________________
ઇતિહાસ ]
= ૩૩૩ :
દીયાણાજી તીય છે. સાથે ભાગી જરૂર રાખવે. બીજે ગાડા રસ્તે છે તે લગભગ છ માઈલ હશે. આ રસ્તે સારે છે પરંતુ યાત્રિકોએ ભેમિયા અથવા ચોકીયાત જરૂર રાખવે.
દીયાણજી તીર્થ લેટાણાથી દીયાણા ચાર માઈલ છે. દીયાણાજીમાં શ્રી જીવિતસ્વામીની મૂર્તિ પ્રસિદ્ધ છે. આ તીર્થ અત્યારે પહાડની નીચે જંગલમાં આવ્યું છે. જંગલમાં મંગલ કરાવે તેવું આ સુંદર સ્થાન છે. સુંદર કિલ્લાની અંદર અંદર મંદિર અને ધર્મશાળાઓ છે. બાવન જિનાલયનું આ મંદિર પ્રાચીન, ભવ્ય અને પરમ દર્શનીય છે. મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની સુંદર હૃદયંગમ પ્રાચીન મૂતિ છે. પરમ વિરાગ્યરસથી ભરેલી અમૃત રસને વર્ષાવતી આ મૂર્તિ જીવિતસ્વામીની મૂર્તિની ઉપમાને યોગ્ય છે. પરિકર પણ સુંદર અને મનહર છે.
મૂલ ગભારામાં અઢીથી ત્રણ હાથની વિશાલ પરિકરવાળી શ્રી વર્ણમાનવામીની મૂર્તિ છે. અહીં લેખ વગેરે કાંઈ નથી. બહાર બે કાઉસ્સગીયાજી છે. અને ઉપર નીચે પ્રમાણે લેખ છે.
જમણી બાજુના કાઉસગીયાજી નીચે લેખ
संवत् १४११ (१६११ ) वर्षे प्राग्वाटज्ञातीय भे०कुयरामार्या सहजु पुत्र श्रे०तिहूण भार्या जयत् पुत्र रुदा भार्या वसतलदेवी समन्वितेन श्रीजिनयुगलं જાતિ છે
ડાબી બાજુના કાઉસગ્ગીયાજી નીચે આ પ્રમાણે લેખ છે.
જિત ૨૦૨૨ [૪] શ્રી પરમાણંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે, એક માતૃકા પટ્ટક ઉપર પણ લેખ છે તેમાં સંવત ૧૬૬૮ માં નાણકીયગ૭ના આચાર્ય પ્રતિષ્ઠા કરાવી છે. પ્રતિષ્ઠા સિંહસેને કરાવી છે.
અહીં અત્યારે ૧૯ થી ૨૦ પ્રભુ મૂર્તિઓ છે. કાઉસગ્ગીયાજી સહિત બાવીસ મૂર્તિઓ છે. ઘણી દેરીઓ ખાલી છે. અહીંની પ્રદક્ષિણાની દેરીમાં એક પરિકરની ગાદીમાં સં. ૯૯ ને ખરી લીપીને લેખ છે.
મૂલનાયકજીની મૂર્તિ એવી સુંદર અને ધ્યાનમગ્ન છે કે સાક્ષાત યુવાનવયસંપન્ન વીરપ્રભુ ધ્યાનમાં બેઠા હોય. '
સ્થાન ધ્યાન કરવા લાયક છે. કઈ જાય કે ધ્યાન કે વેગને માટે પરમ શાંત વાતાવરણ ઈચ્છતા મુમુક્ષુઓએ જરૂર લાભ લેવા જેવું છે.
અહીં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં તે આ પ્રદેશનાં શ્રાવક શ્રાવિકાઓનાણા, જમાલણું, ઉંદરા, સીવેરા, બામણવાડા, નાંદીયા, લેટાણા અને દીયાણાની યાત્રાની પ્રદક્ષિણા કરે છે. ચૌદશની સાંઝથી આ પ્રદક્ષિણા શરૂ થાય છે અને પૂર્ણિમાએ
* માલણ, ઉંદરા અને સીરામાં પ્રાચીન ભવ્ય મંદિર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com