SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ નાણા : ૩૩૬ : ( જૈન તીર્થને સુપ્રસિધ્ધ નાણકીય ગચ્છની ઉત્પત્તિ આ નાણું ગામથી જ થયેલ છે. નાણકીય ગચછની ઉત્પત્તિ લગભગ હજારથી નવસે વરસ પહેલાંની છે. બારમી શતાબ્દિના પ્રારંભ કાલના તે નાણકીય ગચ્છના લેખે મળે છે. નાણકીય ગચ્છના આચાર્યની પ્રતિષ્ઠિત મૂતિઓ-અજારી, પીંડવાડા અને પાટણના ભેંસપત વાડાના ગૌતમસ્વામીના મંદિરમાં મૂલ પ્રતિમાજી જે છે તે પણ નાણકીય ગચ્છના આચાર્ય સિદ્ધસેનસૂરિજીની પ્રતિષ્ઠિત છે. અજારીમાં તે નાણકીય ગચ્છના આચાર્યની પ્રતિષ્ઠિત ઘણી મૂર્તિઓ છે. અહીં એક મંદિરની આખી પિળ હતી. અત્યારે બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. આ મંદિરમાં વિ. સં. ૧૭૦૨ ને લેખ છે. संवत १३०२ फागुण शुदि ७ शुक्रे नाणास्थाने श्रे० कुलधरभार्या વણિકર સુવયુત સાવર્ણી ...વાત. ( પ્રા. લે. સં. ભા. ૨) મંદિર પ્રાચીન પણ અધૂરું છે. મંદિરની બાંધણીની શરૂઆત વિશાલ મનિરના રૂપમાં થયેલી હતી પરંતુ પાછળથી ત્યાંના જૈન ઓસવાલે અને બ્રાહ્મણેને આપસમાં વિખવાદ થવાથી એસવાલ ગામ ખાલી કરી ચાલ્યા ગયા. સાથે ત્યાં એક ગધેડાના આકારને પત્થર બનાવી તેમાં લખ્યું કે કેઈ ઓસવાલ આ ગામમાં ન આવે કે ન રહે. પાછળથી બ્રાહ્મણેએ જૈન મન્દિરને કજે કરી શિવાલય બંધાવ્યું. થોડા વખત પછી પોરવાલ જેને અહીં આવ્યા. તેમણે, જોધપુર સ્ટેટમાં કાયદેસર લડત ચલાવી ન્યાય માંગ્યા, આખરે મંદિર જેનેને કહેજે થયું. મંદિરની જમીન, વાવ વગેરે બધું પાછું જૈનોને મળ્યું છે; અને આ સંબંધી વિસ્તૃત લેખ અદ્યાવધિ મંદિરના ભારવટીયા ઉપર વિદ્યમાન છે. આ મંદિરમાં મૂલનાયક શ્રી મહાવીર પ્રભુની બદામી રંગની રહ્યા હાથ મોટી સુંદર પ્રતિમા છે. એની પલાંઠીમાં લેખ છે તે આ પ્રમાણે છે. संवत् १५०५ वर्षे माघवदि ९ शनी श्रीनाणकीयगच्छे । श्रीमहावीरવિ , ચીતિરિમા () મૂલનાયક શ્રી મહાવીર પ્રભુજીની પ્રતિમાજીની ચારે તરફ સુંદર પરિકર સહિત તેરણ બન્યું છે, જેમાં કારીગરી સુંદર છે અને તેમાં લેખ છે જે આ પ્રમાણે છે— ___ संवत् १५०६ माघवदि १० गुरौ गोत्रवेलहरा उ० ज्ञातीय सा. रतनमार्या रतनदे पुत्र दूदा-वीरम-महपा-देवा-लूणा-देवराजादि कुटुम्बयुतेन श्रीवीरपरिकरः कारापितः प्रतिष्ठितः श्रीशान्तिसूरिभिः । નાણા એક વાર મોટું સમૃદ્ધિશાળી અને પ્રસિધ્ધ શહેર હતું. બેડા. નાણા અને બેડા બે સાથે જ બેલાય છે. બેડા નાણાથી ત્રણેક ગાઉ દૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy