SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ કેટા તીર્થ : ૩૪ર : [ જૈન તીર્થોને લાગે તેમ છે. ઉપર છત્રી કે બેડી (પગમાં ચાંદીનું કડું) લઈ જવાની મનાઈ છે માટે ચઢનારે એ બધું નીચે જ મૂકીને જવાનું છે. શહેરમાં જાહેરના તપખાનાનું નિરીક્ષણ કરતાં પાચીન જૈન મંદિરની કારીગરીને અપૂર્વ નમૂનો જણાશે. જાહેર અને સુવર્ણગિરિની યાત્રા જરૂર કરવા એગ્ય છે. કેરટા તીર્થ वृद्धस्ततोऽभूत् किल देवमूरिः १८ शरच्छते विक्रमतः सपादे १२५ । कोरण्टके यो विधिना प्रतिष्ठा शङ्का व्यधाद् नाहडमन्त्रिचैत्ये ॥ २४ ॥ વિક્રમ સંવત ૧૨૫ માં મંત્રી નાહડે કરાવેલા મંદિરમાં શ્રી વિરપ્રભુની ૧૮ મી પાટે થયેલા શ્રી વૃધ્ધદેવરિજીએ કેટકનગરમાં પ્રતિષ્ઠા કરાવી. આ જ વસ્તુ ઉ. શ્રી ધર્મસાગરજી પણ પિતાની તપગચ્છપટ્ટાવલીમાં સૂચવે છે. xx સતરશઃ શ્રીવઃિ | x++ | શ્રીવીત વનધિ५९५ (५९६) वर्षातिक्रमे नाहडमंत्रिनिर्मापितप्रासादे प्रतिष्ठाकृत् ।। સત્તરમા પટ્ટધર વીર નિર્વાણ સંવત પલ્પ માં સત્તરમાં પટ્ટધર શ્રી વૃદ્ધદેવસૂરિજીએ કરંટમાં નાહડ મંત્રાકૃત મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી. - આ બન્ને ઉખેના આધારે આટલું તે નિર્વિવાદ સિદ્ધ થાય છે કે લગભગ ૧૯૦૦ વર્ષ પહેલાં અહીં મદિર બન્યું હતું અને શ્રી વૃધ્યદેવસૂરિજીએ એની પ્રતિષ્ઠા કરાવી હતી. ઉપકેશગચ્છની પટ્ટાવલીમાં આથી વધારે પ્રાચીન આ તીર્થ હવાનેતીર્થ સ્થપાયાને ઉલેખ મળે છે. શ્રી વીર નિવાણ પછી: ૭૦ વર્ષ બાદ પાર્શ્વનાથસંતાનીય શ્રી રત્નપ્રભસૂરિજીએ એશીયા નગરીમાં અને આ કરંટક નગરમાં એક જ મુહૂર્ત અને એક સમયે પ્રતિષ્ઠા કરાવી હતી • આ વૃદ્ધદેસૂરિજી માટે પ્રભાવક ચરિત્રમાં ઉલ્લેખ છે કે સપ્તશત દેશમાં કારંટક નગર છે વળી ત્યાં શાસનની દમદા બતાવનારું એવું શ્રી મહાવીર ચઢ્યું હતું કે જે સર્વજનોના આશ્રયરૂપ હોવાથી કેલાસ પર્વત સમાન શોભતું હતું. ત્યાં વિદ્વાનોના મુગટ સમાન અને લોકોના અંધકાર(અજ્ઞાત)ને દૂર કરનાર એવા છે દેવચંદ્ર નામે ઉપાધ્યાય હતા. શ્રી સર્વ દેવમૂરિ વારાણસીથી સિદ્ધક્ષેત્રે જવાની ઈચ્છાથી બહુ મૃતના પરિવાર સહિત ત્યાં પધાર્યા. પછી કેટલાક દિવસ ત્યાં રહેતાં દેવચંદ્ર ઉપાધ્યાયને પ્રતિબંધ પમાડીને તેમણે ચૈત્ય વ્યવહાર મૂકાવ્યો એટલે તે પારમાર્થિક બાર પ્રકારનું તપ તપવા લાગ્યા. આથી આચાર્ય મહારાજે તેમને સૂરિપદ પર સ્થાપન કર્યા અને તેઓ શ્રી દેવકુરિ એવા નામથી પ્રખ્યાત થયા, કે જેમનું અદ્યાપિ વૃધ્ધા પાસેથી વૃદ્ધદેવસૂરિ એવું વિખ્યાત નામ સાંભળવામાં આવે છે. એમની પાટે પ્રોતનસૂરિજી થયા અને એમના પટ્ટધર મહાપ્રતાપી શ્રી માનદેવસૂરિજી લઘુશાતિના કર્તા થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy