज्ये श्रीपल्लकीयगच्छे भट्टारकश्री यशोदेवपरिजिविजयमाने श्री. महावीरचैत्ये श्रीसंघेन चतुष्किका कारिता श्रीनाकोडापार्श्वनाथप्रसादात, शुभं भवतु उपाध्यायश्री कनकशेखरशिष्य पं. सुमतिशेखरेण लिखित श्रीछाजहक. देवशेखरजि संघेन कारापिता सूत्रधार फुजलभ्रातृझांझा घटिता उत्रतकवरी "
૧. કેટલાક એમ કહે છે કે નાકડાની પાસેની નદીના કિનારે એક મકાન હતું. તે મકાન પડી જવાથી તેમાંથી આ મૂર્તિઓ પ્રગટ થઈ હતી.
૨. એક ભોંયરામાં ચાર મૂર્તિઓ છે. બીજા ભયરામાં સાત મૂર્તિઓ છે. કાઉસ્સગ્ગીયા બહુ જ સુંદર અને દર્શનીય છે. - ૩. ધર્મરત્ન માસિકમાં આમાંનાં ઘણું લેખો આવી ગયા છે તેમ નહારછના લેખસંગ્રહમાં, જિનવિજયજસંપાદિત શિલાલેખ સંગ્રહ ભાગ બીજામાં અને પટ્ટાવળ સમુચ્ચય વગેરેમાં લેખે આવી ગયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com