________________
ઇતિહાસ ] : ૩૪૭ ૪ -
નાકોડાજી નાકોડાજી આ તીર્થસ્થાન મારવાડ દેશના માલાની “પરગણાના બહેતર રલ્વે સ્ટેશનથી ૩ ગાઉ દૂર છે. આનું પ્રાચીન નામ વીરમપુરનગર અથવા મેવાનગર હતું. આ ગામની ચારે તરફ નાની નાની ટેકરીઓ આવેલી છે. કહેવાય છે કે એક વાર કઈ રાજાના વીરમસેન અને નાકેરમેન નામના બે પુત્રો પિતાની રાજધાનીમાંથી નીકળ્યા અને પછી તેમણે પિતાના જ નામ ઉપરથી વીરમપુર અને નક્કરનગર વસાવ્યું. આગળ ઉપર બન્ને ભાઈઓએ જૈન ધર્મ સ્વીકારી પિતાના નગરમાં બાવન જિનાલયનાં બે ભવ્ય મંદિર બંધાવ્યાં. એકમાં શ્રી ચંદ્રપ્રભ ભગવાન અને બીજામાં શ્રી સુપાર્શ્વનાથજીની પ્રતિમાની શ્રી સ્થૂલિભદ્રહવામીના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ નકોરનગર એ જ વર્તમાનનું નાકડા અને વિરમપુર નાકેડાથી ૨૦ માઇલ દૂર ગામડું છે, જ્યાં એકલાં ખંડેરે અત્યારે વિદ્યમાન છે.
જ્યારે નાકડા તીર્થના કારખાનાની એક યાદીમાં જુદી નોંધ મળે છે. તેમાં લખ્યું છે કે
વિક્રમ સંવત ૯૦૯ માં વીરમપુરમાં ૨૭૦૦ જૈનેનાં ઘર હતાં. આ વખતે વીરમપુરના શ્રાવક તારગોત્રીય શા હરખચંદજીએ અહીંના મંદિરને જીર્ણોદ્ધાર કરાવી શ્રી મહાવીર પ્રભુજીની પ્રતિમા મૂલનાયક તરીકે સ્થાપ્યાં. અને પ્રથમના મૂલનાયક શ્રી ચંદ્રપ્રભજિનને ભેંયરામાં કંડારી દીધાં. સંવત ૧૨૨૩ માં મહાવીર પ્રભુની મૂતિ ખંડિત થવાથી ફરીથી જીર્ણોદ્ધાર કરાવી બીજી વાર પણ શ્રી મહાવીર પ્રભુની મૂતિ મૂલનાયક તરીકે સ્થાપ્યાં. વળી વિ. સં. ૧૨૮૦ માં આલમ શાહે આ નગર ઉપર હલ્લો કર્યો, નગર લૂંટયું અને મંદિરે પણ તેડયાં. ત્યાંથી એ બાદશાહ નાકરા પણ પહોંચ્યા. ત્યાંના જેનેને ખબર પડવાથી પહેલેથી જ સાવધ બની નાકેરા જિનાલયની શ્રી પાર્શ્વનાથ આદિ ૧૨૦ મૂર્તિઓ ના કોરાથી બે ગાઉ દૂર કાલિદ્રહમાં જઈને મતિઓ સંતાડી દીધી. બાદશાહે નગર તેડયું, લુટયું અને મંતરને ખાલી જોઈ તેડાવી દીધું. બસ નાકેરા નગરની દુર્દશા શરૂ થઈ. લેકે ગામ છોડીને ચાલ્યા ગયા. પાછળથી વીરમસેનકારિત વીરમપુરનું મંદિર જીર્ણશીર્ણ થઈ ગયું હતું તેને જીર્ણોદ્ધાર કરાવી, મંદિર ફરીથી તૈયાર કર્યું પરંતુ મૂર્તિઓ હતી મળતી. આમાં એક વાર નાકરાના એક જનને સ્વપ્ન આવ્યું કે “કાલીદ્રહમાં ૧૨૦ પ્રતિમાઓ છે એને બહાર કાઢવાનું વીરમપુરના સંઘને સૂચવે.” પેલા શ્રાવકે વીરમપુરના જેનેને ખબર આપ્યા.એ સ્થાને ખોદવામાં આવ્યું અને ત્યાંથી ૧૨૦ પ્રતિમાઓ બહાર કાઢી. પછી સંઘે ઉત્સવપૂર્વક ૧૪૨૯ માં મંદિરમાં પધરાવી. એમાં મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજી. સ્થાપ્યા અને બીજી મૃતિઓ પણ યથાસ્થાને પધરાવી. બસ ત્યારથી આ નગરનું નામ નાકરા પ્રસિદ્ધ થયું જે અત્યારે નાકેરા–નાકેડા તરીકે પ્રસિદ્ધ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com