________________
ઈતિહાસ ]
: ૩૩૫ :
અજારી.
અહીં ત્રણ મંદિર છે. ચિંતામણી પાર્શ્વનાથજી, આદિનાથજી અને મહાવીર પ્રભુનું. ચિંતામણી પાર્શ્વનાથજીના મોટાં મંદિરમાં પાછળના ભાગમાં શત્રુંજ્ય, ગિરનાર, આબૂ, પાવાપુરી, સમેતશિખર, અષ્ટાપદજી વગેરેના સુંદર પડે છે અને શ્રી સિદ્ધચક્રજીનું સુંદર મંદિર છે. મૂલ મંદિરના ગજા રા બહારના બારસાખ ઉપર ૧૨૫૮ અને ૧૨૨૯ ને લેખ છે. શ્રાવકના ૧૨૦ ઘર છે. ધર્મશાળા અને ઉપાશ્રય વગેરે બધું સાધન સારું છે, શ્રાવકે બહુ ભાવિક છે.
પીંડવાડાથી આગળ વધવું, પ્રથમ અજારીની યાત્રા કરી આવવી, પછી નાણાબેડા થઈ મેટી પંચતીથમાં જવું. .
અજરી.
પીંડવાડાથી ત્રણ માઈલ દૂર અજારી છે. અહીં ગામ બહાર બાવન જિનાલયનું પ્રાચીન મંદિર છે. મલનાયક શ્રી વીર પ્રભુની સુંદર પ્રતિમા છે. મૂલ ગભારાની બહાર નાણકીય ગચ્છના આચાર્ય મહેન્દ્રસૂરિ અને શાન્તિસૂરિની પ્રતિમા છે. મૂતિ ઘણું જ સુંદર અને પ્રાચીન છે. પ્રદક્ષિણામાં પાછળના ભાગમાં સરસ્વતી દેવીની પ્રાચીન સુંદર મૂર્તિ છે. મંદિરજીથી ૧-૨ માઈલ દૂર એક પહાડીમાં સરસ્વતીની દેરી છે. પ્રતિમાજી પ્રાચીન અને સુંદર છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિજી સરસવતીની સાધના કરવા અહીં આવ્યા હતા અને દેવીએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું એટલે લગભગ બારમી શતાબ્દી પૂર્વથી આ સ્થાન સરસ્વતી તીર્થરૂપે અને પ્રાચીન જૈન તીર્થરૂપે પ્રસિદ્ધ છે. અજારી પાસે વસંતપુર શહેરનાં ખંડિયેર છે. અજારીથી ૪ માઈલ લગભગ દૂર છે. ત્યાં પ્રાચીન જિનમંદિરના ખંડિયેર અને ખંડિત જિનમૂર્તિઓ છે. અહીંની ઘણું મૂર્તિઓ પડવાડા આવી છે અને પીંડવાડાના મંદિરમાં વિદ્યમાન છે.
વસંતપુરીમાં દેહરાં ઝરણુ ખરાંરે, કાઉસ્સગે આદ્રકુમાર બાંભણવાડે સોહત મન મેહતરે, વીર ચરણ આધાર.” (તીર્થમાવા પૂ.૯૭).
નાણા, પીંડવાડાથી નાણા છ કેસ-ગાઉ દૂર થાય છે. નાણા સ્ટેશનથી નાણા ગામ એક માઈલ દૂર છે. રસ્તે જંગલને અને પહાડી છે. ભેમિયા વિના જવું ઠીક નથી. શ્રાવકેના ઘર છે, ઉપાશ્રય છે, ધર્મશાલા છે. સાધુમહાત્માઓએ પીંડવાડાથી છ માઈલ દૂર કસીવેરા થઈને ત્યાંથી છ માઈલ નાણા જવું સારું છે. અને તે પણ સારો છે.
સીવેર–પીંડવાડાથી છ માઈલ દૂર પશ્ચિમોત્તર દિશામાં આ ગામ આવ્યું છે. અહીં એક સુંદર વિશાલ જિનમંદિર છે. અહીં સુંદર પાષાણની ૧૨ પ્રતિમાઓ છે. અહીંના લેખો ઉપરથી માલુમ પડે છે કે ૧૧૦૮ માં અહીં પ્રતિષ્ઠા થઈ છે. એક બીજો લેખ છે જેમાં ૧૨૬૮ નો ઉલ્લેખ છે. આ એક યાત્રાલેખ છે. સીરાથી પહાડી રસ્તે માલણું ૪ માઈલ દૂર છે. અહીં પ્રાચીન સુંદર મંદિર છે. અહીંથી ચામંડેરી, ભંડાર થઈ બેડ જવાય છે. સવેરાથી સીધું નાણા ત્રણ ગાઉ થાય છે. રસ્તો સારે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com