________________
નીલોડા : ૩૩૪ :
[જન તીર્થોને બપોરે તે દીયાણાજી પહોંચી જાય છે. અહીં આવી, પૂજા–સેવા કરી, સ્વામીવાત્સલ્ય જમીરાત રહી એકમની હવારે પૂજા આદિ કરી, સ્વામીવાત્સલ્ય જમી ઘેર જાય છે.
અહીં ચોર લુટારુનો ભય રહે છે. એટલે વાસણ પણ તાંબાપીત્તળનાં નહિં પણ માટીના વધુ વપરાય છે. યદ્યપિ અત્યારે બહુ ડર જેવું નથી જ છતાં ય ચોકીયાત જરૂર રાખ.
અહીંથી નીડા છ માઈલ દૂર છે. નીડા જતાં રસ્તાથી થોડે ઘર બે ફર્લોગ ઉપર શ્રી શાંતિનાથજીના પ્રાચીન મંદિરનું ખંડિયેર છે. ત્યાં થાંભલા ઉપર ૧૧૪૪ ને લેખ છે. તેમજ મૂલગભારો અને રંગમંડપના દ્વાર ઉપર પણ પ્રભુમૂર્તિઓ છે. અહીંથી એક માઈલ દૂર કેર છે. કેરથી બે માઈલ દૂર માંડવાડા છે. અહીં નાનું મંદિર છે. ચંદ્રપ્રભુજીની મૂર્તિ છે. ૧૯૭૩માં ધનારીના શ્રીપૂજ મહેંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. મંદિર નાનું પણ પ્રાચીન છે. ૧૯૭૩માં જીર્ણોદ્ધાર થયો ત્યારની પ્રતિષ્ઠા થયેલી છે. અહીં શ્રાવકનું ઘર નથી. રબારી, ભિલે, રાજપુતેની વસ્તી છે. અહીંથી ત્રણ માઈલ દૂર નીતોડા છે.
નીતાડા અહીં બાવન જિનાલયનું પ્રાચીન મંદિર છે. મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી છે. મલનાયકજીની મૂર્તિ પ્રાચીન અને મનોહર છે. અત્યારે બાવન જિનાલયને બદલે ૪ દેરીઓ છે. મૂલનાયકના પરિકરની ગાદી નીચે લેખ છે [ સંપત્ત ૨૨૦ ૪
અહી મૂલ ગભારામાં ત્રણ મૂર્તિઓ છે. મૂલ ગભારાની બહારની પ્રથમ ચાકીમાં ચાર મતિઓ છે. બન્ને બાજુમાં ઉપરના બે ગોખલામાં બે મૂર્તિઓ છે અને બે નીચેના ગેખલામાં બે મૂર્તિઓ છે. આ બન્ને મૂર્તિઓ ખૂબ જ પ્રાચીન છે. દેરીઓમાં લેખ મલે છે જે આ પ્રમાણે છે. દેરી નંબર ત્રીજામાં શ્રી બ્રહાશાંતિયક્ષની મૂર્તિ ઉપર નીચે પ્રમાણે લેખ છે.
" संवत् १४९१ वर्षे वैशाख शुदि २ गुरुदिने जक्षब्रह्ममूर्ति स्थापिता शुभं भवतु"
આ સિવાય બીજી કેરીમાં સં. ૧૨૨૯, ૧૨૯૨ના લેખે છે. ૧૭૧૩નો પણ લેખ છે. અત્યારે ૪૧ દેરીઓમાંથી ૧૯ દેરીઓમાં મૂર્તિઓ છે. બાકીની ખાલી છે.
૧૫ર૩ની એક ધાતુની પંચતીથી પણ છે.
સં. ૧૯૮૧માં ધનારીના પ્રીપુજ મહેંદ્રસૂરિજીના ઉપદેશથી જીર્ણોદ્ધાર થયે છે. આને મોટો લેખ પણ છે. અહીં શ્રાવકનાં ઘર ૪૦ છે. ધર્મશાળા, ઉપાશ્રય છે. દીયાણાજીથી નીડાને ગાડા રસ્તે તે સારે છે.
નીવેડાથી ચાર માઈલ દૂર સ્વરૂપગંજ થાય છે. અહીં સુંદર ધાતુ મૂતિનું થરમંદિર છે. મહાવીર જૈન ગુરૂકુલ ચાલે છે, ધર્મશાળા છે.
સ્વરૂપગંજથી પેશ્વા, કજરા થઈ પીંડવાડા જવું. બને ગામમાં શ્રાવકેનાં ઘર અને મંદિર છે. તેમજ સ્વરૂપગંજની પાસે ચાર માઈલ દૂર રહીડા ગામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com