________________
કેટા તીર્થ
: ૩૪૬ :
[જેન તીર્થોને છેલ્લે વીસમી સદીના મહાન વિદ્વાન આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી પણ પિતાના જૈન તત્ત્વાદમાં લખે છે–
"एरनपुरा की छावनी से ३ काश के लगभग कारंट नामा नगर उजड पडा है जिस जगा कारटा नामे आज के काल में गाम बसता है। यहां भी श्री महावीरजी प्रतिमा मंदिर की श्रीरत्नप्रभसरिजी की प्रतिष्ठा करी हूइ अब विद्यमान कालमें सेमिमन्दिर खडा है."
ક૫મકલિકાની ટીકામાં અને રત્નપ્રભસૂરિ પૂજામાં પણ આ તીર્થની શ્રી રત્નપ્રભસૂરિજીએ કરેલ પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે. કેરંટ ગચ્છના આચાર્યોની પ્રતિષ્ઠાની મતિઓ ૧૪૦૮ આબૂના વિમલવસહીમાં છે, જે પણ કેરેટની પ્રાચીનતા જ સૂચવે છે.
અહીં અજેન દેવસ્થાને પણ પ્રાચીન છે.
કટાજીમાં કાર્તિક શુદિ પૂર્ણિમા તથા ચેત્રી પૂર્ણિમાના બે મોટા મેળા ભરાય છે, જેમાં હજારે યાત્રિકો આવે છે.
આગળ જણાવ્યા મુજબ જમીનમાંથી જે મૂતિઓ નીકળી છે તેમાં ધાતુ મતિએ ૪૦ છે. ૧૨૦૧ થી તે ૧૫૪૦ સુધીના લેખે છે અને તેના પ્રતિષ્ઠાપક આચાર્યોમાં દેવસૂરિજી, શાંતિસૂરિજી, જજ જગસૂરિ વગેરે પ્રતિષ્ઠિત પ્રસિથ આચાર્યોનાં નામો છે.
તીર્થસ્થાન શાંતિનું ધામ અને યાત્રા કરવા લાયક છે.
કેરટાજી એરનપુરા છાવણી રોડથી ત્રણ ગાઉ દૂર શિવગંજ છે. શિવગંજમાં સાત સુંદર મંદિર, ૪ ધર્મશાળા, બે ઉપાશ્રય, આદર્શ જૈન વાંચનાલય અને ૨૦૦ ઘર શ્રાવકેનાં છે. શિવગંજથી કોરટાજી ત્રણ ગાઉ થાય છે.
જાકોડાજી-આવી જ રીતે શિવગંજથી અઢી ગાઉ દૂર જાકેડાજી તીર્થ છે. આ તીર્થસ્થાનમાં અત્યારે મૂલનાયકજી શ્રી શાન્તિનાથજી છે પરંતુ પરિકરમાં જે લેખ છે. તેમાં તે શ્રી પાર્શ્વનાથજીની મૂતિનું પરિકર છે એમ લખ્યું છે. “વિ. સં. ૧૫૦૪ માં શ્રી યક્ષપુરીય નગરમાં, તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિજી શિષ્ય શ્રી જયચંદ્ર સૂરિજીએ મૂલનાયક શ્રી પાર્શ્વનાથજીની મૂતિના પરિકરની પ્રતિષ્ઠા કરાવી.” જાકોડાજી જતાં સુમેરપુર અને ઉંદરીનાં પણ દર્શન કરવા ગ્ય છે. તેમજ શિવગંજથી શા ગાઉ ચૂલી ગામ છે ત્યાંથી એક ગાઉ દૂર રાહબર તીર્થ છે. શ્રી વીર પ્રભુનું પ્રાચીન ભવ્ય મંદિર છે. આવી રીતે શિવગંજની નજીકમાં કેરટાજી, જાડેહાજી અને રાહબર ત્રણ તીર્થો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com